વિધાનસભા ગૃહમાં નીતિન પટેલની મોટી જાહેરાત, ઉદ્યોગકારોને થઈ જશે બખ્ખા


ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉદ્યોગકારો માટે મોટી જાહેરાત કરી છે. જ્યાં પણ ઉદ્યોગકારો કહેશે ત્યાં રાજ્ય સરકાર GIDC બનાવી આપશે તેવી જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભા ગૃહમાં કરી હતી. આ સાથે નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર જીઆઇડીસી બનાવે છે ત્યાં ઉદ્યોગકારો જતાં નથી, તેના નિરાકરણ માટે સરકારે આ નિર્ણય લીધો છે.

વિધાનસભા ગૃહમાં નીતિન પટેલની આ જાહેરાતથી ગુજરાતના ઉદ્યોગકારનો બખ્ખા થઈ જશે. નીતિન પટેલે ગૃહમાં જણાવ્યું કે, કોઈપણ તાલુકો જે વિસ્તારમાં 50 ઉદ્યોગકારો ભેગા થઈને જીઆઈડીસીની માંગણી કરશે તો એ સંદર્ભે રાજ્ય સરકાર વિચાર કરશે. જીઆઇડીસીમાં મળતાં સબસિડી અને લાભો પણ ઉદ્યોગકારોને આપવામાં આવશે તેવું નીતિન પટેલે જણાવ્યું હતું. રાજ્યમાં અનેક જીઆઇડીસીઓ ખાલી હોવાના કારણે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.

10 વર્ષ પહેલાં દરેક તાલુકામાં GIDC સ્થાપવાની જાહેરાતનો ફિયાસ્કો

વર્ષ 2009માં વિધાનસભામાં સરકારે રાજ્યના તમામ તાલુકાઓમાં GIDC સ્થાપવાની જાહેરાત કરી હતી. જો કે, આ જાહેરાતનું પણ વાઈબ્રન્ટ સમિટોમાં થતાં એમઓયુની ગુલબાંગોની જેમ સૂરસૂરિયું થયું છે. સોમવારે વિપક્ષે ઉઠાવેલાં સવાલોનાં જવાબમાં ગુજરાતના 250 પૈકી 106 તાલુકાઓમાં એકપણ જીઆઈડીસી ન હોવાનું સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું હતું. સાથે જ સરકારે એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં માત્ર 8 જ નવી જીઆઈડીસી શરૂ કરવામાં આવી છે. તેવામાં આજે ફરી એકવાર જીઆઈડીસી મામલે કરેલી સરકારની જાહેરાતનો પણ ફિયાસ્કો ન થાય તો સારું.

વિધાનસભા ગૃહમાં નીતિન પટેલની મોટી જાહેરાત, ઉદ્યોગકારોને થઈ જશે બખ્ખા was originally published on News4gujarati

Comments are closed.

Blog Stats

  • 517,408 hits
%d bloggers like this: