ડુમસ રોડ પર એરપોર્ટ પાસે લીપયર પાર્ટીમાં દારૂની મહેફિલના કેસમા ઝડપાયેલા 12 યુવતી સહિત 52 વ્યક્તિઓને નવી સિવિલ હોસ્પિટલમાં દારૂ પીધા અંગેના લીધેલા સેમ્પલનો આજે ત્રીજે દિવસે પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા. કોઈ કારણસર સેમ્પલ મોડા મોકલ્યા. આ અંગે અનેક પ્રકારની શંકા કુશંકાઓ સેવાઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું હતું.

સુરત શહેરમાં ડુમસ રોડ એરપોર્ટ પાસે આશીર્વાદ ફાર્મ હાઉસમાં શનિવારે રાત્રિના લીપયર પાર્ટીમાં દારૂની મહેફિલમાં 12 યુવતી અને 39 મળી 52 વ્યક્તિઓને પોલીસે રેડ પાડી ઝડપી પાડયા હતા.

બાદમાં દારૂ પીધો છે કે નહીં તે અંગેની તપાસ માટે 52 વ્યક્તિઓને મેડિકલ ચેકઅપ માટે પોલીસ નવી સિવિલ હોસ્પિટલમાં લાવી હતી જ્યાં તમામના લોહીના નમૂના લીધા હતા કે દારૂ પીધો છે કે નહીં તેની અવસ્થા જાણવા માટેના પ્રોહિબિશન રિપોર્ટ અંગે ફોર્મ સી.એમ,ઓએ ભરવામાં આવ્યા હતા.

જોકે દારૂના કેસ અંગે લીધેલા સેમ્પલોનો રિપોર્ટ નીલ આવે તેવા પણ પ્રયાસો થયા હશે કે કોઈ અન્ય કારણસર મોડા મોકલવા અંગે નવી સિવિલ ખાતે અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું હતું. 

ભૂતકાળમાં પણ દારૂની મહેફિલમાં હાઈપ્રોફાઈલ કેસમાં સિવિલમાં દારૂ અંગેનો રિપોર્ટ નીલ આવે તેવા ખેલ પણ થયા હોવાનું ચર્ચાતું હતું. જોકે ડુમ્મસ લીપયર દારૂની મહેફિલ પર પોલીસે રેડ પડવાના બનાવે શહેરભરમાં ભારે ચર્ચાએ જોર પકડયું છે.

તેવા સમયે સિવિલ તંત્ર આ અંગે ગંભીરતા દાખવવાને બદલે દારૂ અંગેના કેસના સેમ્પલો પરીક્ષણ માટે લેબોરેટરીમાં છે કે ત્રીજા દિવસે બપોર પછી મોકલવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

સુરત: ડુમ્મસ લીપયર પાર્ટી, સિવિલમાં લીધેલા સેમ્પલ ત્રીજે દિવસે પરીક્ષણ માટે મોકલાયા was originally published on News4gujarati