સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુકે મેસેન્જરમાં ખુબ જ મોટો બદલાવ કર્યો છે. iOS વર્ઝનની મેસેન્જર એપ હવેથી પહેલાથી ઓછી મેમરી લેશે અને પહેલાથી વધુ ઝડપી હશે. હવે કંપની WhatsAppમાં એક મોટું ફિચર લાવવાની તૈયારીમાં છે.

WhatsAppએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર WhatsAppની પ્રોફાઇલ ફોટોને ડાર્ક કરી નાંખી છે. મતલબ સાફ છે કે, હવે ડાર્ક મોડ આવી રહ્યો છે. જોકે ડાર્કમોડની ટેસ્ટિંગ પહેલાથી જ શરૂ થઇ ચૂકી છે.

હાલમાં એન્ડ્રોઇડ અને આઇફોનનાં બીટા વર્ઝનમાં WhatsApp ડાર્ક મોડ આપવામાં આવી રહ્યું છે. પરંતુ હવે કંપનીના આ પગાલથી સાફ છે કે, ખુબ જ જલ્દી WhatsApp Dark મોડનું ફાઇનલ બિલ્ડ જાહેર કરવામાં આવશે.

આ પહેલા WhatsAppના તમામ સોશિયલ મીડિયા હેન્ડલ પર WhatsAppનો લોગો ગ્રીન બેકગ્રાઉન્ડ સાથે હતો પરંતુ હવે તેને ડાર્ક કરી દેવામાં આવ્યો છે. આશા છે કે, હવે WhatsApp Web માટે પણ ડાર્ક મોડ આપવામાં આવશે.

હવે તમે Twitter, Facebook અને Instagram પર WhatsAppની ડાર્ક પ્રોફાઇલ ફોટો જોઇ શકો છો. જોકે, કંપનીએ આ વિશે કંઇ લખ્યું નથી અને ન તો કોઇ સ્ટેટમેન્ટ આપ્યું છે. નોંધનિય છે કે, ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગે એક ફેસબુક પોસ્ટમા કહ્યું છે કે, મેસેન્જરને બદલી દેવામાં આવ્યું છે. આ બદલાવ iOS માટે છે.

જો તમે આઇફોન યૂઝ કરો છો તો પોતાના ફેસબુક મેસેન્જરને એપ સ્ટોરમાં જઇ અપડેટ કરી લો. તમને નવા વર્ઝનનું મેસેન્જર મળી જશે. જોકે કંપનીએ કહ્યું છે કે, મેસેન્જરના કેટલાક જૂના ફિચર્સ કેટલાક સમય માટે હટાવી દેવામાં આવ્યા છે.

WhatsAppમાં મોટો બદલાવ, કંપનીએ પ્રોફાઇલ ફોટો ચેંજ કરી આપ્યા સંકેત was originally published on News4gujarati