અમદાવાદના બોપલમાં આવેલાં પોશ ફ્લેટ એવાં ઈસ્કોન પ્લેટિનમ ફ્લેટમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેની ચપેટમાં બે ફ્લોર આવી ગયા હતા. આગને કારણે ધૂમાડાના ગોટે ગોટા ઉડતાં રહેણાંકવાસીઓનાં જીવ તાળવે ચોંટ્યા હતા. આગની ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયરબ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને આગ ઓલવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. અને ગણતરીના સમયમાં જ ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો હતો. 

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલાં ઈસ્કોન પ્લેટિનમ પોશ ફ્લેટ છે. આ ફ્લેટની કિંમત કરોડો રૂપિયામાં છે. તેવામાં આ ફ્લેટમાં કયા કારણોસર આગ લાગી તે હજુ અકબંધ છે. પણ ઈસ્કોન પ્લેટિનમનાં બ્લોક નંબર Oનાં 14 અને 15માં માળે આગ લાગી હતી. અને 14મા ફ્લોરની આગ 15મા ફ્લોરમાં ફેલાઈ હોવાની ચર્ચા છે. જો કે આગને કારણે ત્યાં રહેતાં લોકોનાં જીવ પડીકે બંધાયા હતા.

આગની જાણ થતાં જ ફાયરબ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયરબ્રિગેડની 5 ગાડીઓ આગ પર કાબૂ મેળવવા જહેમત કરી રહી છે. અને થોડા જ સમયમાં ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો હતો. જો કે આગમાં કેટલાં લોકો ફસાયા છે તે હજુ સ્પષ્ટ નથી. આગમાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે પણ પ્રાથમિક માહિતી નથી. તેવામાં કરોડોની કિંમતમાં ફાયર સેફ્ટીની સુવિધા અંગે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે.

અમદાવાદના બોપલમાં આવેલાં પોશ ફ્લેટમાં લાગી વિકરાળ આગ, 2 ફ્લોર આગની ચપેટમાં, અફરાતફરીનો માહોલ was originally published on News4gujarati