• 235 લોકોનું રોજે રોજ મેડિકલ ચેકઅપ કર્યા બાદ ચેપ મુક્ત જાહેર કરાયા હતા
  • શારજાહથી આવતા પેસેન્જરની ગાઈડલાઈન પ્રમાણે તપાસ કરવામાં આવી

ચીનમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવ્યો છે. હવે ભારતમાં પણ શંકાસ્પદ કેસને લઈને ગુજરાતમાં પણ આરોગ્ય વિભાગને સતર્ક કરી દેવામાં આવ્યું છે. સુરત એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શારજાહથી આવતા પેસેન્જરનું ગાઈડલાઈન પ્રમાણે તપાસ કરવામાં આવી રહી છે.

1 મેડિકલ ઓફિસર, 1 ફાર્માસિસ્ટ અને નર્સ તૈનાત કરાઈ

ચીન સહિત સમગ્ર વિશ્વ જેનાથી ફફડી રહ્યું છે તે કોરોના વાઈરસના ભારતમાં દર્દી મળ્યા બાદ સુરતમાં પણ આરોગ્ય વિભાગને સાવચેત કરી દીધું છે. સુરત એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોનું સ્ક્રીનીંગ શરૂ કરવામાં આવ્યું છે. જેના પગલે 1 મેડિકલ ઓફિસર, 1 ફાર્માસિસ્ટ અને નર્સ તૈનાત કરવામાં આવી છે. શારજાહથી આવતી ફ્લાઇટના મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે.

14 દિવસ સુધી ઘરે જ ચકાચણી કરાઈ હતી

ચીનના પ્રવાસે ગયેલા મુસાફરો પાછા આવતાં ગયાં તેમ પાલિકા તંત્રએ રાજ્ય સરકારની મદદથી માહિતી મેળવીને તમામ લોકોને આરોગ્યની તપાસણી હેઠળ મૂકી દીધા હતા. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ચીનથી 235 લોકો આવ્યા છે. જેમાં વિદ્યાર્થી, પ્રવાસી અને બિઝનેસમેનનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગે કેન્દ્ર અને ગુજરાત સરકારની મદદથી આ લોકોની માહિતી મેળવીને સતત તેમના ઘરે જ આરોગ્યની ચકાસણી શરૂ કરી હતી.

કોરોના વાઈરસના કોઈ પણ પ્રકારના લક્ષણ ન જોવા મળતા ચેપ મુક્ત જાહેર

આરોગ્ય વિભાગ દ્વારા એક ડોક્ટર, એક નર્સ અને એક ફાર્માસિસ્ટની ટીમ બનાવી છે તે ચીનથી આવેલા લોકોને સતત 14 દિવસ સુધી તપાસ કરી હતી. કોરોના વાઈરસના કોઈ પણ પ્રકારના લક્ષણ દર્દીમાં જોવા મળે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી અત્યાર સુધીમાં 235 લોકોમાં કોઈ પ્રકારના લક્ષણ ન દેખાતા તેઓને ચેપ મુક્ત જાહેર કરવામા આવ્યા છે.

કોરોના વાઈરસને લઈને એરપોર્ટ પર સઘન ચેકિંગ, શારજાહથી આવતા મુસાફરોની તપાસ was originally published on News4gujarati