પિતા બેંકમા પ્યુન છે, પિતાએ કહ્યું આપણે બાળકોને હિંમત આપવી પડે મારા કેસમા ઉલ્ટું થયું મને બાળકે હિંમત આપી

આજથી ધો.10ની પરીક્ષા શરૂ થઇ ગઇ છે ત્યારે રાજકોટ જિલ્લામાં આજે 383 બિલ્ડીંગના 3653 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી રહી છે. કુલ 104229 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. કલેક્ટરે પણ કડવી બાઇ શાળાએ જઇ વિદ્યાર્થીઓને પુષ્કગુચ્છ આપી ઓલ ધ બેસ્ટ કર્યું હતું. જો કે કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષાના ટેન્શનમાં નર્વસ થઇ ગયા હતા. પરંતુ અમુક વિદ્યાર્થીઓ અન્યને પ્રેરણારૂપ બન્યા છે. રાજકોટના વિરાણી સ્કૂલના વિદ્યાર્થી અભય ગોંડલીયા પગમાં પાટો નાકમાં નળી નાખીને પરીક્ષા આપવા આવતા સૌ કોઇ દંગ રહી ગયા હતા અને વિદ્યાર્થીએ કહ્યું કે ગમે તે થાય પરીક્ષા તો આપીશ જ. જડબામાં હાડકુ વધતા પગમાંથી હાડકુ કાઢી મોઢામાં ફીટ કર્યું છે.

મારા છોકરાએ મને હિંમત આપી: પિતા

અભય ગોંડલીયાના પિતા શૈલેષ ગોંડલિયાએ Divyabhaskar સાથેની વાતચીતીમા જણાવ્યું હતું કે, હું બેંકમાં પ્યુન છું મારા દીકરાને 21 તારીખના રોજ મોઢામા દુખાવો ઉપડતા ડોક્ટર પાસે ગયા હતા. તેમાં જાણાવા મળ્યું કે મોઢામાં ઉંધી દાઢ થઇ જડબાના સડો બેસી ગયો છે. ઓપરેશન જ કરવું પડે. જેમાં જડબાનું હાડકુ કાઢી નાંખવામા આવ્યું અને પગમાં વધારાનું હાડકુ હોય તે કાઢી જડબામાં બેસડાવામાં આવ્યું. 6 કલાક ઓપરેશન ચાલ્યું હજુ બહું ખોરાક લેવાની મનાઇ છે. બરોબર બોર્ડની પરીક્ષા આવી મેં કહ્યુ ડ્રોપ લઇ લે, હું થોડીક હિંમત હારી ગયો પરંતુ મારા દીકરાએ કહ્યું પપ્પા પરીક્ષા તો દેવી જ છે ગમે તે થાય. સામાન્ય રીતે પરિવાર અને માતા-પિતા બોર્ડની પરિક્ષામાં બાળકોને હિંતમ આપતા હોય છે જ્યારે અહીં મારા દીકરાએ અમારા પરિવાર અને મને હિંમત આપી છે.

મલ્ટીપલ ડિસેબિલિટીથી પીડાતી હિન્દુ વિદ્યાર્થિનીનો રાઇટર બન્યો મુસ્લિમ વિદ્યાર્થી

શહેરની એકનાથ વિદ્યાલયમાં અભ્યાસ કરતી દિવ્યાંગ વિદ્યાર્થિની કરિશ્માના પેપર લખી વિદ્યાર્થી મહમદ જાફર સહારો બન્યો છે. હિન્દુ છાત્રાનો સહારો બની મુસ્લિમ વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યો છે. જન્મથી જ સેરેબ્રલ પાલ્સી અને મેન્ટલી રીટાયર્ડ કરિશ્માનાં અત્યાર સુધી આઠ ઓપરેશન થઈ ચૂક્યા છે. કુદરતનાં કરિશ્મારૂપ કરિશ્માનો સહારો બની મુસ્લિમ વિદ્યાર્થી પરીક્ષા આપતા કોમી એખલાસનાં દર્શન થઇ રહ્યા છે. બોર્ડની પરીક્ષામાં પણ હિન્દુ – મુસ્લિમ એકતા ઝળકી ઉઠે તે પ્રકારનો પ્રેરણાદાયક કિસ્સો રાજકોટમાં પ્રકાશમાં આવ્યો છે.

જડબામાં હાડકુ વધતા પગમાંથી હાડકુ કાઢી મોઢામાં ફીટ કર્યું, નાકમાં નળી, જે થાય એ પરીક્ષા તો આપીશ: ધો.10નો વિદ્યાર્થી was originally published on News4gujarati