પ્રેમિકા અન્ય સાથે ચાલી જતાં  યુવકે ઉઠાવીને માર માર્યો હતો

જૂનાગઢમાં ગિરનાર દરવાજા, છગનમામાની સોસાયટી ખાતે રહેતા અને દરજીકામ કરતા મયંકભાઈ ભરતભાઇ હિંગુને 16 જાન્યુઆરીના રોજ રાત્રીના સાડા નવ વાગ્યે જવાહર રોડ સ્વામી મંદિર પાસે ભાવેશ ટ્રેઇલર નામની દુકાન પાસેથી  ચાર અજાણ્યા આરોપીઓ દ્વારા સિલ્વર કલરની ઇનોવા કારમાં અપહરણ કરી ગયા. બાદમાં અપહરણકારોએ તેને માર મારી, મોબાઈલ તથા રોકડા રૂ. 3,000/- તથા મોબાઈલ લૂંટી લીધો હતો. આ બનાવમાં પોલીસે આરોપીને ઝડપી લેતા બનાવ પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું બહાર આવ્યું હતું. 
 આ કેસમાં જૂનાગઢ એ ડિવિઝન પોલીસે આરોપી તૌફિક રજાકભાઈ મેતર જાતે ઘાંચીને કાર સાથે ઝડપી લીધો હતો.આરોપી તૌફિક આ ગુન્હાનો મુખ્ય સૂત્રધાર છે. જેની પૂછપરછ કરતા તેણે કબૂલ્યું કે, તેમને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. યુવતી તેને છોડી, ફરિયાદી સાથે સંબંધ રાખવા લાગતા, આ વાત પોતાને પસંદ ના પડી. આથી અમરેલીથી પોતાના મિત્રો એવા આરોપીઓ હરેશભાઈ છગનભાઈ વાણિયા અને યાકુબ ભાઈ અનવર ભાઈ પઠાણને સાથે લઈને યુવકને તેની દુકાન પાસેથી ઉઠાવી, ઇનોવા ગાડીમાં લઇ જઇ, રસ્તામાં માર માર્યો અને બાદમાં ભેસાણ નજીક છોડી દીધો હતો.

જૂનાગઢમાં એક મહિના પૂર્વે થયેલા અપહરણ-લૂંટનો ગુનો ઉકેલાયો was originally published on News4gujarati