જો કાપલા લાવ્યા હોય તો પશ્ચાત્તાપ પેટીમાં નાખજો, નહીં તો 3થી 5 વર્ષની સજા- 2 લાખનો દંડ થઇ શકે


આજથી ધો.10-12ના 1.63 લાખ  વિદ્યાર્થી પરીક્ષા આપશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 તથા ધો.12ની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનો 5મી માર્ચથી પ્રારંભ થઈ રહ્યો છે. ધો.10 તથા ધો. 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના મળીને 163,330 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.પહેલા દિવસે ધો.10માં પ્રથમ ભાષા ધો.12 સામાન્ય પ્રવાહમાં નામાના મૂળ તત્વો અને ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન વિષયની પરીક્ષા છે. પરીક્ષા 11 ઝોનમાં 87 પરીક્ષા કેન્દ્રોના 516 બિલ્ડિંગના 5637 બ્લોકમાં લેવાશે. ગાંધીનગરથી ફ્લાઇંગ સ્કવોડની બે ટીમ આવી છે. કલેક્ટર ડો. ધવલ પટેલે વર્ગ એક-બેના 40 અધિકારીની ફ્લાઇંગ સ્કવોર્ડમાં નિમણૂક કરી છે. ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં મહત્વના વિષયની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓ પૂરી તૈયારી સાથે પરીક્ષા અપાવવા માટે જશે.

ગેરરીતિ પકડાય તો…: શિક્ષણ બોર્ડે પરીક્ષામાં ગેરરીતિ રોકવા અધિનિયમ-1972ની કલમ-43ની સજાની જોગવાઈમાં ફેરફાર કર્યો છે. જે મુ જબ ગેરરીતિ સાબિત થતાં 3થી 5 વર્ષની કેદ અથવા તો 2 લાખ સુધીનો દંડ થશે અથવા બંને સજા પણ મળી શકે છે.

પ્રશ્નપત્ર ફૂટે નહીં તે માટે ફોટો એપમાં અપલોડ કરવાના રહેશે: પ્રશ્નપત્ર ફૂટે નહીં તે માટે શિક્ષણ બોર્ડે બે મોબાઇલ એપ લોન્ચ કરી છે. જેમાં અધિકારીઓએ સ્ટ્રોગરૂમમાંથી પરીક્ષા કેન્દ્રો પર પ્રશ્નપત્રનું બંડલ સીલ બંધ પહોંચે તે માટે ફોટો સ્ટેપ વાઇઝ ફોટો અપલોડ કરવાના રહેશે.

જો કાપલા લાવ્યા હોય તો પશ્ચાત્તાપ પેટીમાં નાખજો, નહીં તો 3થી 5 વર્ષની સજા- 2 લાખનો દંડ થઇ શકે was originally published on News4gujarati

Comments are closed.

Blog Stats

  • 517,433 hits
%d bloggers like this: