રાજ્યમાં આજથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે પોલીસે વિદ્યાર્થીઓમાં સલામતીનો ભાવ આવે તે હેતુસર વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી હતી.

વડોદરા શહેર-જિલ્લામાં પણ આજથી શરૂ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થતા પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વશેષ નજર રાખવામાં આવી રહી છે.

પોલીસે વિદ્યાર્થીઓમાં સલામતીનો ભાવ આવે તે હેતુસર દરેક કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓનું ફુલ આપી સ્વાગત કર્યું હતું તેમજ કેટલાક કેન્દ્રોમાં મોં મીઠું પણ કરવામાં આવ્યું હતું. મહિલા પોલીસ અધિકારીઓ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પરીક્ષા કેન્દ્રોમાં હાજર રહ્યા હતા.

બોર્ડના પરીક્ષાર્થીઓને વડોદરા પોલીસે ફુલ આપી શુભેચ્છા પાઠવી was originally published on News4gujarati