– વિધાનસભામાં ખુરશી બની ચર્ચાનો મુદ્દો
– મંત્રી બનવા અધીરા બનેલા નેતાએ ઓફિસનું રિનોવેશન કરાવ્યું ને, મનપસંદ ખુરશી ખરીદી
સરકારી ખર્ચે રોફરુઆબ જમાવવો એ ભાજપના નેતાઓનો શોખ રહ્યો છે. વિધાનસભામાં ભાજપના એક નેતાએ ઓફિસનું રિનોવેશન કરાવ્યુ છે.કેબિનેટ મંત્રીની ઓફિસને ય ટક્કર મારે તેવી ઓફિસ બનાવી આ ભાજપના નેતાએ મુખ્યમંત્રી જેવી ખુરશી લાવવા જીદ કરી હતી. જેના કારણે અધિકારીઓ ય મૂંઝાયા હતાં. વિધાનસભામાં આ ખુરશી ચર્ચાનો વિષય બની રહ્યો છે.
ભાજપના એક નેતા કે જે પોતાને સુપર સીએમ સમકક્ષ જ માને છે. વિધાનસભાના સત્ર પહેલાં જ આ નેતાની ઓફિસને નવો ઓપ આપવામાં આવ્યો છે. વિધાનસભા હોય કે,સ્વર્ણિમ સંકુલ. નિયત કરેલા નિયમ મુજબ જ ઓફિસમાં રિનોવેશન થાય છે અનેજે તે ફર્નિચરની ખરીદી થાય છે. પણ પ્રજા માટે નિયમ પણ ભાજપના નેતાઓ માટે કોઇ નિયમોને કોઇ લેવાદેવા નથી.
મંત્રી બનવા તલપાપડ થયેલાં ભાજપના નેતાએ પોતાની ઓફિસમાં બજેટ બહાર રિનોવેશન તો કરાવી લીધુ પણ ધારાસભ્યો અને મુલાકાતી પર રોફ-રૂઆબ જમાવવા મુખ્યમંત્રી જેવી જ ખુરશી લાવવા જીદ કરી હતી જેથી અધિકારીઓએ તેમને સમજાવ્યાં કે, અમુુક રકમથી વધુની ખુરશી ખરીદી શકાય નહીં. આમ છતાંય ભાજપના આ નેતાએ મુખ્યમંત્રી જેવી ખુરશી પર લાવી કામગીરી શરૂ કરી દીધી છે. હવે અધિકારીઓ મૂંઝાયા છેકે, ખુરશીનું બિલ કેવી રીતે પાસ કરવું. ભાજપના આ નેતાના વાણીવર્તનથી ભાજપના ધારાસભ્યો ય અંદરખાને નારાજ છે.કેમકે, મંત્રી કરતાંય આ નેતાઓનો જબરો વટને ઠાઠ છે.
ભાજપના નેતાએ જીદ કરી, મુખ્યમંત્રી જેવી જ ખુરશી લાવો was originally published on News4gujarati