– અમદાવાદમાં 2015ની રેલી વખતે નોંધાયેલા

– સેશન્સ કોર્ટે જારી કરેલા બિનજામીનપાત્ર વોરંટ સામે હાઇકોર્ટમાં અરજી: નવમી માર્ચ સુધી ધરપકડ નહીં થાય

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ સામે વર્ષ ૨૦૧૫માં નોંધાયેલા રાજદ્રોહ કેસમાં સેશન્સ કોર્ટે જારી કરેલા બિનજામીનપાત્ર વોરંટ સામે હાઇકોર્ટમાં અરજી કરી છે. હાઇકોર્ટે હાર્દિકને વચગાળાની રાહત આપી નવમી માર્ચ સુધી આ કેસમાં હાર્દિકની ધરપકડ ન કરવા આદેશ આપ્યો છે. કેસની વધુ સુનાવણી નવમી માર્ચના રોજ હાથ ધરવામાં આવશષ રાજદ્રોહ કેસની ટ્રાયલમાં હાર્દિક પટેલ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમાં હાજર ન થતો હોવાના કારણે કેસમાં વિલંબ પડી રહ્યો હોવાની સરકારની રજૂઆતને ગ્રાહ્ય રાખી કોર્ટે આ કેસમાં ત્રીજી વાર હાર્દિક પટેલ સામે બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યુ કર્યુ છે. જેથી આ વોરંટ સામે હાર્દિકે હાઇકોર્ટમાં અરજી કરી વોરંટ રદ કરવા માગણી કરી છે. હાર્દિકની રજૂઆત છે કે રાજકીય અદાવતના કારણે સરકાર એક પછી એક કેસમાં તેની ધરપકડ કરવા માગે છે. જો કે રાજદ્રોહની સુનાવણીમાં કોર્ટ સમક્ષ હાજર થાય તો અન્ય કેસમાં તેની ધરપકડ થઇ શકે તેમ છે. જેથી આ વોરંટ રદ થવું જોઇએ. હાઇકોર્ટે હાર્દિકને વચગાળાની રાહત આપી નવમી માર્ચ સુધી ધરપકડ ન કરવા આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડની સાભ વખતે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાંનોંધાયેલા રાયોટિંગના ગુનામાં અને બોપલમાં પરવાનગી વગર રેલી યોજવાના ગુનામાં હાલ હાર્દિક આગોતરા જામીન મેળવવા હાર્દિકે અરજીઓ કરી છે.

રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને હાઇકોર્ટ તરફથી વચગાળાની રાહત was originally published on News4gujarati