સ્કૂલમાં 25000 પ્લાસ્ટિકની બોટલો અને 50 કિલો પ્લાસ્ટિકની થેલીઓથી પ્લાસ્ટિક હાઉસ બનાવ્યું

વડગામની શ્રી વી.જે.પટેલ હાઈસ્કૂલના શિક્ષક એસ.વી.રહેવર દ્વારા સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિકને વાપરવાની અનોખી પહેલ શરૂ કરી હતી અને જાતે હાઈસ્કૂલમાં 25000 પ્લાસ્ટિકની બોટલો અને 50 કિલો પ્લાસ્ટિકની થેલીઓથી પ્લાસ્ટિક હાઉસ બનાવ્યું છે.

વડગામની શ્રી વી.જે.પટેલ હાઈસ્કુલના શિક્ષક એસ.વી રહેવર દ્વારા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાના ભાગરૂપે એક અનોખી પહેલ કરી હતી. જેમાં વડગામ તાલુકાના તમામ ગામોમાંથી પ્લાસ્ટિકની વેસ્ટ બોટલથી અને વેસ્ટ પ્લાસ્ટિક એકઠો કરી પોતાના સ્વખર્ચે શાળામાં ભણતા વિદ્યાર્થી તેમજ શિક્ષકના ઘરે તેમજ પોતે આખા તાલુકાના વિવિધ ગામોમાં ફરી લગભગ 25000 પ્લાસ્ટિકની બોટલો તેમજ 50 કિલો પ્લાસ્ટિકની થેલીઓ તેમજ પ્લાસ્ટિકની અન્ય વસ્તુઓ એકઠી કરી હાઈસ્કૂલમાં પ્લાસ્ટિક હાઉસ બનાવ્યું છે. 

ગાંધીજીની 150મી જન્મ જયંતી અંતર્ગત વી.જે.પટેલના શિક્ષકે  સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન પર અમલ કરીને સમાજ અને શિક્ષણ જગતને અલગ રાહ બતાવી હતી. ત્યારે આં અંગે શિક્ષકે જણાવ્યું હતું કે, છેલ્લા ચાર મહિનાથી પ્લાસ્ટિકની બોટલો તથા પ્લાસ્ટીકના કાગળ એકઠા  કરવાનું કામ મે કર્યું છે. હાઈસ્કૂલમાં પ્લાસ્ટિક હાઉસ બનાવી તેના નુકસાન અંગે બાળકોને જણાવ્યું છે અને આગળ પણ આ કાર્ય કરતો રહીશ. 
પ્લાસ્ટિક વાપરવાનું કેટલું ખતરનાક છે તે શાળાના આચાર્ય  રાકેશભાઈ પ્રજાપતિએ સમજાવ્યું હતું આ કાર્યક્રમમાં વડગામ મામલતદાર આર.સી.ઠાકોર, ટીડીઓ એ.એચ.પરમાર તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કો-ઓર્ડીનેટર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ રાકેશભાઈ  અને સ્ટાફ અને બાળકો હાજર રહ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્લાસ્ટીક મુક્ત ભારતની પહેલને આવકારી છે.  

વડગામ – હાઇસ્કૂલ શિક્ષકે સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિકમાંથી બનાવ્યું ઘર was originally published on News4gujarati