વડોદરાના ગુમ પરિવારની કાર ડભોઈ પાસે કેનાલમાંથી મળી, પાંચેયના મોત


છેલ્લા પાંચ દિવસથી ગુમ થયેલી કાર ડભોઇ તાલુકાના તેન તલાવ ગામની નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળી આવી છે. કારમાં સવાર પાંચ લોકો મૃત્યુ પામ્યા હતા

છેલ્લા પાંચ દિવસથી ગુમ થયેલી કાર ડભોઇ તાલુકાના તેન તલાવ ગામની નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળી આવી છે. કારમાં સવાર પાંચ લોકો મૃત્યુ પામ્યા હતા, આ તમામના મૃતદેહો કારમાંથી મળી આવ્યા છે. છેલ્લા પાંચ દિવસથી વડોદરા જિલ્લા પોલીસ આ પરિવારને શોધી રહી હતી.

ઉલ્લેખનીય છે કે, વડોદરાના નવાપુરાનો વેપારી કલ્પેશ પરમાર રવિવારે પત્ની તૃપ્તિ, માતા ઉષાબહેન તેમજ દીકરા અને દીકરીને લઇ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસે ગયો હતો. સાંજે કારમાં પરત વડોદરા જવા નીકળ્યા બાદ ભેદી રીતે ગુમ થઇ ગયો હતો.

પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ નહીં મળતા કલ્પેશના સાળા કિરણે કેવડિયા પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેવડિયા વિસ્તારના સવારથી સાંજ સુધીના સી.સી.ટી.વી ફૂટેજની ચકાસણી કરતાં સાંજે 7 વાગ્યાની આસપાસ કેવડિયાથી વડોદરા તરફ જતી કાર દેખાઇ હતી, અને બાદમાં ગુમ થયેલી કારની શોધખોળ શરૂ કરાઇ હતી.

શોધખોળ દરમિયાન ખબર પડી કે કાર નર્મદાની કેનાલમાં પડી છે અને તમામ પાંચેય લોકોના મોત થયા છે. બાદમાં ક્રેઇનની મદદથી મૃતક પરિવારને બહાર કઢવામાં આવ્યો હતો.

વડોદરાના ગુમ પરિવારની કાર ડભોઈ પાસે કેનાલમાંથી મળી, પાંચેયના મોત was originally published on News4gujarati

Comments are closed.

Blog Stats

  • 517,415 hits
%d bloggers like this: