– અવારનવાર ડ્રેનેજ લાઈનમાં પડતા ભંગાણના રીપેરીંગનો ખર્ચ કોર્પોરેશન પર આર્થિક બોજો વધારે છે

વડોદરા શહેરમાં ડ્રેનેજ લાઈન ચોકઅપ થવાના ડ્રેનેજ લાઈનમાં ભંગાણ થવાના અને મેન હોલ બેસી જવાના બનાવો વખતો વખત બને છે અને તેના કારણે ડ્રેનેજના પાણીના નિકાલના પ્રશ્નો સર્જાય છે બપોરે હેરાનગતિનો સામનો કરવો પડે છે એટલું જ નહીં કોર્પોરેશનને પણ ભંગાણ રીપેરીંગનો લાખોનો ખર્ચ આવે છે.

સ્ટેન્ડિંગ કમિટીમાં ભંગાણ રીપેરીંગ તાત્કાલિક કરાવ્યાની ચાર દરખાસ્ત રજૂ થઈ છે જેમાં કોર્પોરેશનને 76 લાખનો ખર્ચ થયો છે. વાસણા રોડ પર જુના વાસણા જકાત નાકા પાસે ટ્રિનીટી કોમ્પ્લેક્સ પાસે મુખ્ય ડ્રેનેજ ગ્રેવિટી ટ્રન્ક લાઇન મેન હોલ પર ભંગાણ પડયું હતું જેનો રીપેરીંગ ખર્ચ 11.28 લાખ થયો હતો.

વહીવટી વોર્ડ નંબર છમાં મલ્હાર પોઇન્ટ જંકશન જુના પાદરા રોડથી ઉર્મિ ચાર રસ્તા તરફ જતા શિવાંગ કોમ્પલેક્ષ પાસે વર્તમાન ડ્રેનેજ લાઈન ઉપર ભંગાણ પડયું હતું જેનો રીપેરીંગ ખર્ચ 4.65 લાખ થયો હતો.સુભાનપુરાથી ગોરવા તરફ જતા મુખ્ય રસ્તે શિવમ એપાર્ટમેન્ટ પાસે વર્તમાન ડ્રેનેજ મેઇન હોલ ઉપર ભંગાણ પડયું હતું. જેની તાત્કાલિક રિપેરિંગની કામગીરીનો ખર્ચ 17.19 લાખ થયો હતો.

વહીવટી વોર્ડ નંબર છના વિસ્તારમાં જુના પાદરા રોડ એબી એસ ટાવર સામે વર્તમાન ડ્રેનેજ ગ્રેવિટી લાઇન પર ભંગાણ થયું હતું. જેમાં જૂના પાદરા રોડ રોટરી ક્લબથી મલ્હાર પોઇન્ટ જંકશન સુધી નવી ઓવરફ્લો ડ્રેનેજ લાઈન નાખી હાલની લાઈન ચાલુ કરી હતી. જેનો રૂપિયા 42.90 લાખ ખર્ચ થયો હતો. આ કામગીરી અગત્યની હોવાથી જીપીએમસી કલમ. 67 3C હેઠળ કરાવી હતી.

વડોદરામાં ચાર સ્થળે ડ્રેનેજ લાઈન પર પડેલા ભંગાણ કોર્પોરેશનને 76 લાખમાં પડ્યા was originally published on News4gujarati