તાપી જિલ્લાના વ્યારા ખાતે સીંગી ફળિયામાં રહેતો કુખ્યાત બુટલેગર અનિલ ઢોડિયાને પોલીસે 18 હજારથી વધુના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યો છે. અનિલ ઢોડિયા આ અગાઉ પણ વ્યારા ખાતે દારૂના જથ્થા સાથે ત્રણ વાર તેમજ નવસારીના ચીખલી ખાતે પણ ગુનામાં પકડાયો હતો.
પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વ્યારાના સીંગી પુલ ફળિયામા રહેતો અનિલ વિનોદભાઈ ઢોડિયા ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરતો હોવાની માહિતી વ્યારા પી.આઇ હિતેન્દ્રસિંહ ગોહિલને મળતા તેઓએ ટીમ સાથે પુલ ફળિયામાં અનિલ ઢોડિયાના ઘરે જઈ તપાસ હાથ ધરી હતી. જેમાં તેના ઘરની બાજુમાં આવેલ બાથરૂમ તેમજ બાથરૂમના પાછળના ભાગેથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ વહીસ્કી, ટીન બિયર તેમજ વોડકાંની નાની મોટી બાટલીઓ નંગ 222 કિંમત રૂ.18,600 /-ના મુદ્દામાલ સાથે પોલીસે અનિલ ઢોડિયાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
કુખ્યાત બુટલેગર અનિલ ઢોડિયા પર કડક કાર્યવાહી કરવા માંગ.. 
વ્યારાના સીંગી પુલ ફળિયામાં દારૂના શોખીનોમાં અનિલ ઢોડિયાનું નામ ખૂબ જ જાણીતું છે.પોલીસની નજરોથી બચી બચી ને ગમે તેવા સંજોગોમાં પણ દારૂ પીવાના શોખીનોની દારૂની જરૂરિયાત પૂરી કરતો અનિલ અગાઉ નવસારીના ચીખલી ખાતે એક ગુનામાં અને વ્યારા પોલીસના ચોપડે ત્રણ દારૂના ગુનામાં પકડાઈ ચુક્યો છે ત્યારે આ વિસ્તારના પ્રજાજનોમાં આ અનિલ વિરુદ્ધ સખત પોલીસ કાર્યવાહી કરાઈ તેવી લોકલાગણી જોવા મળી રહી છે.

વ્યારાનો કુખ્યાત બુટલેગર અનિલ ધોડિયા પોલીસના સકંજામાં was originally published on News4gujarati