• સુરત પોલીસ કમિશનરનો બોર્ડ પરીક્ષાને લઈને નિર્ણય
  • પીસીઆર વાન વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે

આજથી બોર્ડની પરીક્ષાને લઈને છાત્રોને રસ્તામાં ટ્રાફિક જામનો પ્રશ્ન ઊભો થાય તો ગભરાવવું નહીં. વિદ્યાર્થી કે તેના પરિવારજનો ટ્રાફિક પોઇન્ટ પર પોલીસને જાણ કરી શકે છે, અથવા તો 100 નંબર પર ડાયલ કરી શકશે. જેથી ટ્રાફિક પોલીસ તાત્કાલિક વ્યવસ્થા કરાવશે, અથવા તો પીસીઆર વાન વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે.

પોલીસ વિદ્યાર્થીઓને મદદ કરશે

પોલીસ કમિશનર આર.બી.બહ્રભટ્ટે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે માટે ટ્રાફિકને લઇ અડચણ ન થાય તેના માટે સૂચના આપી છે. વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્રમાં પહોંચવા માં ટ્રાફિકને લઇ સમસ્યા હોય તો 100 નંબર હેલ્પ માંગી શકે છે. પોલીસ પરીક્ષા કેન્દ્ર પહોંચાડશે.

કેન્દ્રો પાસે લાઉડ સ્પીકર પર પ્રતિબંધ

દરેક પરીક્ષા કેન્દ્રો, સ્ટ્રોંગ રૂમ તેમજ ઝોનલ સેન્ટરો પર પોલીસ તૈનાત કરાયા છે. પરીક્ષા કેન્દ્રોની આસપાસમાં આવેલી ઝેરોક્ષની દુકાનો પરીક્ષાના સમયે બંધ રાખવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તેની સાથે-સાથે પરીક્ષા કેન્દ્રો નજીક લાઉડ સ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે.

સુરત ટ્રાફિક પોલીસ વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે, ટ્રાફિકમાં અટવાય તો ગભરાય નહીં, 100 નં. ડાયલ કરે was originally published on News4gujarati