– હેરીટેજ થીમ આધારીત દિવાલ બનાવવા રૂપિયા 2.40 કરોડ ચુકવાયા
પ્રોજેકટનો મુળ અંદાજ. રૂપિયા ૫.૩૫ કરોડ
રીવાઈઝ અંદાજમાં ઉમેરો રૂપિયા ૩.૦૫ કરોડ
મ્યુનિ.ના પ્રોજેક્ટ લેવા સમયે ભાજપ-કોંગ્રેસ ભાઈ-ભાઈ!: ફૂડસ્ટ્રીટ બનાવવાના પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના કોન્ટ્રાક્ટર પુત્ર ઉમંગ રાવલના આદિત્ય ઈન્ફ્રા બિલ્ડકોનને અપાયો હતો
લો-ગાર્ડન ખાતે વર્ષોથી ધમધમતા ખાણી-પીણી બજારનુ સ્થાન હવે હેપી ફૂડ સ્ટ્રીટ ૭ ફેબુ્રઆરીથી શરૂ કરાઈ છે.બે વર્ષ પહેલા આ સ્થળેથી ફેરીયાઓને દુર કરાયા બાદ આ સ્થળે હેરીટેજ થીમ આધારીત દિવાલ ૨૯૫ મીટર લંબાઈની એક દિવાલ બનાવાઈ છે.દિવાલ માટે કોન્ટ્રાકટરને રૂપિયા ૨.૪૦ કરોડ ચુકવાયા છે.ત્રણ દરવાજાની પ્રતિકૃતિ સાથેની આ દિવાલ રાજસ્થાન બનાવટના ઘડાયેલાપથ્થર અને કાસ્ટ આર્યનની મદદથી બનાવાઈ છે. લો-ગાર્ડન ખાતે દિલ્હી પેટર્ન આધારીત ફૂડ સ્ટ્રીટ તૈયાર કરવા બે વર્ષ અગાઉથી આયોજન કરાયુ હતુ.આ સ્થળે લો-ગાર્ડનથી એન.સી.સી.સર્કલ સુધીના વિસ્તારમા હેપી ફૂડસ્ટ્રીટ બનાવવા શહેરના પાલડી વોર્ડના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના કોન્ટ્રાકટર પુત્ર ઉમંગ રાવલના આદીત્ય ઈન્ફ્રા બિલ્ડકોન નામથી કામ કરે છે તેમને ફૂડસ્ટ્રીટનો પ્રોજેકટ અપાતા માર્ચ-૨૦૧૯માં પ્રોજેકટની કામગીરી કરાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી લોકાર્પણ કર્યુ છે. સામાન્ય રીતે એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરતા રહેતા ભાજપ-કોંગ્રેસ મ્યુનિ.ના પ્રોજેકટ લેવા સમયે એક થઈ જાય છે.લો-ગાર્ડનનો જે પ્રોજેકટ આપવામા આવ્યો તેને મંજુરી સ્થાયી સમિતિ દ્વારા આપવામા આવી હતી.એક દિવાલ બનાવવા પાછળ રૂપિયા ૨.૩૫ કરોડની રકમનો ખર્ચ કરાયો છે.વહીવટીતંત્રમા બેઠેલા જંગી રકમના ખર્ચ માટે બચાવ કરતા કહે છે,આ દિવાલ હેરીટેજ દિવાલ છે.
૩૭૦ મીટરના આર.સી.સી.રોડ માટે ચુકવાયો
રનીંગ મીટર દીઠ રૂપિયા ૨.૩૫ લાખનો ભાવ
હેપી સ્ટ્રીટમાં થયેલી કાર્યવાહી
૧ ૧.૫ મીટરની ફૂટપાથ ચાલવા માટે
૨ ૨.૫ મીટરની ફૂટપાથ દિવસે ચાલવા અને રાત્રે ખુરશીઓ મુકવા ઉપયોગ થાય છે.
૩ ૩.૫ મીટર એક સાઈડે પાર્કીંગ માટે જગ્યા રખાઈ.
૪ રાત્રે એક સાઈડ પાર્કીંગ એક સાઈડ ફૂડવાન ઉભી રહેશે.
૫ ૧.૨૦ મીટરનો સાઈકલ ટ્રેક
૬ ૩૬ પોલ નાંખવામાં આવ્યા
૭ સર્વિસ ડક નંખાઈ.
પ્રોજેકટ શરૂ કરાયો ૧૮-૩-૨૦૧૯
પ્રોજેકટ પુરો કરાયો ૦૫-૧-૨૦૨૦
રોડ પ્રોજેકટમાટે ખર્ચ ૬ કરોડ
હેપી ફૂડ સ્ટ્રીટ પાછળ રૂપિયા 8.40 કરોડનો ખર્ચ was originally published on News4gujarati