5 જેટલા બુકાની ધારીઓ દુકાનમાં પ્રવેશી હાથમાં રાખેલા સળિયા વડે ઈશારો કરી કામદાર ને કહ્યું “સાઈડ મેં બેથ જા ઓર હિલના ભી નહિ વરના કામ સે જાયેગા
સુરત જિલ્લાના પલસાણા ના કડોદરા ચાર રસ્તા નજીક આવેલી મોટર રિવાઈડિંગની દુકાનના શુક્રવારના મળસ્કે 5 જેટલા બુકાની ધારી લૂંટારુઓને દુકાનની શટર તોડી અંદર સુતેલા ઇસમને બંધક બનાવી એક ટન જેટલું જૂનું કોપર તેમજ સબ મર્શિબલ મોટર મળી અંદાજીત 11 લાખની લૂંટ ચલાવી જતા ચકચાર મચી ગયો છે પોલીસે
મળતી માહિતી અનુસાર કડોદરા ખાતે સુરત કડોદરા રોડ પર આવેલ ગબબર વાળી માતાના મંદિરની સામેની બાજુએ અંબિકા મોટર રિવાઇડીંગ નામની દુકાન આવેલી છે. જેમાં શુક્રવારની વહેલી સવારે અંદાજીત 3 વાગ્યાના અરસામાં 5 બુકાની ધારી માણસો આવે છે અને દુકાનની મુખ્ય દરવાજાની ગ્રીલને કાપી શટર ઉંચુ કરી દુકાનની અંદર પ્રવેશી અંદર સુતેલા દુકાનની બહારની ચા ની દુકાન ચલવતા શૈલેશ ઠાકોરનામના ઇસમને બંધક બનાવી પહેલા દુકાનના લગાવેલા તમામ સી.સી ટી.વી તોડી નાખ્યા હતા તેમજ મુખ્ય કેબિનના ડ્રોઅરમાં રહેલા 14 હજાર રોકડ તેમજ દુકાનમાં રહેલું અંદાજીત એક ટન જૂનું કોપર તેમજ નવી સબ મર્શિબલ મોટર સહિતનો 11 લાખથી વધુનો કોપરની લૂંટ મચાવી પીકઅપ ગાડીમાં નાંખી કડોદરા ચાર રસ્તા તરફ ભાગી છૂટ્યા હતા.જે બાદ બંધક બનેલા શૈલેશભાઈએ આજુબાજુના વ્યક્તિને ઉઠાડી દુકાન માલિક અરવિંદભાઈ કાનજીભાઈ પટેલ નાઓને જાણ કરી હતી જેમને કડોદરા પોલિસ મથકમાં જાણ કરતા પોલીસ સ્થળ પર આવી વધુ તપાસ હાથ ધરી ગુન્હો નોંધવાની તજવીજ હાથધરી છે
લૂટ નો ભોગ બનનાર શૈલેશભાઈ અમરજી ઠાકોરે જણાવ્યુ હતું કે રાત્રીના અંદાજીત 3 વાગ્યે શટર ઉંચુ થવાનો અવાજ આવ્યો કે હું જાગી ગયો હજુ કઈક સમજુ એ પહેલા તો 5 જેટલા બુકાની ધારીઓ દુકાનમાં પ્રવેશી એક એ હાથમાં રાખેલા સળિયા વડે ઈશારો કરતા મને કહ્યું “સાઈડ મેં બેથ જા ઓર હિલના ભી નહિ વરના કામ સે જાયેગા”એમ કહી મારો મોબાઈલ ઝૂંટવી લીધો અને આખી દુકાન ફંફોડી દુકાનમાં મુખ્ય કેબિનના ડ્રોઅરમાં રહેલા રોકડ રકમ સહિત જૂનું કોપર વાયર નવા વાયર સબ મર્શિબલ પમ્પ વગેરે સફેદ કલરના પિક અપ ટેમ્પામાં ભરી કડોદરા તરફ ભાગી છૂટ્યા હતા મને જ્યારે બંધક બનાવી બેસાડ્યો હતો ત્યારે હું એ પિકઅપ નો નંબર 4287 વાંચીયો હતો
લૂંટારૂઓ જતા જતા બંધક બનાવેલા ઇમ્સને જણાવ્યું કે ” તેરા મોબાઈલ પીછે રૂમમેં છુપાયા હૈ ફોન કરકે ધૂંધ લે ઓર શેઠ કો ફોન કર દે”
સુરત કડોદરા રોડ પર રોડની બાજુમાં જ આવેલી મોટર રિવાઈડિંગની દુકાનમાં લૂંટ કરવા આવેલા તસ્કરો 5 પુરુષો હતા તમામેં મોઢે બુકાની પહેરી હતી તેમજ પહેલા તેમને શટર બહારની ગ્રીલ કટર કરીને કાપી અને શટર ઉંચુ કરી દુકાનમાં પ્રવેશી દુકાનના તમામ કેમેરા તોડી નાખ્યા હતા તેમજ ડી.વી.આર લઈ ગયા હતા લૂંટારૂઓ જતા જતા બંધક બનાવેલા ઇમ્સને જણાવ્યું કે ” તેરા મોબાઈલ પીછે રૂમમેં છુપાયા હૈ ફોન કરકે ધૂંધ લે ઓર શેઠ કો ફોન કર દે”લૂંટ વાળા સ્થળે બાજુમાં આવેલી સારથી હોસ્પિટલ તેમજ જી.ઇ.બી. ઓફિસમાં બે વોચમેન જાગતા હતા ને તેમને ઘટનાની ખબર સુધા નહિ પડી બોલો
કડોદરામાં દુકાનના સુતેલા ઇસમને બંધક 11 લાખના કોપરની લૂંટ was originally published on News4gujarati