ચાણસ્મા મામલતદારને પુછતા જણાવેલ કે આ બાબતે મને કઇ પણ ખબર નથી.ખાણ ખનીજ વાળા રિપોર્ટ આપશે તો હું કાર્યવાહી કરીશ.

પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના મેરવાડા ગામે સરપંચ અને કોન્ટ્રકટર સાથે મળી નદીમાંથી રફી માટીનું બારોબારીયું કરતાં ગામના જાગૃત નાગરીક અને ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા પાટણ ખાણ ખનીજ અને મામલતદારને લાખો રૂપિયાની રોયલ્ટીની ચોરી કરવામાં આવી હોવાની લેખીત ફરીયાદ કરવામાં આવતા હડકંપ મચ્યો છે.  

તંત્રના જવાબદારો સ્થળ ઉપર જઇ અરજદારોને ખબર ના પડે તેવી રીતે ખાનગી તપાસ કરી જતા રહેતાં અરજદારો ગ્રામજનોમાં તંત્રના જવાબદારો વિરુદ્ધ ફિટકારની લાગણી પ્રસરી જવા પામી છે. ત્યારે ખુલે આમ હજારો મેટ્રિક ટન માટીની રોયલ્ટીની ચોરી કરતા ખનન માફીયા અને મળતિયા સરકારી તિજોરીને લાખોનો ચુનો લગાડતા હોવાની રજુઆતો જાગૃત નાગરિકો કરતા હોવા છતાં જવાબદાર તંત્રને સાચી તપાસો કરતા ક્યાં રાજકીય ગ્રહો નડી રહ્યા છે. તેવી ચર્ચાઓ જોર પકડયું છે. ચાણસ્મા મામલતદારને પુછતા જણાવેલ કે આ બાબતે મને કઇ પણ ખબર નથી.ખાણ ખનીજ વાળા રિપોર્ટ આપશે તો હું કાર્યવાહી કરીશ.

ચાણસ્માના મેરવાડા નદીમાંથી રફી માટીનું બારોબારીયું કરાતાં રજૂઆત was originally published on News4gujarati