ફાગણ સુદ પુનમને હોળી પુનમ કે ધૂળેટી પુનમ તરીકે ઓળખે છે પરંતુ હવે ફાગણી પુનમને ડાકોરના પદયાત્રી પુનમ તરીકે ઓળખ ઉભી થઇ છે. કાળઝાળ ગરમીમાં પણ લાખો પદયાત્રીઓ ડાકોર પહોંચે છે. જેમાં અમદાવાદ બાજુથી આશરે પાંચ લાખ પદયાત્રીઓ ડાકોર પહોંચે છે. તેવા સમયે ડાકોરના પદયાત્રી અને દર્શનાર્થીઓ માટે એક ખુશખબર સામે આવી રહ્યા છે.

ડાકોરના પદયાત્રી અને દર્શનાર્થીઓ માટે ડાકોર મંદિર ટ્રસ્ટે રૂપિયા 10 કરોડનો પબ્લિક લાયબિલિટી વીમો લીધો છે. જેમાં જો દુર્ભાગ્યવશ કોઈ પદયાત્રી અને દર્શનાર્થીઓનું કુદરતી, માનવસર્જિત આફતોમાં મોત થાય તો તેવા કિસ્સાઓમાં ભક્તોનું રૂપિયા 10 કરોડનું વીમા કવચ આપવામાં આવે છે. મોટા સમાચાર તે મળી રહ્યા છે કે, એક જ ઘટનામાં રૂપિયા 2.50 કરોડ સુધી વીમો ક્લેમ કરી શકાય છે. તો બીજી બાજુ ફાગણી પુનમને ડાકોરમાં કાળિયા ઠાકોરના દર્શન કરવા હોળી ઉત્સવમાં આવતા પદયાત્રી, વર્ષભરના યાત્રિકોને આવરી લે છે.

આ સિવાય ફાગણી પુનમને ડાકોરના દર્શન કરવા માટે પદયાત્રીઓ માટે માર્ગો ઉપર સેવા કેન્‍દ્રો દ્ધારા ચા-નાસ્‍તો અને જમવાની સેવા ઉપરાંત ન્‍હાવા માટે ગરમ પાણી, પદયાત્રીઓને પગ માલીસ પણ કરી આપવાની સેવા કેન્‍દ્રો દ્ધારા સેવા અપાય છે.રાજય સરકારના વહીવટી તંત્ર દ્ધારા પણ તમામ માર્ગો ઉપર આરોગ્‍ય સારવાર કેમ્‍પ, પદયાત્રીઓને આરામ માટે મંડપ, શૌચાલય, પીવાના શુધ્‍ધ પાણીની વ્‍યવસ્‍થા, કરવામાં આવે છે.

ડાકોર મંદિર ટ્રસ્ટેથી મળતી માહિતી પ્રમાણે, લાખો પદયાત્રીઓ અને યાત્રિકો, દર્શનાર્થીઓ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં ડાકોર મંદિરે ભક્તો માટે 10 કરોડનો પબ્લિક લાયેબીલીટી વીમો લીધો છે. 10 કરોડનો પબ્લિક લાયેબીલીટી વીમામાં પદયાત્રીઓ અને યાત્રિકો, દર્શનાર્થીઓને મોટો લાભ મળી રહ્યો છે. ડાકોર મંદિરમાં જો કુદરતી અને માનવસર્જિત અફતોમાં ભક્તોને 10 કરોડનું વીમા કવચ મળશે. એક જ ઘટનામાં અઢી કરોડ સુધી વીમો ક્લેમ કરી શકાય છે.

તમને જણાવી દઈએ કે, હોળી ઉત્સવમાં આવનાર 15 લાખથી વધુ પદયાત્રીઓ સહિત વર્ષભર આવતા યાત્રિકો વીમા કવચમાં આવરી લેવાનો નિર્ણય કર્યો છે. યુનાઈટેડ ઇન્ડિયા ઇન્યોરન્સ કંપની પાસે ડાકોર ટેમ્પલ કમિટીએ ઇન્સોરન્સ લેવાનો નિર્ણય લીધો હતો.

ડાકોરના પદયાત્રી-દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટે 10 કરોડનો વીમો લીધો was originally published on News4gujarati