હોળીના બે દિવસ બાકી હોય ત્યારે ધરાકી ફુલ ઉગડતી હોય છે અને લોકો ખરીદી કરતા હોય છે.
હોળી ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મહેસાણાના બજારોમાં ધાણી, ખજૂર, હારડાના વેચાણની ભારે બોલબાલા જોવા મળી રહી છે. ધાણી ખજૂરના ભાવમાં ગત વર્ષની સરખામણીએ આ વખતે રૂા. ૨૦થી ૩૦નો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. ઇરાકથી આયાત કરવામાં આવતી ખજૂરનો જથ્થો ન આવવાના કારણે તેમજ આ વર્ષે સતત વરસેલા વરસાદના કારણે ધાણી અને મકાઇના પાકમાં પણ ભારે નુકસાન થવા પામ્યું હતું. જેને પગલે ધાણી અને ખજૂરના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
હોળીના તહેવારને હવે માત્ર બે દિવસ બાકી રહયા છે. રંગોનું પર્વ એટલે ધુળેટી અને અનિષ્ટોનો નાશ કરતી હોળીના પર્વને લોકો શ્રધ્ધાભેર ઉજવણી કરે છે. શહેરના વેપારીઓ દ્વારા હોળીના તહેવારને લઇ બજારમાં ખજુર, ધાણી અને હારડા સહિતનો માલ બજારમાં ખડકી દેવામાં આવ્યો છે. જો કે હાલ તો બજારમાં ઘરાકીની શરૂઆત થઇ ચૂકી છે. આ અંગે રાજમહેલ રોડ પર આવેલી દુકાનમાં હોલસેલ વેપાર કરતા ધર્મેન્દ્રસિંહ રાજપૂત અને રાધનપુર સર્કલ પાસે સીંગચાણાની દુકાન ઘરાવતા ભરતભાઇ પાધ્યાએ જણાવ્યું હતુ કે હોળીના બે દિવસ બાકી હોય ત્યારે ધરાકી ફુલ ઉગડતી હોય છે અને લોકો ખરીદી કરતા હોય છે.
જો કે ગત વર્ષની સાપેક્ષમાં મકાઇ- જુવાર ધાણી અને ખજૂરમાં કિલોએ ૨૦ થી 30 રૂપિયા સુધીનો ભાવ વધારો છે. બાળકો માટે પણ બજારમાં વિવિધ વેરાઇટી સાથેની પિચકારીઓ પણ જોવા મળી રહી છે. આ વખતે બજારમાં દિલ્હીની સ્વદેશી બનાવટની પિચકારીઓની બોલબાલા જોવા મળી રહી છે. બજારમાં રુપિયા ૨૦ થી લઇને ૫૦૦ રુપિયા સુધીની પિચકારીઓ છે. હોળીના દિવસે લગ્નના પ્રથમ વર્ષ નવયુગલ હોય તે હોળીના દર્શન કરશે. પૌરાણિક માન્યતાઓ મુજબ હોળી પ્રગટાવ્યા બાદ તેની જવાળાઓની દિશા ઊંચાઇ સહિતના આશરો લઇને વરસાદનો વરતારો જોવામાં આવશે.
ચોમાસાની સિઝનમાં વધુ વરસાદથી પાકને નુકસાન
હોળી અને ધૂળેટીના પર્વમાં મકાઇ- જારની ધાણી અને ખજૂરની વિશેષ ખરીદી જોવા મળે છે. પરંતુ ગત વર્ષની સરખામણીએ ખજૂર, મકાઇ – જુવારની ધાણીમાં કિલોએ ૨૦ થી 3૦ રૂપિયાનો ભાવ વધારો થયો છે. આ અંગે રાધનપુર સર્કલ પાસે સિંગચણા દુકાન ઘરાવતા ભરતભાઇ પાધ્યાએ જણાવ્યું હતું કે આ વખતે ચોમાસા દરમિયાન દિવાળી સુધી વરસાદ રહેતા મકાઇ- જુવાર પાકોમાં નુકશાની થવા પામી હતી આથી ઉત્પાદનમાં ઘટાડો થયો હતો જેના કારણે બજારમાં મકાઇ અને જુવારની આવક ઓછી હોવાથી આ વખતે મકાઇ- જુવારની ધાણીમાં ભાવ વધારો થયો છે. જયારે ઇરાકથી ખજૂરની આયાતમાં ઘટાડો થવાથી ભાવ વધારો થયો છે.
વસંતઋતુમાં ખજૂર, ધાણી ખાવી હિતાવહ
શિવરાત્રી બાદ વાતવરણમાં ફેરફાર જોવા મળે છે. વસંતઋતુની સીઝનમાં ઠંડી અને ગરમી એમ બેવડી ઋતુ જોવા મળી છે. બેવડીઋતુને લઇ શરીદી, ખાસી અને કફની બીમારી જોવા મળતી હોય છે. ત્યારે વસંત ઋતુમાં ધાણી અને ખજૂરમાં શરદી, ખાસી અને કફની બિમારી નાથવા માટે ઉત્તમ ઓષધિ તરીકે પણ ગુંણકારી ગણવામાં આવે છે.
મહેસાણામાં ધાણી-ખજૂરના ભાવમાં રૂ. 20થી 30નો ભાવવધારો was originally published on News4gujarati