વડોદરાના નવાપુરા વિસ્તારમાં રહેતા કલ્પેશભાઈ પરમાર તેમજ તેમના પરિવારના ચાર સભ્યો મળી પાંચ વ્યક્તિના રહસ્યમય સંજોગોમાં મોતની તપાસ જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
પોલીસ વિવિધ પાસાઓના આધારે સંબંધીઓની પૂછપરછ કરી રહી છે. વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળ્યા બાદ વડોદરા પરત ફરતી વખતે કલ્પેશભાઈ તેમના પત્ની તૃપ્તિબેન માતા અને બે સંતાનો સહિત પાંચે વ્યક્તિઓ સાથેનીઅલ્ટો કાર લાપતા થઈ ગઈ હતી.
ચાર દિવસની ભારે શોધખોળ બાદ કાર ડભોઇ તાલુકાના તેન તળાવ ગામ પાસેની નર્મદા કેનાલમાંથી મળી હતી. બાદમાં પરિવારના તમામ પાંચેય સભ્યોની લાશ પણ કેનાલમાંથી પોલીસે શોધી કાઢી હતી. પાંચેય સભ્યોની અંતિમ ક્રિયા બાદ પોલીસે હવે આ રહસ્યમય બનાવનો ભેદ ઉકેલવા માટે તપાસ શરૂ કરી છે.
કલ્પેશભાઈએ પરિવારના સભ્યો સાથે આત્મહત્યા કરી છે કે પછી અન્ય કોઈ કારણ છે. તે અંગે વિગતો મેળવવા પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે. કલ્પેશભાઈ કોઈ દેવામાં ડૂબેલા હતા કે નહીં તે અંગે પણ પોલીસ વિગતો મેળવી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ સામૂહિક આત્મહત્યાનો બનાવ હોય તેમ બહાર આવ્યું છે.
વડોદરા: કલ્પેશભાઈ અને પરિવારના સભ્યોએ આત્મહત્યા કરી કે અન્ય કોઈ કારણ, પોલીસે તપાસ શરૂ કરી was originally published on News4gujarati