– એજન્ટો અને આરટીઓ અધિકારીની મીલી ભગતથી ચાલતું રેકેટ

– રામોલ પોલીસે ટ્રો કરેલા વાહનના 9000 હજાર ભરવાના બદલે બોગસ દસ્તાવેજ આધારે 1000 હજાર દંડ ભર્યો

એક તરફ આરટીઓમાં એજન્ટ પ્રથા નાબુદના દાવા કરાઇ રહ્યા છે. તો બીજીતરફ  એજન્ટો બે રોકટોક    કામ કરી રહ્યા છે, તેમાંયે ખાસ કરીને આરટીઓ અધિકારી અને એજન્ટની મીલી ભગતના કારણે  નિયમો નેવે મૂકીેને  ગેરકાયદે કામગીરી કરવામાં આવી રહી છે.

રામોલ પોલીસે ટ્રો કરેલા ટુ વ્હીલરને છોડાવવા આરટીઓમાં 9,000 દંડ ભરવાનો થતો  હતો. પરંતુ એજન્ટે  લાઇસન્સ, વીમો અને પીયુસીના નકલી દસ્વાવેજો રજૂ કરીને આરટીઓમાં માત્ર 1,000  દંડ ભર્યો હતો અને વાહન માલિક પાસેથી 7,000  પડાવ્યા હતા. રામોલ પોલીસે બે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભ્રષ્ટાચારથી ખદબદતા અમદાવાદ આરટીઓમાં ચાલતા નકલી મેમાનું વધુ એક કૌભાંડ બહાર આ વ્યું છે. ગોમતીપુરમાં નગરીમીલ પાસે રમણપુરાની ચાલીમાં રહેતા દિપકભાઇ નટવરભાઇ પરમારનું એક્ટિવા ટ્રાફિક નિયમ ભંગ બદલ પોલીસે ડિટેઇન કર્યું હતું.

તેઓ વાહન છોડાવવા માટે પોલીસે આપેલો મેમો ભરવા માટે વસ્ત્રાલ ખાતે આવેલી આરટીઓ કચેરી ગયા હતા. આરટીઓ ઓફિસમાં ડીએ બ્રાંચ દ્વારા વાહનનો વીમો, ડ્રાઇવિંગ લાઇસન્સ તથા પીયુસી નહી હોવાથી રૂા. 9,000 દંડ ભરવાની વાત કરી હતી.

જેથી તેઓ પરત આવત હતા આ સમયે આરટીઓના ઝાંપે પાસે ઉભેલા રખિયાલ વિસ્તારમાં કલંદરી મસ્જીદ પાસે એમ.બી. કોમ્પલેક્સમાં રહેતા ફરજનઅલી ઉર્ફે મહોમદજુબેર મહોમદબસીર શાહ અને રખિયાલ ચકુડીયા મહાદેવ નજીક શાહ એન્ડ પરીખ એસ્ટેટમાં રહેતા જુનેદ જફરઅલી પઠાણ નામના આરટીઓ એજન્ટે ફરિયાદીને રોક્યા હતા અને મેમોની પહોચ દેખીને રૂા. 7,000 દંડની માંગણી કરી હતી અને  બીજા દિવસે રસીદ લઇ જવાની વાત કરી હતી.

ગઇકાલે ફરિયાદીને આરોપીઓ આરટીઓમાં રૂા. 1,000 ભરેલાની રસીદ આપીને ફરિયાદી પાસેથી રૂા. 7,000 પડાવ્યા હતા. આ બનાવ  અંગે રામોલ પોલીસે બન્ને આરટીઓ સામે ગુનો નોધીને પોલીસે આજે બે આરટીઓ એજન્ટ અને વટવાના સોએબ  શેખ  સહીત ત્રણ શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં સુભાષબ્રિજ અને વસ્ત્રાલ આરટીઓ કચેરીમાં એજન્ટો પ્રથા નાબુદીનું અભિયાન ચલાવવાનું નાટક કરીને આરટીઓમાં આવતા અરજદારોના નામ સરનામા સહિતની ચોપડામાં એન્ટ્રી કર્યા બાદ આરટીઓ ઓફિસમાં પ્રવેશ આપવામાં આવતો હતો તેમ છતાં એજન્ટો અને આરટીઓ અધિકારીઓની મિલી ભગતના કારણે ગેરકાયદે કામગીરી ચાલી રહી છે.

RTOમાં નકલી દસ્તાવેજો રજૂ કરી વાહનનો ઓછો દંડ ભરવાનું કૌભાંડ was originally published on News4gujarati