કોરોના વાઈરસ અને યસ બેંકના લીધે સોમવારે પણ ભારતીય શેર માર્કેટમાં હાહાકાર મચ્યો. સેન્સેક્સ લગભગ 2357 પોઈન્ટ તૂટ્યો, જ્યારે નિફ્ટીમાં પણ લગભગ 600 પોઈન્ટથી વધારોનો ઘટાડો નોંધાયો.જો કે યસ બેંકના શેરોમાં 34%નો ઉછાળો જોવા મળ્યો. ભારતીય શેર બજારમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો છે. આ પહેલાં 2015માં સેન્સેક્સ 1,624 પોઈન્ટ તૂટ્યો હતો. બજારમાં આ કડાકાથી રોકાણકારોને ચિંતા વધી ગઈ છે.
સવારે સેન્સેક્સ 1169.74 પોઈન્ટ તૂટીને 36,406.88 પર કારોબાર કરી રહ્યું હતું જ્યારે નિફ્ટી 332.40 પોઈન્ટ તૂટીને 10,657.05 પર કારોબાર કરી રહ્યું હતું. બપોરે 1 વાગ્યે સેન્સેક્સ 2200 પોઈન્ટથી વધારે તૂટ્યો અને 35,547.27 પર કારોબાર કરી રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ પ્રાઇઝના વોર તથા કોરોના વાયરસ અને યસ બેન્ક સંકટને કારણે આજે શેરબજારમાં ભારે કડાકો બોલાઈ ગયો છે. આજે સવારે શરુ થયેલ બજારમાં સેન્સેક્સમાં 1500 પોઇન્ટ જયારે નિફ્ટીમાં 475 પોઈન્ટ્સનો કડાકો બોલાઈ ગયો છે. નિફ્ટી વર્તમાન સમયે 10,572 પર ટ્રેડ કરી રહ્યો છે. બીજી તરફ બેન્ક નિફ્ટી 20 સપ્ટેમ્બર 2019 બાદ પ્રથમ વખત 27,000થી નીચે ટ્રેન્ડ કરી રહ્યો છે.
બપોરે 1 વાગ્યા પછી નિફ્ટીમા વધુ 584નો કડાકો બોલતા સેન્સેક્સ 2100 તૂટી ગયો છે. બજાર અત્યારે 35,503 અંક પર ચાલી રહ્યુ છે. આ જ રીતે નિફ્ટી સતત નીચે જઇ રહ્યુ છે. આ જ રીતે નિફ્ટી 584 અંક નીચે જતા અત્યારે 10,404 પર કાયમ છે.
ક્રૂડમાં 30 ટકાનો કડાકો
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. સાઉદી અરબ દ્વારા રશિયા સાથે પ્રાઇસ વૉર શરુ કરાતાં આ કિંમતોમાં ઘટાડો થયો છે જે 1991 પછીનો સૌથી મોટો ઘટાડો છે. આ ઉપરાંત કોરોના વાયરસ પ્રકોપને કારણે ક્રૂડની માંગ ઘટી રહી છે જેથી વેચવાલીના દબાણમાં તેના પુરવઠામાં તેજી જોવા મળી છે. OPEC અને સહયોગીઓ વચ્ચે બેઠક પડી ભાંગી હતી તેમજ ક્રૂડ ઉત્પાદનમાં કાપ મુકવા અંગે કોઈ સમજૂતી થઇ શકી નથી.
આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર 14.25 ડોલર એટલે કે 31.5 ટકા તૂટીને 31.02 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે. તે 17 જાન્યુઆરી 1991 પ્રથમ ખાડી યુદ્ધ શરુ થવા અને 12 ફેબ્રુઆરી 2016 બાદ ક્રૂડની કિંમતોમાં સૌથી મોટો ઘટાડો છે. બીજી તરફ અમેરિકી વેસ્ટ ટેક્સસ ઇન્ટરમિડિયેટ ક્રૂડની કિંમતો પણ 11.28 ડોલર એટલે કે 27.4 ટકા ઘટીને 30 ડોલર પ્રતિ બેરલ પર આવી ગઈ છે. WTIમાં આ જાન્યુઆરી 1991 બાદનો સૌથી મોટો ઘટાડો છે અને 22 ફેબ્રુઆરી 2016 પછીનું સૌથી નીચલું સ્તર છે. હાલ તે 32.61 પ્રતિ ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.
સાઉદી અરેબિયાએ તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે અને આવતા મહિનાથી ઉત્પાદન વધારવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા બે મહિનામાં ક્રૂડ ઓઇલના ભાવમાં 50% થી વધુનો ઘટાડો થયો છે. 8 જાન્યુઆરી 2020ના રોજ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 71.75 ડોલર થઈ હતી. ત્યારબાદ ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઇલના આ ઘટાડાની સીધી અસર ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર પણ પડશે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. સાઉદી અરબ દ્વારા રશિયા સાથે પ્રાઇસ વૉર શરુ કરાતાં આ કિંમતોમાં ઘટાડો થયો છે જે 1991 પછીનો સૌથી મોટો ઘટાડો છે.આ ઉપરાંત કોરોના વાયરસ પ્રકોપને કારણે ક્રૂડની માંગ ઘટી રહી છે જેથી વેચવાલીના દબાણમાં તેના પુરવઠામાં તેજી જોવા મળી છે.
શેરમાર્કેટને કોરોના – ઈતિહાસનો મોટો કડાકો, સેન્સેક્સ 2357 પોઈન્ટ તૂટ્યો was originally published on News4gujarati