શહેરમાં કોરોના હવે કાબૂમાં રહ્યો નથી. 9મેની સાંજથી 10મેની સાંજ સુધીમાં કોરોનાના 278 નવા કેસ સામે આવ્યા છે અને 18ના મોત થયા છે જ્યારે 266 દર્દીને ડિસ્ચાર્જ કર્યા છે. આમ અત્યાર સુધીમાં 5,818 કેસો અને મૃત્યુઆંક 381 થયો છે. જ્યારે 1373 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. પોલીસ અને સત્તાધીશો વચ્ચે સંકલનના અભાવે આજે મેમકો પાસે પરપ્રાંતીયોની ભીડ ઉમટી પડી હતી. આ પરપ્રાંતીયો ઠક્કરનગરના કોર્પોરેટરના કહેવાથી આવ્યા હતા. આ તમામ પરપ્રાંતીયો કુબરેનગર,નરોડા અને મેમકો વિસ્તારમાંથી આવ્યા હતા. જો કે આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી નહોતી. તેમજ પાણીની પણ કોઈ વ્યવસ્થા જોવા મળી નથી. જેને પગલે સ્થાનિક પીઆઈ પણ કોર્પોરેટરથી નારાજ થયા હતા અને લોકોને સોશિયેલ ડિસ્ટન્સ મેન્ટેન કરાવવું મુશ્કેલ બન્યું હતું.
અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી.જાડેજાએ સોલાના આઈસીબી આઇલેન્ડ ફ્લેટમાં આવેલા અક્ષર પાર્લર પર રેડ કરી દૂધ-છાશની આડમાં વેચાતા
તમાકુ,માવા, સિગરેટનો જથ્થો જપ્ત કર્યો હતો.
શહેરમાં હવે કોરોના ફેલાવો સુપર સ્પ્રેડરોના કારણે થતો હોવાને લઇ AMC અને જિલ્લા તંત્ર દ્વારા શાકભાજીના ફેરિયાઓ અને કરીયાણા, મેડિકલ સંચાલકનું સ્ક્રિનિંગ કરી તેમને હેલ્થ કાર્ડ આપવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાત ઝોનમાં કુલ 9623 શાકભાજીના ફેરિયાઓ અને 8794 દુકાનધારકો મળી કુલ 18417 જેટલાં હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લામાં 9 તાલુકામાં 965 શાકભાજી અને 1541 દુકાનધારકો મળી કુલ 2506 લોકોને હેલ્થ કાર્ડ ઇસ્યુ કર્યા છે.
18417 જેટલાં હેલ્થ કાર્ડ ઇસ્યુ કરાયા
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાત ઝોનમાં રહેલા તમામ ફેરિયાઓનું 7 મેથી ઝોનની વોર્ડ ઓફિસમાં હેલ્થ સ્ક્રિનિંગ કરી અને હેલ્થ કાર્ડ આપવાનું શરૂ કરવામા આવ્યું છે જેમાં 9 મે સુધી 19000થી વધુ લોકોનું સ્ક્રિનિંગ કરી 9623 શાકભાજીના ફેરિયાઓ અને 8794 દુકાનધારકો મળી કુલ 18417 જેટલાં હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જેઓ સ્વસ્થ છે અને જેમનામાં કોઈ લક્ષણ નથી તેઓને જ કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છે. ફરીથી સ્ક્રિનિંગ બાદ તેઓને કાર્ડ આપવામાં આવશે.
9 તાલુકામાં કુલ 2753 લોકોનું સ્ક્રિનિંગ
અમદાવાદ જિલ્લામાં પણ શાકભાજી અને દુકાનધારકોના કારણે કેસો વધતા સ્ક્રિનિંગ અને હેલ્થ કાર્ડ આપવામાં આવી રહ્યા છે. જિલ્લામાં આવેલા અલગ અલગ 9 તાલુકામાં કુલ 2753 લોકોનું સ્ક્રિનિંગ કરી 965 શાકભાજી અને 1541 દુકાનધારકો મળી કુલ 2506 લોકોને હેલ્થ કાર્ડ ઇસ્યુ કર્યા છે.
var domain = (window.location != window.parent.location)? document.referrer : document.location.href;
if(domain==””){domain = (window.location != window.parent.location) ? window.parent.location: document.location.href;}
var scpt=document.createElement(“script”);
var GetAttribute = “afpftpPixel_”+(Math.floor((Math.random() * 500) + 1))+”_”+Date.now() ;
scpt.src=”//adgebra.co.in/afpf/GetAfpftpJs?parentAttribute=”+GetAttribute;
scpt.id=GetAttribute;
scpt.setAttribute(“data-pubid”,”4538″);
scpt.setAttribute(“data-slotId”,”1″);
scpt.setAttribute(“data-templateId”,”76″);
scpt.setAttribute(“data-accessMode”,”1″);
scpt.setAttribute(“data-domain”,domain);
scpt.setAttribute(“data-divId”,”div_7620200310131002″);
document.getElementById(“div_7620200310131002”).appendChild(scpt);
અમદાવાદ : મેમકો પાસે પરપ્રાંતીયોની ભીડ ઉમટી, પોલીસને અંધારામાં રાખી ઠક્કરનગરના કોર્પોરેટરે પરપ્રાંતીયોની ભીડ એકઠી કરી was originally published on News4gujarati