કોરોના વૈશ્વિક બિમારી વચ્ચે ગુજરાત સહિત આખા દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉન 3.0 હવે ધીરેધીરે પૂર્ણતાના આરે છે. તો બીજી બાજુ રાજ્યમાં રેડ ઝોનમાં લોકડાઉન હજુ વધવાના એંધાણ દેખાઈ રહ્યા છે, ત્યારે મહેસાણાના વિસનગરમાં એક મોટા સમાચાર મળી રહ્યા છે. મહેસાણા જિલ્લાના વિસનગરમાં આજથી ચાની કીટલી, ગલ્લા હોટલ, મોલ સિવાય તમામ બજારો ખુલશે.

વિસનગરમાં આજથી સવારથી 7થી 1 બજારો ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે. હા પરંતુ કેટલીક શરતોને આધીન બજારો ખોલવાની પરમિશન પ્રાંત અધિકારીએ આપી છે. વિસનગરમાં GIDC સવારે 9થી 5 સુધી ચાલુ રહેશે. ઉધોગોમાં કામ કરનાર લોકોએ ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે.

અત્રે નોંધનીય છે કે, વિસનગર તાલુકા સેવાસદનમાં રવિવારે પ્રાંત અધિકારી સી.સી. પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ધારાસભ્ય ઋષિકેશ પટેલ, ડીવાયએસપી એમ.બી. વ્યાસ, મામલતદાર બી.જે. પરમાર, ચીફ ઓફિસર અશ્વિન પાઠક, તાલુકા અને શહેર પીઆઇ હાજર રહ્યા હતા.

 બેઠકમાં કોપરસીટી મર્ચન્ટ એસોસીએસને કરેલી રજૂઆત અંગે ચર્ચા કરાઇ હતી. જેમા ચર્ચા વિચારણાના અંતે વહીવટી તંત્ર દ્વારા સવારે 7 થી 1 વાગ્યા સુધી ચાની હોટલ, રેસ્ટોરન્ટ, મોલ અને પાનના ગલ્લા સિવાય તમામ બજારો તેમજ જીઆઇડીસીમાં આવેલી ફેક્ટરી અને ઉદ્યોગો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ચીફ ઓફિસર અશ્વિન પાઠકે જણાવ્યું કે, સરકાર દ્વારા પ્રતિબંધિત ન હોય તેવા તમામ ધંધા-ઉદ્યોગ અને વ્યવસાયને બપોરે એક વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય કરાયો છે. ચુસ્ત નિયમોનું પાલન કરવું પડશે નિયમો નહીં પાળનારની દુકાન સીલ કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ICMRએ ડિસ્ચાર્જ પોલિસી રિવાઈઝડ કરીને 10 દિવસમાં દર્દીને ઘરે મોકલવા છુટછાટ આપ્યાના 24 જ કલાકમાં ગુજરાતમાં સારવાર હેઠળ રહેલા 5 ટકાથી વધારે દર્દીઓને ઘરે જવાની રજા મળી છે. રવિવારે સાંજે 24 કલાકનું મેડિકલ બુલેટિન જાહેર કરતા આરોગ્ય અગ્રસચિવ ડો.જંયતિ રવિએ અમદાવાદમાં 278, સુરતમાં 41, વડોદરામાં 25 અને ગાંધીનગરમાં 10 સહિત 17 જિલ્લાઓમાં કુલ 398 પોઝિટિવ રિપોર્ટ મળ્યાનું જાહેર કરતા ગુજરાતમાં કોવિડ-19ના કેસોની સંખ્યા 8195એ પહોંચી હતી.

જો કે, નવી ડિસ્ચાર્જ પોલિસીને કારણે અમદાવાદમાં 226, વડોદરામાં 41, સુરતમાં 33 એમ 29 જિલ્લાઓમાંથી 454 દર્દીઓને ડિસ્ચાર્જ મળતા એક રીતે અત્યાર સુધીમાં સાજા થઈને ઘરે પહોંચનારાઓની સંખ્યા પણ 2545 થઈ છે. શનિવાર બાદ રવિવારે પણ રાજ્યમાં મૃત્યુદરમાં ઘટાડો જોવા મળ્યો હતો. વિતેલા 24 કલાકમાં 21 દર્દીઓના મૃત્યુ થયાનું મેડિકલ બુલેટિનમાં જાહેર કરવામાં આવ્યુ છે.

var domain = (window.location != window.parent.location)? document.referrer : document.location.href;
if(domain==””){domain = (window.location != window.parent.location) ? window.parent.location: document.location.href;}
var scpt=document.createElement(“script”);
var GetAttribute = “afpftpPixel_”+(Math.floor((Math.random() * 500) + 1))+”_”+Date.now() ;
scpt.src=”//adgebra.co.in/afpf/GetAfpftpJs?parentAttribute=”+GetAttribute;
scpt.id=GetAttribute;
scpt.setAttribute(“data-pubid”,”4538″);
scpt.setAttribute(“data-slotId”,”1″);
scpt.setAttribute(“data-templateId”,”76″);
scpt.setAttribute(“data-accessMode”,”1″);
scpt.setAttribute(“data-domain”,domain);
scpt.setAttribute(“data-divId”,”div_7620200310131002″);
document.getElementById(“div_7620200310131002”).appendChild(scpt);

મહેસાણા જિલ્લાના વિસનગરમાં આજથી તમામ બજારો ખુલશે, જાણો કંઈ દુકાનો અને બજારો ખોલવાની પરમિશન મળી was originally published on News4gujarati