17 માપદંડોના આધારે વિવિધ દેશોના લોકડાઉનનો અભ્યાસ કર્યો છે જેમાં ભારતનું લોકડાઉન સૌથી કડક હોવાનું ધ્યાનમાં આવ્યું છે એટલું જ નહી વિકસિત દેશોની સરખામણીમાં સારું માનવામાં આવે છે. ભારતે કોરોના શરુઆતના તબક્કાથી જ કડક લોકડાઉનનો અમલ શરુ કર્યો હતો. ઓકસફર્ડ યૂનિવર્સિટી દ્વારા લોકડાઉનના અભ્યાસ માટે કોવિડ-19 ગર્વમેન્ટ રીસ્પોન્સ ટ્રેકર બનાવ્યું હતું. આ ટ્રેકર સાથે 100 લોકોની ટીમ કામ કરતી હતી જે 17 અલગ અલગ સંકેતોના આધારે સરકારના વલણની માહિતી ટ્રેકરમાં ફીડ કરતી હતી.
ત્રીજા ભાગમાં ચિકિત્સા સુવિધાઓ
આ સંકેતોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા હતા. પહેલા ભાગમાં સ્કૂલો, ઓફિસો બંધ થવી તથા સાર્વજનિક કાર્યક્રમો, વાહન વ્યહવાર પર પ્રતિબંધ અને ઘરમાં રહેવા જેવી બાબતનો સમાવેશ થતો હતો. બીજા ભાગમાં આર્થિક નીતિઓ સાથે જોડાયેલી બાબતો હતી જેમાં લધુત્તમ આર્થિક મદદ તથા બીજા દેશોને મદદનો સમાવેશ થતો હતો. ત્રીજા ભાગમાં ચિકિત્સા સુવિધાઓ જેમ કે ટેસ્ટિંગ ઇમરજન્સી સુવિધાઓમાં સરકાર દ્વારા નિવેશનો સમાવેશ થતો હતો.
લોકડાઉન ધરાવતા દેશોને 100માંથી અંક આપવામાં આવ્યા
આ સ્ટડીમાં લોકડાઉન ધરાવતા દેશોને 100માંથી અંક આપવામાં આવ્યા છે. આ યાદીમાં ભારત, રશિયા, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન તથા બોલિવિયાને ટ્રેકરમાં સૌથી વધુ આંક મેળવતા દેશોમાં સમાવેશ થાય છે. આ સ્ટડીમાં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇનના અમલ જેવી બાબતો પણ જોવામાં આવી હતી.
ભારતમાં હજુ જોઇએ તેટલી અસર જોવા મળી નથી
જો કે આ સ્ટડીનો મુખ્ય હેતું લોકડાઉનના કારણે કોરોના સંક્રમણથી થતા મોતની સંખ્યા જોવાનો હતો. ઘણા દેશોમાં લોકડાઉન છતાં મરણનો આંકડો સમાંતર જોવા મળ્યો હતો જયારે કેટલાક દેશોમાં જેમ કે સ્પેન, ફ્રાંસ અને ચીનમાં લોકડાઉનના કડક પાલનની સાથે મરણનું પ્રમાણ ઘટયું હતું. જો કે અમેરિકા, બ્રિટન અને ભારતમાં હજુ જોઇએ તેટલી અસર જોવા મળી નથી. લોકડાઉનનો અમલ છતાં સંક્રમણ અને મુત્યુના કેસ વધતા રહયા છે. લોકડાઉનના કડક અમલથી સ્થિતિ નિયંત્રણમાં આવી છે જેમાં ફ્રાંસ, ઇટલી, જર્મની, બ્રિટન, નેધરલેન્ડ, સ્વીડન, મેકિસકો, કેનેડા, બેલ્ઝિયમ, આયરલેન્ડ, તુર્કી, ઇઝરાયલ, ચીન, ભારત અને સ્વિત્ઝરલેન્ડનો સમાવેશ થાય છે.
વિશ્વની સરખામણીએ ભારતમાં લોકડાઉન કેવું રહ્યું સફળ, આ રહ્યો જવાબ was originally published on News4gujarati