અમદાવાદમાં કોરોના વાયરસનો બોમ્બ દિવસેને દિવસે ફાટ્યો છે, ત્યારે છેલ્લા કેટલાંક દિવસોથી શહેરમાં અષાઢી બીજના દિવસની રથયાત્રાને લઈને મહત્વપૂર્ણ ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે. 23મી જૂને નિકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા મામલે અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે ત્યારે આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદની રથયાત્રા અગાઉ યોજાતી જલયાત્રાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. હાલ એવા સમાચાર મળી રહ્યા છે કે ચાલું વર્ષે નીકળનારી રથયાત્રા અગાઉ યોજાતી જલયાત્રામાં ભક્તો જોડાઈ શકશે નહીં. એટલે કે તેમને પ્રવેશ નહીં મળે.
દર વર્ષે અમદાવાદમાં નીકળનારી રથયાત્રા અગાઉ યોજાતી જલયાત્રામાં લાખો ભક્તો અને સાધુસંતો જોડાયને અવસરનો અનેરો લ્હાવો ઉઠાવે છે. ત્યારે વૈશ્વિક રોગચાળા કોરોનાના કારણે મંદિરના ટ્રસ્ટે મોટો નિર્ણય લીધો છે. કોરોનાની મહામારીમાં મંદિરના ટ્રસ્ટે લીધેલા નિર્ણય પ્રમાણે ગાદીપતિ તેમજ ટ્રસ્ટના લોકો જ જલયાત્રામાં જોડાશે. ભૂદરના આરે માત્ર ટ્રસ્ટીઓ અને ગાદીપતિ જ પુજા કરશે.
એટલું જ નહીં, જલયાત્રાની તારીખ નક્કી કરી દેવામાં આવી છે. 5 જૂને અમદાવાદમાં જલયાત્રા યોજાશે. 5 જૂને નીકળનારી જલયાત્રામા ભક્તો જોડાઈ શકશે નહીં, જેથી જગતના નાથની જલયાત્રામાં ભક્તોને પ્રવેશ ના આપવાનો નિર્ણય તેમને દુ:ખ પહોંચાડનારો બન્યો છે. તમને જણાવીએ કે, અમદાવાદમાં દર્ વર્ષે જલયાત્રામાં 2થી 3 હજાર ભક્તો તેમજ સાધુ સંતો જોડાતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાને રાખી મંદિરના સૌથી મોટો નિર્ણય લીધો છે. મંદિરના ગાદીપતિ તેમજ મંદિર ટ્રસ્ટના લોકો જ જલયાત્રામાં હાજર રહી રહેશે. સાબરમતિના સોમનાથ ભૂદરના આરે માત્ર મંદિર ટ્રસ્ટ અને ગાદીપતિ જ ગંગાપુજન કરી કરશે.
અત્રે ઉલ્લેખનીય છેકે, 23મી જૂને નિકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા મામલે મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે 17 મે એ લોકડાઉન ખુલ્યા બાદ સરકાર સાથે બેઠક કરી ચર્ચા વિચારણા કર્યા બાદ રથયાત્રા અંગે નિર્ણય લેવામાં આવશે. સરકારની ગાઈડલાઈન મુજબ રથયાત્રા અંગેનું આયોજન કરવામાં આવશે. રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રા અને રથયાત્રામાં કેટલા લોકોને જોડવા અને કઈ રીતે યોજવી તેનું સરકાર સાથે બેઠક બાદ જ નિર્ણય લેવામાં આવશે.
બીજી બાજુ અમદાવાદ શહેરમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. 9મેની સાંજથી 10મેની સાંજ સુધીમાં કોરોનાના 278 નવા કેસ સામે આવ્યા છે અને 18ના મોત થયા છે જ્યારે 266 દર્દીને ડિસ્ચાર્જ કર્યા છે. આમ અત્યાર સુધીમાં 5,818 કેસો અને મૃત્યુઆંક 381 થયો છે. જ્યારે 1373 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.
var domain = (window.location != window.parent.location)? document.referrer : document.location.href;
if(domain==””){domain = (window.location != window.parent.location) ? window.parent.location: document.location.href;}
var scpt=document.createElement(“script”);
var GetAttribute = “afpftpPixel_”+(Math.floor((Math.random() * 500) + 1))+”_”+Date.now() ;
scpt.src=”//adgebra.co.in/afpf/GetAfpftpJs?parentAttribute=”+GetAttribute;
scpt.id=GetAttribute;
scpt.setAttribute(“data-pubid”,”4538″);
scpt.setAttribute(“data-slotId”,”1″);
scpt.setAttribute(“data-templateId”,”76″);
scpt.setAttribute(“data-accessMode”,”1″);
scpt.setAttribute(“data-domain”,domain);
scpt.setAttribute(“data-divId”,”div_7620200310131002″);
document.getElementById(“div_7620200310131002”).appendChild(scpt);
અમદાવાદમાં જગતના નાથની રથયાત્રા અગાઉ મહત્વના સમાચાર, જલયાત્રાને લઈ ટ્રસ્ટનો મોટો નિર્ણય was originally published on News4gujarati