ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે દરરોજ અનેક કેસો વધી રહ્યા છે. સરકારના અર્થાંગ પ્રયત્નો કરવા છતાં દિનપ્રતિદિન કેસોની સંખ્યા વધી રહી છે. મહેસાણાના વિસનગરમાં આજથી બજારો ખુલી ગયો છે, પરંતુ તેમ છતાં આજે મહેસાણામાં કેસ વધી રહ્યા છે.
બીજી બાજુ રાજ્યમાં પરપ્રાંતિય શ્રમિકો પર રાજનીતિ પુરી થયા બાદ હવે ડુંગરી પર રાજનીતિ શરૂ થઈ છે. રાજકોટમાં વોર્ડ નં. 12ના કોંગ્રેસના કોર્પોરેટર જરૂરિયાતમંદ લોકોને ડુંગળીનું વિતરણ કરી રહ્યા હતા. પરંતુ પોલીસે આવી તે બંધ કરાવી અટકાયત કરી હતી. એક પરિવારને 7 કિલો ડુંગળી આપવામાં આવતી હતી. પરંતુ ગણ્યા ગાંઠ્યા લોકો જ આવતા હતા અને સોશિયલ ડિસ્ટન્સ અભાવ જોવા મળતા પોલીસે તેની અટકાયત કરી છે.
રાજકોટમાં ડુંગળી વિતરણ કરતા કોર્પોરેટરની ધરપકડ થતા એક નવી દિશામાં રાજકારણ જઈ રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. ડુંગળી વિતરણ કરતા કોર્પોરેટરની ધરપકડ કેસમાં સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટના બાદ કોંગ્રેસના આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ દ્વારા જ નિયમનું પાલન ન થતું હોવાનો આરોપ લાગ્યો છે. પોલીસ સ્ટેશન બહાર પણ નિયમોનું ઉલ્લંઘન થયું છે. હાલ કોંગ્રેસના આગેવાનો પોલીસ સ્ટેશને પહોંચ્યા છે.
કડીમાં કોરોનાનો વધુ એક કેસ
મહેસાણા જિલ્લાના કડીમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો છે. કડીમાં 59 વર્ષીય આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ દર્દીની ગાંધીનગર સિવિલમાં સારવાર ચાલી રહી છે. કડીમાં કૌશિકભાઈ દવે નામના વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. સંક્રમિત વ્યક્તિ કેડીલા ઝાયડ્સ હોસ્પિટલમા એડમિટ હતા. શંકાસ્પદ લાગતા ગાંધીનગર ખાતે તેમને ખસેડાયા હતા. જે રિપોર્ટ આજરોજ પોજેટિવ આવ્યો તે હાલ ગાંધીનગર સિવિલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા છે.
જામનગરમાં આજે વધુ 2 કેસ
જામનગરમાં વધુ બે પોઝિટિવ કેસ આજે નોંધાયા છે. જેમાં પટેલ કોલોનીમાં રહેતા 63 વર્ષીય પૂરૂષ અને રણજીત સાગર રોડ પર મારવાડીવાસમાં રહેતા 36 વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આ સાથે જામનગરમાં કુલ 28 કેસ પોઝિટિવ નોંધાયા છે.
ભાવનગરના પાલિતાણામાં 1 કેસ
ભાવનગરના પાલિતાણામાં વધુ એક કેસ પોંઝિટિવ નોંધાયો છે. પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા વિલાસબેન કિશોરભાઇ સોરઠીયા (ઉ.વ.49)ને સમરસ છાત્રાલયમાં ક્વોરન્ટીન કરાયા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા છે. ભાવનગર જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 95 થઇ છે. અગાઉ પાલીતાણામાં પોઝીટીવ કેસ આવેલ તેમના સંબંધી છે તેઓ સમરસ હોસ્ટેલમાં અગાઉથી જ કોરોન્ટાઇન હતા.
ગાંધીનગરમાં કોરોનાના વધુ 7 કેસ
ગાંધીનગરમાં કોરોના વાયરસે કાળો કહેર વરસાવ્યો છે. ગાંધીનગરમાં સેક્ટર 24 અને સેક્ટર 7માં કોરોનાના કેસ નોંધાતા હડકંપ મચી જવા પામ્યો છે. એવું જાણવા મળી રહ્યું છે કે કોરોનાના દર્દીના સંપર્કમાં આવતા સંક્રમણ થઈને 7 કેસ સામે આવ્યા છે. મોટાભાગના લોકો પોઝીટીવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાથી કેસ વધ્યા છે.
આણંદના ખંભાતમાં વધુ 1 પોઝિટિવ કેસ
આણંદના ખંભાતમાં આજે વધુ 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. ખંભાતના ચિતારી બજારમાં 60 વર્ષના વૃદ્ધને કોરોના પોઝિટીવ કેસ નોંધાતા અરેરાટી વ્યાપી ગઈ છે. ખંભાતમાં હવે નવા વિસ્તારમાં કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે. આજે પણ નવો વિસ્તારમાં પોઝીટીવ કેસ આવતા તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.
var domain = (window.location != window.parent.location)? document.referrer : document.location.href;
if(domain==””){domain = (window.location != window.parent.location) ? window.parent.location: document.location.href;}
var scpt=document.createElement(“script”);
var GetAttribute = “afpftpPixel_”+(Math.floor((Math.random() * 500) + 1))+”_”+Date.now() ;
scpt.src=”//adgebra.co.in/afpf/GetAfpftpJs?parentAttribute=”+GetAttribute;
scpt.id=GetAttribute;
scpt.setAttribute(“data-pubid”,”4538″);
scpt.setAttribute(“data-slotId”,”1″);
scpt.setAttribute(“data-templateId”,”76″);
scpt.setAttribute(“data-accessMode”,”1″);
scpt.setAttribute(“data-domain”,domain);
scpt.setAttribute(“data-divId”,”div_7620200310131002″);
document.getElementById(“div_7620200310131002”).appendChild(scpt);
ગાંધીનગર, જામનગર, ભાવનગર, કડી અને આણંદમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો. was originally published on News4gujarati