અમદાવાદમાં કોરોનાનો કહેર વચ્ચે ગત રોજ સારા સમાચાર મળ્યા હતા. જેમાં અમદાવાદમાં સતત ડિસ્ચાર્જની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તો સાથે જ મોતનાં આંકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. પણ અમદાવાદના માથે હવે એક નવી મુસીબત સામે આવી છે. અમદાવાદના કોટ વિસ્તાર બાદ હવે કોરોનાનો ચેપ અન્ય વિસ્તારોમાં વધુ ફેલાયો છે. જો કે કોરોનાને કારણે સૌથી પ્રભાવિત વિસ્તાર પૂર્વ અમદાવાદ જ છે. અને પશ્ચિમ અમદાવાદમાં કોરોનાનો કહેર જોવા મળ્યો નથી.

અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવાત્ છે. અમદાવાદમાં 4 દિવસમાં કોરોનાનાં 1102 કેસ નોંધાયા છે. જેમાં ઈશનપુરમાં 4 દિવસમાં સૌથી વધુ 69 કેસ નોંધાયા છે. તો
અસારવા અને મણિનગરમાં 4 દિવસમાં 50- 50 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત બાપુનગર, બહેરામપુરા અને મેઘાણીનગર વિસ્તારમાં પણ કોરોનાનાં 46- 46 કેસ નોંધાયા છે. અસારવામાં ગત રોજ કોરોનાનાં 23 પોઝિટિવ કેસો સામે આવ્યા હતા.

સમગ્ર ગુજરાતમાં હાલ કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં કોરોનાનો કહેર સૌથી વધારે છે. છેલ્લા 4 દિવસની અંદર અમદાવાદમાં કોરોના પોઝીટીવ વ્યક્તિઓના 1102 કેસ નોંધાયા છે. 4 દિવસમાં અમદાવાદમાં નોંધાયાલેાં કેસોની સંખ્યા આ પ્રમાણે છે.

-7મી મેના રોજ અમદાવાદમાં 275 કેસ નોંધાયા
-8મી મેના રોજ અમદાવાદમાં 269 કેસ નોંધાયા
-9મી મેના રોજ અમદાવાદમાં 280 કેસ નોંધાયા
-10મી મેના રોજ અમદાવાદમાં 278 કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં શરૂઆતથી જ કોરોનાનું સંક્રમણ વધારે માત્રામાં છે. લોકોડાઉન અને ત્યારબાદ કોરોનાનું સંક્રમણ અટકાવવા રાજ્યમાં સૌથી પહેલા અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં કરફ્યુ લાદવામાં આવ્યો હતો. ત્યારબાદ પણ કેસ ન ઘટતા સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો. હાલ અમદાવાદ શહેરમાં સંપૂર્ણ લોકડાઉન ચાલી રહ્યું છે. તેમ છતાં છેલ્લા 4 જ દિવસની અંદર 1102 કેસનો વધારો શહેરમાં નોંધાયો છે.

અમદાવાદમાં સંપુર્ણ લોકડાઉન છતાં 4 દિવસમાં નોંધાયા 1000થી વધુ કેસ. was originally published on News4gujarati