દેશભરમાં કોરોના વાયરસથી સૌથી વધારે અસરગ્રસ્ત મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સામેની જંગ લડી રહેલા પોલીસ કર્મચારીઓને પણ વાયરસનો પ્રકોપ સહન કરવો પડી રહ્યો છે. 11 મેની સવાર સુધીમાં મહારાષ્ટ્ર્ પોલીસના 1000થી વધારે પોલીસ કર્મચારીઓ કોરોના વાયરસની લપેટમાં આવી ચૂક્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન મહારાષ્ટ્ર પોલીસના 221 કર્મચારીઓ કોરોના વાયરસની અડફેટમાં આવી ગયા છે.
પ્રાપ્ય જાણકારી પ્રમાણે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 1007 પોલીસ કર્મચારીઓ પોઝિટિવ મળી આવ્યા છે. આ પોલીસ કર્મચારીઓમાં 106 અધિકારીઓ છે અને 901 અન્ય કર્મચારીઓ છે. આટલું જ નહીં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ અત્યાર સુધીમાં સાત પોલીસ કર્મચારીઓનો ભોગ પણ લઈ ચૂક્યો છે.
દેશભરમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં જ છે અને વાયરસને ફેલાતો રોકવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને સંપૂર્ણ રીતે લાગુ કરાવવામાં પોલીસને આકરી મહેનત કરવી પડી રહી છે. પોલીસ કર્મચારીઓને કેટલીક વાર તેના માટે સખત વલણ પણ અપનાવવું પડી રહ્યું છે. આવામાં કેટલીક વખત પોલીસ કર્મચારીઓ પોતાના જીવના જોખમે સંક્રમીત વિસ્તારમાં જવું પડી રહ્યું છે તેના કારણે તેઓ કોરોનાની લપેટમાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે અત્યાર સુધીમાં કોરોના વાયરસના 67152 કેસ નોંધાયા છે જેમાંથી લગભગ એક તૃતિયાંશ એટલે કે 22171 કેસ ફક્ત મહારાષ્ટ્રમાંથી જ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં સાત પોલીસ કર્મચારીઓ સહિત 832 લોકો કાળનો કોળિયો બની ચૂક્યા છે. જોકે, રાજ્યમાં 4199 લોકો સ્વસ્થ્ય થવામાં પણ સફળ રહ્યા છે.
var domain = (window.location != window.parent.location)? document.referrer : document.location.href;
if(domain==””){domain = (window.location != window.parent.location) ? window.parent.location: document.location.href;}
var scpt=document.createElement(“script”);
var GetAttribute = “afpftpPixel_”+(Math.floor((Math.random() * 500) + 1))+”_”+Date.now() ;
scpt.src=”//adgebra.co.in/afpf/GetAfpftpJs?parentAttribute=”+GetAttribute;
scpt.id=GetAttribute;
scpt.setAttribute(“data-pubid”,”4538″);
scpt.setAttribute(“data-slotId”,”1″);
scpt.setAttribute(“data-templateId”,”76″);
scpt.setAttribute(“data-accessMode”,”1″);
scpt.setAttribute(“data-domain”,domain);
scpt.setAttribute(“data-divId”,”div_7620200310131002″);
document.getElementById(“div_7620200310131002”).appendChild(scpt);
મહારાષ્ટ્રમાં 1000થી વધારે પોલીસ કર્મચારીઓ કોરોનાની લપેટમાં, 24 કલાકમાં 221 નવા કેસ was originally published on News4gujarati