દેશવ્યાપી લોકડાઉને ભારતની આર્થિક સ્થિતિને વધુ નબળી બનાવી દીધી છે, કારણ કે બંધ પડેલા વેપાર-ધંધા અને ઉદ્યોગો તથા કોરોના વિરુદ્ધ લડાઇમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા કડક પગલાઓને લીધે દેશની દરેક પ્રવૃત્તિ સ્ટોપ કરવા પડ્યા છે. વધતી જતી આર્થિક સમસ્યાઓ વચ્ચે નાણા મંત્રાલયે કોઇપણ કેન્દ્રીય કર્મચારીના પગારમાં કાપ મૂકવાની રજૂઆત પર સ્પષ્ટતા કરવાની જરુર પડી છે. કેન્દ્ર આ મુદ્દાને સ્પષ્ટ રીતે નકારી દીધો છે. 

નાણા મંત્રાલયે ટ્વીટ કરી માહિતી આપી છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના કોઇપણ વર્ગમાં વર્તમાન પગારમાં કોઇ કાપ મૂકવામાં આવ્યો નથી અને સરકાર આવા કોઇ પ્રસ્તાવ પર વિચારણા નથી કરી રહી. આ મુદ્દે જાહેર કરાયેલા અહેવાલો નિરાધાર છે. 

કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે આ મુદ્દે જણાવ્યુ કે કેન્દ્રના કર્મીઓના પગારમાં કોઇપણ પ્રકારના કાપની રજૂઆત વિચારાધીન નથી. તેમણે ટ્વીટ દ્વારા કહ્યુ કે મીડિયાના એક વર્ગ દ્વારા પ્રસારિત આ પ્રકારના FAKE NEWSની અવગણના કરો, 

બીજી તરફ લોકડાઉન હોવા છતા ભારતમાં કોરોના સંક્રમણના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના સામેની લડાઇમાં લાબાં સમયથી લોકજડાઉન કરવામાં આવ્યુ છે જેના લીધે દેશવાસીઓ, ખાસ કરીને મધ્યમ વર્ગ સામે આર્થિક સમસ્યા ઉભી થઇ રહી છે. આ સમય દરમિયાન ખાનગી નોકરીઓ કરતો ઘણો મોટા વર્ગ નોકરીથી હાથ ધોઇ બેઠો હોવાના અહેવાલ પણ છે. સરકાર તરફથી કેટલાક ઉદ્યોગોને ફરી શરુ કરવાની છૂટ મળ્યા બાદ પણ  આ ગંભીર સ્થિતિ પર ક્યારે અંકુશ મેળવાશે તેના કોઇ સંકેત નથી મળી રહ્યા. 

https://platform.twitter.com/widgets.js

કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં કોઇપણ પ્રકારનો કાપ મૂકાયો નથી: નાણા મંત્રાલય was originally published on News4gujarati