રાજ્યમાં 9મેની સાંજથી 10મેની સાંજ સુધીમાં કોરોનાના 398 નવા કેસ નોંધાયા છે અને 21 દર્દીના મોત થયા છે. આમ અત્યાર સુધીમાં 8195 દર્દી નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક 493 અને 2545 દર્દી સાજા થયા છે.
રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ અંગે અપડેટ આપતા રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, મોટા શહેરોમાંથી ગામડામાં જતા લોકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. શ્રમિકોને ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. શ્રમિકોને તમામ નિયમ પાળવા અને સહકાર આપવા વિનંતિ કરું છું. હજુ પણ અનેક દુકાનો ખુલી રહેતી હોવાની ફરિયાદ મળી રહી છે. લોકો સહકાર આપશે તો જ સંક્રમણ વધતું અટકશે. સોશિયલ ડિસ્ટન્સિંગને જીવનનો ભાગ બનાવવો પડશે. કોરોના સામે લડાઈ લડવાની છે. ડ્રોનની મદદથી 12,243 ગુના નોંધાયા છે. સીસીટીવીની મદદથી 74 શખ્સની અટકાયત કરવામાં આવી છે.
11મેની સવારથી લઈ અત્યાર સુધીની મહત્વપૂર્ણ ધટનાઓ
અત્યાર સુધીમાં 2 લાખ 56 હજાર પરપ્રાંતીય શ્રમિકોને મોકલ્યાં, આજે વધુ 30 ટ્રેન રવાના થશેઃ અશ્વિની કુમાર
પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન મોકલવા અંગે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 2 લાખ 56 હજાર પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. આજે વધુ 30 ટ્રેન રવાના કરવામાં આવશે. જેમાં અમદાવાદથી 9 ટ્રેન રવાના થશે. જ્યારે રાજકોટમાંથી બે ટ્રેન રવાના થશે જેમાંથી એક ઉત્તરપ્રદેશ અને એક મધ્યપ્રદેશ જશે.
વિસનગરમાં શરતોને આધીન બજારો ખુલ્યાં
મહેસાણાના વિસનગરમાં આજથી સવારના 7થી 1 વાગ્યા સુધી બજારો ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે. હા પરંતુ કેટલીક શરતોને આધીન બજારો ખોલવાની પરમિશન પ્રાંત અધિકારીએ આપી છે. વિસનગર GIDC સવારે 9થી 5 સુધી ચાલુ રહેશે.
var domain = (window.location != window.parent.location)? document.referrer : document.location.href;
if(domain==””){domain = (window.location != window.parent.location) ? window.parent.location: document.location.href;}
var scpt=document.createElement(“script”);
var GetAttribute = “afpftpPixel_”+(Math.floor((Math.random() * 500) + 1))+”_”+Date.now() ;
scpt.src=”//adgebra.co.in/afpf/GetAfpftpJs?parentAttribute=”+GetAttribute;
scpt.id=GetAttribute;
scpt.setAttribute(“data-pubid”,”4538″);
scpt.setAttribute(“data-slotId”,”1″);
scpt.setAttribute(“data-templateId”,”76″);
scpt.setAttribute(“data-accessMode”,”1″);
scpt.setAttribute(“data-domain”,domain);
scpt.setAttribute(“data-divId”,”div_7620200310131002″);
document.getElementById(“div_7620200310131002”).appendChild(scpt);
મોટા શહેરોમાંથી ગામડામાં જતા લોકો પર ખાસ નજર, શ્રમિકો તમામ નિયમ પાળે અને સહકાર આપેઃ DGP was originally published on News4gujarati