હાલ કોરોનાના વાઈરસના કારણે હોસ્પિટલ જતાં લોકોની સ્થિતિ કફોડી બની છે. લિંબાયત ગોડાદરામાં રહેતી નર્સ વરાછાની ગાયનેક હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આવે છે. આ મહિલા નર્સને સોસાયટીના લોકો આવતાં જતાં હેરાન પરેશાન કરતાં હતાં. જેથી મહિલાએ પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસની ફરિયાદના આધારે ગુનો નોંધીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગોડાદરામાં રહેતા પિન્કીબેન શર્માએ જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ ફેલાયું ત્યારથી ડ્યુટી પર આવતાં જતાં અટકાવતા હતાં અને શાબ્દિક રીતે હેરાનગતિ કરતાં હતાં. જેથી પોલીસના અધિકારીઓને મળીને ફરિયાદ આપી હતી. જેથી પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી ધરી છે.

સોસાયટી પ્રમુખ સામે ગુનો દાખલ

પોલીસ ઈન્સપેક્ટર મકવાણાએ જણાવ્યું હતું કે, નર્સને હેરાનગતિ થતી હોવાની ફરિયાદ મળી જેના આધારે પ્રમુખ સહિતના અન્ય સોસાયટીના લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહિલા ગાયનેક હોસ્પિટલ વરાછા વિસ્તારમાં નોકરી કરે છે. જેને લોકોએ હેરાન કર્યા હતાં. હાલ વધુ તપાસ ચાલી રહી છે.

સુરત : ગોડાદરામાં રહેતી નર્સને બે મહિનાથી હોસ્પિટલથી આવતાં જતાં સોસાયટીવાસીઓ હેરાન કરતાં was originally published on News4gujarati