મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 933 પર પહોંચી ગયો છે. ગત રોજ એક 90 વર્ષના વૃદ્ધાના મોતના પગલે મત્યુઆંક 39 પર પહોંચી ગયો છે. જોકે, સારા સમાચાર એ છે કે, ગત રોજ સિવિલ હોસ્પિટલની તબીબ અને સ્ટાફ નર્સ સહિત શહેર જિલ્લામાં કોરોનાને માત આપી 62 દર્દીઓ સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી હતી. આ સાથે અત્યાર સુધીમાં કુલ 530 વ્યક્તિઓ કોરોનાને માત આપી સાજા થયા છે. જેથી રિકવરી રેટ 57 ટકા જેટલા થઈ ગયો છે.

કોરોનાની સામે જંગ લડી રહેલી સિવિલ હોસ્પિટલની તબીબ અને સ્ટાફ નર્સ સહિત શહેરના 61 અને જિલ્લામાં 1 દર્દી મળી કુલ 62 દર્દીઓને રવિવારે રજા આપવામાં આવી છે. જેમાં સિવિલ હોસ્પિટલના તબીબ ડો. ખુશાલી જે શ્રોફ(25) નો ગઈ તા.23મી એપ્રિલે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને દાખલ કરાયા હતા. રવિવારે તેઓ સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે. તેવી જ રીતે સિવિલમાં ફિઝિયોથેરાપી કોલેજમાં રહેતા અને સિવિલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા કાંતાબેન ભરતભાઈ ચૌહાણ(58)નો પણ ગઈ તા.27 એપ્રિલે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને પણ દાખલ કરાયા હતા. રવિવારે તેઓ પણ સાજા થતા તેમને પણ રજા આપી દેવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 530 દર્દીઓ સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે.

var domain = (window.location != window.parent.location)? document.referrer : document.location.href;
if(domain==””){domain = (window.location != window.parent.location) ? window.parent.location: document.location.href;}
var scpt=document.createElement(“script”);
var GetAttribute = “afpftpPixel_”+(Math.floor((Math.random() * 500) + 1))+”_”+Date.now() ;
scpt.src=”//adgebra.co.in/afpf/GetAfpftpJs?parentAttribute=”+GetAttribute;
scpt.id=GetAttribute;
scpt.setAttribute(“data-pubid”,”4538″);
scpt.setAttribute(“data-slotId”,”1″);
scpt.setAttribute(“data-templateId”,”76″);
scpt.setAttribute(“data-accessMode”,”1″);
scpt.setAttribute(“data-domain”,domain);
scpt.setAttribute(“data-divId”,”div_7620200310131002″);
document.getElementById(“div_7620200310131002”).appendChild(scpt);

સુરત : પોઝિટિવ કેસનો આંક 933 પર પહોંચ્યો, રિકવરી રેટ 57 ટકા થતા રાહત, મૃત્યુઆંક 39 was originally published on News4gujarati