લોકડાઉન દરમિયાન વધુમાં વધુ પ્રવાસીઓને ઘર પહોંચાડવાની કવાયત અંતર્ગત રેલવેએ હવે શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં 1200ના સ્થાને 1700 પ્રવાસીઓને મોકલવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં હવે આ સ્પેશિયલ ટ્રેનને નોન-સ્ટોપ તરીકે નહીં દોડાવવામાં આવે છે. હવે આ ટ્રેન સંબંધિત રાજ્યમાં ડેસ્ટિનેશન ઉપરાંત અન્ય ત્રણ સ્થળોએ પણ સ્ટોપ કરશે. રેલવેની યાદીમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રેનમાં પ્રવાસીઓને લઇ જવાની ક્ષમતા તેમાં રહેલી સ્લીપર સીટોની સંખ્યા પ્રમાણે જ હોવી જોઇએ. શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં 24 કોચ છે અને દરેક કોચમાં 72 પ્રવાસીઓને લઇ જવાની ક્ષમતા છે. સ્લીપર કોચમાં 72ના બદલે 54 પ્રવાસીઓને લઇ જવામાં આવી રહ્યા છે.

સ્ટોપથી થાઈ આટલા ફાયદા

અત્યાર સુધી જો પ્રવાસી મજૂર જે રાજ્યમાં ફસાયેલા છે. તેમના જિલ્લા પ્રમાણે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. માની લો કે, દિલ્હીમાં યૂપીના મજૂર ફસાયેલા છે. તેમના શહેર પ્રમાણે ટ્રેનની વ્યવસ્થા થઈ રહી છે. પ્રવાસી મજૂરોને પોતના જિલ્લા અથવા ફરી નજીકના ડેસ્ટિનેશનવાળી ટ્રેનમાં બેસીને જવુ પડી રહ્યુ છે. માની લો કે, ગોરખપુર માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચાલી રહી છે. હવે તે મજૂર બારાબંકી અથવા ગોંડાના છે. તેમને પણ મજબૂરી હતી કે, તેઓ ગોરખપુર સુધી જાય. પછી ત્યાંથી કોઈ રીતે પોતાના ઘર પર પહોંચે. હવે જો આ જ ટ્રેન ગોંડા અથવા બારાબંકીમાં પણ રોકાય તો આ પ્રવાસીઓને પણ સરળતા રહે. તે સિવાય રાજ્યમાં પણ સરળતાથી પ્રવાસિઓને મોકલી શકશે. હજુ સુધી તેમને સંબંધિત જિલ્લામાંથી વધારેમાં વધારે રજિસ્ટ્રેશનની રાહ જોઈ રહ્યા છે.

મોદી સરકારના ટ્રેન માટેના નવા નિયમો કોરોના રોકશે નહીં વકરાવશે. was originally published on News4gujarati