રાજ્યમાં વૈશ્વિક બિમારી કોરોના વાયરસની વચ્ચે પરપ્રાંતિય શ્રમિકો પોતાના વતને જવા જીદે ચઢ્યા છે. અન્ય રાજયોના શ્રમિકો પોતાની કર્મભૂમિ છોડીને જન્મભૂમિ તરફ વળ્યા છે. ત્યારે પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન મોકલવા અંગે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે અત્યાર સુધીમાં 2 લાખ 56 હજાર પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા હોવાની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે આજે વધુ 30 ટ્રેન રવાના કરવામાં આવશે. જેમાં અમદાવાદથી 9 ટ્રેન રવાના થશે. જ્યારે રાજકોટમાંથી બે ટ્રેન રવાના થશે જેમાંથી એક ઉત્તરપ્રદેશ અને એક મધ્યપ્રદેશ જશે.

કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે ભવિષ્યની રણનીતિ સંદર્ભે PM સાથે બેઠકની વાતચીત કરવામાં આવી છે. ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ હાલની સ્થિતિ અંગે PM સાથે ચર્ચા કરી હતી. CM રૂપાણી બેઠકમાં પોતાના વિચાર રજૂ કરશે. બીજી બાજુ રાજ્યંમાં શ્રમિકોને વતન પહોંચાડવાનું કામ ચાલી રહ્યું હોવાની વાત અશ્વિની કુમારે કરી હતી. તેમણે જણાવ્યું કે, દેશમાં 461 સ્પેશિયલ ટ્રેન પૈકી ગુજરાતમાં 209 ટ્રેન કાર્યરત કરવામાં આવી છે. જેમાં મહારાષ્ટ્રમાં 13, તેલંગાણાથી 27 ટ્રેન ચલાવવામાં આવી છે. અન્ય રાજ્યોનો હિસ્સો ગુજરાત કરતા ઓછો છે.

આ સિવાય કોરોનાની સ્થિતિને પહોંચી વળવા CM રૂપાણીએ જિલ્લા કલેક્ટરોને તાકીદે સૂચના આપી દીધી છે. આ સિવાય શ્રમિકો પોતાના વતન જવા માગતા લોકો સાથે તંત્ર ખડેપગે હોવાનું જણાવ્યું છે. શ્રમિકો માટે તમામ પ્રકારની તૈયારી કરી છે. જેમાં UP માટે 147, બિહારની 23, ઓડિશા 21 ટ્રેન, MP 11, ઝારખંડ 6, છત્તીસગઢ માટે એક ટ્રેન રવાના કરાઈ છે. પરપ્રાંતિય શ્રમિકો માટે અમદાવાદથી 50, સુરતથી 72, વડોદરાથી 16 ટ્રેન, મોરબીથી 7, પાલનપુરથી 6, નડિયાદથી 5 ટ્રેન ચાલું કરાઈ છે. રાજ્યમાં 209 ટ્રેનથી 2.56 લાખ શ્રમિકોને વતન પહોંચાડ્યા છે.

આજે અમદાવાદથી 9 ટ્રેનમાં 7 UP, એક છત્તીસગઢ જશે. સુરતથી 8 ટ્રેન, રાજકોટથી 3 ટ્રેન, વડોદરા અને મહેસાણાથી પણ 2 – 2 ટ્રેન રવાના થશે. આજે રાત સુધી 239 ટ્રેનથી 2.94 લાખ લોકો વતન પહોંચશે. પરપ્રાંતિય શ્રમિકોના ચહેરા પર આનંદ, ખુશીનો ભાવ હોવાની વાત કરી છે. બીજી બાજુ મધ્યમ વર્ગના લોકોને અનાજ વિતરણ મામલે પણ પ્રકાશ પાડ્યો હતો. 3 લાખથી વધુ શ્રમિકોએ મનરેગામાં રોજી રોટી મેળવી હોવાની વાત કરી હતી. સુજલામ સુફલામમાં 23 હજાર જેટલા શ્રમિકોનો સમાવેશ થાય છે.

આજે વધુ 30 ટ્રેન શ્રમિકોને લઈ તેમના વતને જશે, જાણો CMના અગ્રસચિવ અશ્વિની કુમારની ખાસ વાતો was originally published on News4gujarati