નવસારીથી યુપી જવા રવિવારે વધુ બે ટ્રેન રવાના થઈ હતી. જોકે સાંજે એક ટ્રેન લખનૌની જગ્યાએ નજીકના સીતાપૂર ગઈ હતી. નવસારી જિલ્લામાં રહેતા યુપી, બિહારવાસીઓને હાલ લોકડાઉનમાં તેમના વતન લઈ જવા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય અંતર્ગત શનિવારે પ્રથમ ટ્રેન નવસારીથી પ્રયાગરાજ 1167 લોકોને લઈ રવાના થઈ હતી. આજે રવિવારે પુનઃ બે ટ્રેન નવસારીથી યુપી રવાના કરાઈ હતી. બપોરે 12.00 વાગ્યાના અરસામાં પ્રથમ ટ્રેન અંદાજે 1200 મુસાફરો લઈને પ્રયાગરાજ જ બીજી ટ્રેન ગઈ હતી. અન્ય એક ટ્રેન સાંજે 05.00 વાગ્યે નવસારીથી લખનૌ જવાની હતી, જોકે લખનૌ ઘણી ટ્રેનો જઈ રહી હોય જગ્યાની સમસ્યાને લઈને લખનૌની નજીકના સીતાપૂર સ્ટેશન રવાના કરાઈ હતી. જેમાં પણ અંદાજે 1200 મુસાફરો હતા. અહીં ઉલ્લેખનીય છે કે સોમવાર માટે પણ પ્રયાગરાજની વધુ એક ટ્રેનની મંજૂરી માંગી હતી. જેની સાંજે 06.00 વાગ્યા સુધી મંજૂરી મળી ન હતી.
જલાલપોર તાલુકાના મરોલી વિસ્તારમાં અનેક શ્રમિકો બીજા રાજ્યોમાંથી મજૂરી બાંધકામ અર્થે અથવા ઉદ્યોગોમાં કામ અર્થે આ વિસ્તારમાં આવ્યા હતા. કોરોના વાઇરસને લઇ લોકડાઉન થતા શ્રમિકોની હાલત દયનિય બની હતી. જોકે લોકડાઉનનો 51 દિવસ બાદ તંત્રએ એમને એમના વતન મોકલવાનો નિર્ણય કરતા આજરોજ તા. 10 મે ના રોજ સવારે 10.00 વાગ્યે એસટી બસ દ્વારા નવસારી રેલવે સ્ટેશને લઇ જવાયા હતા. ત્યાંથી ટ્રેન મારફતે અલ્હાબાદ રવાના કરાયા હતા. યાત્રાધામ ઉનાઈ થી ઉત્તર પ્રદેશ માટે 21 શ્રમિકોને મેડિકલ તપાસ બાદ રવિવારે બસમાં નવસારી રેલવે સ્ટેશન મોકલાયા હતા. જ્યાંથી પ્રયાગરાજ(અલ્હાબાદ) માટેની ટ્રેનમાં તમામને વતન પરત મોકલાયા હતા.
ગણદેવી અને બીલીમોરાથી 461 શ્રમિક વતન ભણી
બીલીમોરા અને ગણદેવીથી 461 લોકોને 14 બસો મારફત નવસારી રેલવે સ્ટેશન લવાયા હતા. જ્યાંથી ટ્રેનમાં અલ્હાબાદ રવાના કરાયા હતા. આ પ્રસંગે ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ, ચીખલી પ્રાંત અધિકારી દિગ્વિજય જોગીયા, ટીડીઓ કીર્તિ ગરાસીયા, મામલતદાર અશોક નાઈક, સર્કલ કે.પી નાગર, પાલિકા પ્રમુખ મનીષ નાયક, પ્રમુખ પ્રજ્ઞેશ પટેલ સહિતનાએ વિદાય આપી હતી.
વાંસદા તાલુકાની પ્રાંત કચેરીના તાબા હેઠળ વાંસદા અને ખેરગામ તાલુકાના 219 ઉત્તર ભારતીયોને મેડિકલ ચેકઅપ કર્યાં બાદ સવારે અલગ-અલગ વિસ્તારોમાંથી વાંસદા એસ.ટી.ડેપો. ખાતે લાવી નવસારી સુધી અને ત્યાંથી ટ્રેન મારફતે અલાહબાદ વતન મોકલવાની કામગીરી કરતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વાંસદાના પ્રાંત અધિકારી આર.સી.પટેલે જણાવ્યું હતું કે, વાંસદા તાલુકામાં ફસાયેલા યુપી વાસીયો નું લિસ્ટ બનાવી ગ્રામપંચાયત દ્વારા પ્રાંત કચેરીમાં લિસ્ટ આપી હતી રવિવારે તમામને પાણી અને ફૂડ પેકેટ આપી રવાના કરાયા હતા. જ્યારે વાંસદા ગ્રામ પંચાયતના સરપંચ હીનાબેન પટેલે જણાવ્યું હતું કે, વાંસદા તાલુકામાં લોકડાઉન દરમિયાન ઘણા લોકો ફસાયેલા હતા લોકડાઉન દરમિયાન આ લોકોને તમામ સુવિધાઓ પુરી પાડી હતી ઉપલી કક્ષાના આદેશ અનુસાર ફસાયેલા લોકોની યાદી તૈયાર કરી મંજૂરી મેળવી ઘણા ફસાયેલા લોકોને વતન રવાના કરાયા છે.
var domain = (window.location != window.parent.location)? document.referrer : document.location.href;
if(domain==””){domain = (window.location != window.parent.location) ? window.parent.location: document.location.href;}
var scpt=document.createElement(“script”);
var GetAttribute = “afpftpPixel_”+(Math.floor((Math.random() * 500) + 1))+”_”+Date.now() ;
scpt.src=”//adgebra.co.in/afpf/GetAfpftpJs?parentAttribute=”+GetAttribute;
scpt.id=GetAttribute;
scpt.setAttribute(“data-pubid”,”4538″);
scpt.setAttribute(“data-slotId”,”1″);
scpt.setAttribute(“data-templateId”,”76″);
scpt.setAttribute(“data-accessMode”,”1″);
scpt.setAttribute(“data-domain”,domain);
scpt.setAttribute(“data-divId”,”div_7620200310131002″);
document.getElementById(“div_7620200310131002”).appendChild(scpt);
નવસારીથી વધુ બે સ્પેશિયલ ટ્રેન ઉત્તરપ્રદેશ રવાના, મરોલીથી 119 શ્રમિકો, ઉનાઇથી 21 શ્રમિકને મેડિકલ ચેકઅપ કરાયા was originally published on News4gujarati