ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે આ વચ્ચે કેન્દ્ર સરકાર પણ લોકડાઉન ખોલવાના એંધાણ આપી રહ્યુ છે. જોકે, રાજ્યમાં કોરોનાથી સૌથી વધારે ઈફેક્ટીવ થયેલા અમદાવાદમાં કેવા પ્રકારના નિયમો રહેશે તેના વિશે અસંમજ ચાલી રહ્યુ છે. જોકે, આ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મહત્વનો નિર્ણય લીધો છે. ત્યારે અમદાવાદવાસીઓએ શાકભાજી અને કરિયાણાને લઈ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અમદાવાદમાં હવે ઘરે-ઘરે શાકભાજી અને કરિયાણું મળી રહે એવી વ્યવસ્થા અમદાવાદ કમિશ્નર દ્વારા કરવામાં આવી છે. જેમાં 15 મે બાદ લોકોને ઘર બેઠા શાકભાજી અને કરિયાણું મળી રહેશે. જોકે, તે માટે લોકો, વેપારીઓ અને ફેરિયાઓએ પણ અમુક નિયમોનુ પાલન કરવુ પડશે.

આ રીટેલ કંપનીઓ કરશે હોમ ડિલીવરી

લોકડાઉનના આ પીરિયડમાં સરાકાર દ્વારા એક સ્ટ્રેટજી નક્કી કરવામાં આવી છે. જેમાં મોટી રીટેલ કંપનીઓ ઘર બેઠા લોકોને શાકભાજી અને કરીયાણાની હોમ ડિલીવરી કરશે. જે માટે AMC એ D-mart, Osia Hypermart, Big Basket, Big Bazar, Zomato, Swiggy જેવી કંપનીઓનો સમાવેશ થશે. તમે આ લોકોનો સંપર્ક કરીને વસ્તુ મંગાવી શકશો અને આ લોકો સંપૂર્ણ સ્ક્રિનિંગની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ વસ્તુની ડિલીવરી કરશે.

મિંટિંગમાં લેવાયા આ નિર્ણય

રાજીવ કુમાર ગુપ્તાના વડપણ હેઠળ યોજાયેલી મીટિંગમાં લેવાયા મહત્વનાં નિર્ણયો.

મીટિંગમાં મુકેશ કુમાર સહિત તમામ ડેપ્યુટી કમિશનરો હાજર.
AMCનું હેલ્થકાર્ડ સાત દિવસ માટે વેલિડ.
15 મેથી અમદાવાદના તમામ નાના મોટા સ્ટોરમાં કેશ લેસ નાણાકીય વ્યવહારો ફરજિયાત કરાશે.
ડી માર્ટ, ઓશિયા, બિગ બાસ્કેટ. બિગ બાઝાર, ઝોમેટો, સ્વીગી જેવી હોમ ડિલિવરી સર્વિસ પૂરી પાડતી કંપનીઓના તમામ સ્ટાફનું ફરજિયાત સ્ક્રીનિંગ કરાવવા આદેશ.
કરન્સી નોટ મારફતે કોરોના ફેલાતો હોવાના કારણે તમામ નાણાકીય વ્યવહારો ફરજિયાત કેશ લેસ કરવા લેવાયો નિર્ણય.
યુપીઆઇ અને અન્ય પ્લેટફોર્મ મારફતે ડિજિટલ પેમેન્ટ કરવાનું રહેશે.
હોમ ડિલિવરી પ્રોટોકોલ આ પ્રમાણે રહેશે.
હેલ્થ કાર્ડ સાત દિવસ સુધી જ માન્ય રહેશે ટાઇમ ટુ ટાઇમ એએમસીમાં રિન્યુ કરાવવાનું રહેશે.
કન્ટેન્ટમેન્ટ એરિયામાં ડિલિવિરીની મંજૂરી નથી.
કેશ ઓન ડિવિલરીની મંજૂરી નહીં.
તમામ ડિલિવરી બોય માટે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી ફરજિયાત.

કરિયાણાની 17000 રિટેલ શોપ છે

અમદાવાદમાં શાકભાજી, ફળ, દૂધ, કરિયાણાની 17000 રિટેલ શોપ છે. કોર્પોરેશન 100 ટીમ બનાવશે. આ ટીમના સભ્યો દરેક શોપમાં જઇને તમામના મોબાઇલમાં ફરજિયાત પેમેન્ટ એપ ડાઉનલોડ કરાવશે અને તેના માટે તમામ ટેકનિકલ સપોર્ટ આપશે. કોરોના કાગળ પર વધુ સમય રહેતો હોવાથી કરન્સી નોટ મારફત ન ફેલાય તેના માટે લેવાયો નિર્ણય રિટેલ વેચાણ માટે 15 પછી હજુ વધુ ગાઇડલાઇન આવશે.

ઘરમાંથી બહાર ન નીકળવું હોય તો આ તારીખથી શાકભાજી, કરિયાણું અને દૂધ ઘરબેઠા મળશે was originally published on News4gujarati