નવા નોંધાયેલા દર્દીઓ મધ્ય ઝોનના અસારવા, જમાલપુર, દરિયાપુર, શાહપુર, ખાડિયા, બહેરામપુરા, દાણીલીમડા, મણિનગર, સરસપુર, ગોમતીપુર જેવા રેડઝોન ઉપરાંત અન્ય તમામ વિસ્તારોમાં વત્તાઓછા પ્રમાણમાં નોંધાયા છે. બીજી તરફ કેન્દ્રએ જાહેર કરેલી નવી નીતિના કારણે દર્દીઓના ડિસ્ચાર્જનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે.
દર્દીઓનો કુલ આંકડો 6068 પર પહોંચ્યો
મૃત્યુ પામનાર દર્દીઓમાં 13 પુરૂષો અને 6 મહિલાઓ છે. આ સાથે દર્દીઓનો કુલ આંકડો 6068નો થયો છે અને મૃત્યુની સંખ્યા 400ના આંકને આંબી ગઈ છે. જ્યારે નવા 109 ડિસ્ચાર્જ સાથે હૉસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 1482 થવા જાય છે.
કઈ હૉસ્પિટલમાં કેટલા દર્દી | |
એસ.વી.પી. | 753 |
સિવિલ | 656 |
સોલા સિવિલ | 151 |
એચસીજી | 19 |
સ્ટર્લિંગ | 31 |
નારાયણી | 19 |
જીસીએસ | 45 |
એસએમએસ | 52 |
જીવરાજ મહેતા | 19 |
કોવિડ સેન્ટર | 781 |
ઘરે બેઠાં સારવાર | 909 |
નવા એડમિશન | 281 |
કુલ | 3716 |
નવા નોંધાયેલા દર્દીઓ મધ્ય ઝોનના અસારવા, જમાલપુર, દરિયાપુર, શાહપુર, ખાડિયા, બહેરામપુરા, દાણીલીમડા, મણિનગર, સરસપુર, ગોમતીપુર જેવા રેડઝોન ઉપરાંત અન્ય તમામ વિસ્તારોમાં વત્તાઓછા પ્રમાણમાં નોંધાયા છે. બીજી તરફ કેન્દ્રએ જાહેર કરેલી નવી નીતિના કારણે દર્દીઓના ડિસ્ચાર્જનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે.
સારવાર હેઠળ ઝોનવાર કેટલા દર્દી ? | |
મધ્ય ઝોન | 1219 |
દક્ષિણ ઝોન | 961 |
ઉત્તર ઝોન | 536 |
પશ્ચિમ ઝોન | 385 |
પૂર્વ ઝોન | 369 |
દક્ષિણ પશ્ચિમ | 147 |
ઉત્તર પશ્ચિમ | 99 |
કુલ | 3716 |
ઉપરાંત મૃત્યુનું પ્રમાણ ચારેક દિવસથી પ્રમાણમાં કન્ટ્રોલ રહ્યું છે. જે સારવારનું ધોરણ ઉંચુ લઈ જવાથી હજુ પણ નીચું લાવી શકાય તેમ છે. શ્વાસોશ્વાસમાં તકલીફ હોય તેવા દર્દીઓ પર સગાવ્હાલાઓની રજૂઆતો અને માંગણી છતાં ધ્યાન નહી અપાતું હોવાની ફરિયાદો વારંવાર ઉઠવા પામે છે.
SVP ની આંકડાકિય સ્થિતિ | |||
વિગત | અત્યાર સુધી | 24 કલાકમાં | કુલ |
શંકાસ્પદ કેસ | 3394 | 110 | 3504 |
નેગેટિવ | 1733 | 8 | 1741 |
પોઝિટિવ | 1619 | 88 | 1707 |
પેન્ડિંગ | 42 | 56 | 56 |
મૃત્યુ | 99 | 3 | 102 |
ડિસ્ચાર્જ | 526 | 30 | 556 |
વેન્ટિલેટર | 13 | 13 | 13 |
બીજી તરફ આંકડા અને દર્દીને લગતી અન્ય માહિતી છૂપાવવાના પણ પ્રયાસો થતાં હોવાની છાપ ઉભી થવા માંડી છે. દર્દીઓના નામો આપવાનું બંધ કર્યા બાદ હવે સરનામાની વિગતો પણ અધકચરી અપાઈ રહીછે. વોર્ડવાર દર્દીના આંકડા અપાતા હતા તે પણ બંધ કરી દેવાયા છે. મૃત્યુની વિગતો પણ મોડી જાહેર થાય છે. વારંવાર આ અંગેની પોલીસ બદલવામાં આવી છે.
અત્યાર સુધીમાં કેટલા દર્દીને ડિસ્ચાર્જ કરાયા ? | |
એસ.વી.પી. | 469 |
સિવિલ | 185 |
એચસીજી | 9 |
સ્ટર્લિંગ | 5 |
સમરસ | 881 |
ફર્ન હોટેલ | 33 |
લેમન ટ્રી | 7 |
હજ હાઉસ | 19 |
જીસીએસ | 8 |
કુલ | 1616 |
બીજી તરફ હેલ્થ ખાતાનો ડે. કમિશ્નર બિનઅનુભવી છે. જ્યારે એમઓએચ અને એડિ. એમઓએચ કાર્યકારી છે. હેલ્થની મોટાભાગની જગ્યાઓ ખાલી છે અને ઓછા અનુભવીઓને તેના ચાર્જ આપી દેવામાં આવ્યો છે. પરિણામે મહામારી જેવી ગંભીર સ્થિતિમાં ધાર્યું પરિણામ આવી શકતું નથી.
2286 સેમ્પલનું રિઝલ્ટ પેન્ડિંગ | ||||
વિગત | કુલ ટેસ્ટ | પોઝિટિવ | નેગેટિવ | પેન્ડિંગ |
હૉસ્પિટલ દ્વારા | 11362 | 3557 | 7805 | 0 |
સર્વેક્ષણ દ્વારા | 26012 | 2151 | 21098 | 2286 |
કુલ | 37374 | 5708 | 28903 | 2286 |
શહેરનાં નવા 268 કેસો નોંધાતા આંકડો 6 હજારને પાર, છેલ્લા 24 ક્લાકમાં 19નાં મોત was originally published on News4gujarati