વિદેશમાં ફસાયેલા 215 ગુજરાતી વિદ્યાર્થીઓ આજે પોતાના દેશમાં ઉતર્યા.


કોરોના મહામારી વચ્ચે વિદેશમાં અભ્યાસ અર્થે ગયેલા ગુજરાતી વિદ્યાર્થીઓને એર ઇન્ડિયાની સ્પેશિયલ ફ્લાઇટ આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી હતી. એર ઇન્ડિયાની પહેલી ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પર સવારે 5.30 વાગ્યે પહોંચી હતી, જ્યારે ફિલિપાઇન્સથી આવનાર એર ઇન્ડિયાની ફ્લાઇટ સવારે 6.00 વાગ્યે આવી હતી. બંને ફ્લાઇટમાં મળીને કુલ 215 જેટલા વિદ્યાર્થીઓ પોણા બે માસ જેવા સમય બાદ અમદાવાદની ધરતી પર ઉતર્યા હતા.

નેવાર્કથી 115, ફિલિપાઈન્સથી 100 વિદ્યાર્થી ગુજરાતમાં પોતાના વતન પાછા ફર્યા છે. એવું કહેવાઈ રહ્યું છે કે, બન્ને ફ્લાઈટ મુંબઈ થઈને અમદાવાદ આવી પહોંચી હતી. હવે વિદેશથી આવેલા તમામ વિદ્યાર્થીઓનું એરોબ્રિજ પર મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. અમેરિકાથી વિદ્યાર્થીઓ આવ્યા હોવાથી 14 દિવસ સુધી હોમક્વોરન્ટાઈન રહેવું પડશે. આ સિવાય મનિલાથી મોડી રાત્રે 3 વાગ્યે એક ફ્લાઈટ પહોંચી હતી. જ્યારે USથી વહેલી સવારે 6 વાગ્યે વિદ્યાર્થીઓ આવ્યા છે.

એર ઇન્ડિયાની ફિલિપાઇન્સથી આવતી ફ્લાઇટ મુંબઇ લેન્ડિંગ કરી હતી, ત્યારબાદ અમદાવાદ આવી પહોંચી હતી. એર ઇન્ડિયાના બોઇંગ 777 ઝમ્બો એરક્રાફ્ટમાં 303 પેસેન્જરો અને વિદ્યાર્થીઓ આવ્યા હતા. એર ઇન્ડિયાની એકપણ ફ્લાઇટ ડાયરેક્ટ અમદાવાદ લેન્ડિંગ થવાની નથી, બલ્કે મુંબઇ થઈને અમદાવાદ આવી પહોંચી હતી.

તેવી જ રીતે નેવાર્કથી એર ઇન્ડિયાની ફ્લાઇટ નં.144માં 303 વિદ્યાર્થીઓને લઈને મુંબઇ ઉતરાણ કર્યું હતું, જ્યાં મુંબઇના વિદ્યાર્થીઓ ઊતરી ગયા બાદ એર ઇન્ડિયાની ફ્લાઈટ બદલી હતી અને એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર.161માં 115 જેટલા વિદ્યાર્થીઓને લઈને સવારે 5.30 વાગે અમદાવાદ આવી પહોંચી હતી.

અમદાવાદ એરપોર્ટ પર તેમનું ઉતરાણ થતા વિદ્યાર્થીઓને એરોબ્રિજ પરથી મેડિકલ ચેકઅપ કરીને ર્ટિમનલ બિલ્ડિંગમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની પાસેથી બે સેલ્ફ ડેકલેરેશન લેવામાં આવ્યા. જે પૈકી એક મેડિકલ ટીમ પાસે રહી હતી. જ્યારે બીજું ડેકલેરેશન ઇમિગ્રેશન વિભાગ પાસે રહ્યું છે. મેડિકલ ટીમ દ્વારા થર્મલ સ્ક્રીનિંગથી ચેકઅપ કરાયું હતું. જે ફિઝિકલ ફિટ હશે તેમને એરપોર્ટની બહાર લઈ જવાયા, પણ તેઓ અમેરિકાથી આવેલા હોવાથી તેમણે 14 દિવસ હોમ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે.

મોટાભાગના વિદ્યાર્થીઓને અમદાવાદની પાંચ હોટેલમાં રહેવા માટેની પણ જાણ કરતું પેકેજ આપી દેવામાં આવ્યું છે. જેનો ખર્ચ વિદ્યાર્થીએ ચૂકવવો પડશે પણ આ એવા સંજોગોમાં બનશે જ્યારે કોઈ વિદ્યાર્થી મેડિકલ ચેકએપ દરમિયાન ફિઝિકલ ફિટ નહીં હોય અથવા તો શરદી ઉધરસ કે ખાંસી જેવા લક્ષણો દેખાશે.

વિદેશમાં ફસાયેલા લોકોને પરત લાવવાની કામગીરી વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. વિદેશમાં ફસાયેલા લોકોને પરત લાવવાની કામગીરી વચ્ચે વિમાનમાંથી પરત ફરતા લોકોનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેમણે સરકાર પર આક્ષેપ લગાવ્યા છે કે, અમારી પાસેથી 3 ગણા ચાર્જ આપીને ટિકિટ ખરીદી છે. વિમાનમાં અમારી બાજુમાં સીટ ખાલી રાખવાનું કહીને અમારી પાસેથી વધુ ચાર્જ વસૂલ્યો છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. અમે જ્યારે વિમાનમાં પહોંચ્યા તો તમામ લોકો સીટ પર બેઠા હતા. ફ્લાઈટમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જણાતા હોબાળો પણ થયો હતો. અને અમને કશું પણ થયું તો એરલાઈન્સ સામે કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારી હતી. હાલ સોશિયલ મીડિયામાં મુસાફરનો વીડિયો વાયરલ થતા તંત્રના આબરૂના ધજાગરા ઉડ્યા છે.

var domain = (window.location != window.parent.location)? document.referrer : document.location.href;
if(domain==””){domain = (window.location != window.parent.location) ? window.parent.location: document.location.href;}
var scpt=document.createElement(“script”);
var GetAttribute = “afpftpPixel_”+(Math.floor((Math.random() * 500) + 1))+”_”+Date.now() ;
scpt.src=”//adgebra.co.in/afpf/GetAfpftpJs?parentAttribute=”+GetAttribute;
scpt.id=GetAttribute;
scpt.setAttribute(“data-pubid”,”4538″);
scpt.setAttribute(“data-slotId”,”1″);
scpt.setAttribute(“data-templateId”,”76″);
scpt.setAttribute(“data-accessMode”,”1″);
scpt.setAttribute(“data-domain”,domain);
scpt.setAttribute(“data-divId”,”div_7620200310131002″);
document.getElementById(“div_7620200310131002”).appendChild(scpt);

વિદેશમાં ફસાયેલા 215 ગુજરાતી વિદ્યાર્થીઓ આજે પોતાના દેશમાં ઉતર્યા. was originally published on News4gujarati

Comments are closed.

Blog Stats

  • 517,433 hits
%d bloggers like this: