ભાવનગરના વધુ બે પોઝટિવિ કેસ સાથે રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 8544 થઇ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 513 છે. રાજ્યમાં અત્યારસુધીમાં 2780 દર્દીઓને સાજા થતા રજા આપવામાં આવી છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, 14મી મે, ગુરુવારથી રાજકોટમાં જિલ્લા કલેક્ટરની મંજૂરીથી ઉદ્યોગ-ધંધા શરૂ કરવામાં આવશે. કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ઉદ્યોગ ધંધો, ઇન્ડસ્ટ્રીને ફરીથી ચાલુ કરવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામા આવી છે. રાજકોટનો સમાવેશ અગાઉથી જ ઓરેન્જ ઝોનમાં કરવામાં આવ્યો હતો. પરંતુ એક અઠવાડિયા સુધી કોઇ ઉદ્યોગો શરૂ કરવામાં ન આવે તેવી સૂચના જિલ્લા વહિવટી તંત્રને આપવામાં આવી હતી. છેલ્લા એકાદ અઠવાડિયામાં નવો કેસ ન નોંધાતા સરકારે આજે નિર્ણય કર્યો છેકે ગુરુવાર 14 મેના રોજથી રાજકોટ શહેરમાં પણ ઉદ્યોગ ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવશે.
ગુજરાતમાં લોક ડાઉન ખોલાવા અંગે મુખ્યમંત્રી એ ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના તમામ જિલ્લા કલેકટરો, મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા પોલીસ વડાઓ અને રેન્જ આઇ.જી. સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજી છે. જેમાં 17મી મે પછી લોકડાઉનની સ્થિતિમાં કઇ રીતે છૂટછાટ આપી શકાય અને કેવી તકેદારી-સાવચેતી રાખવી તેની જિલ્લાવાર સમીક્ષા સાથે સ્થિતીનો ચિતાર મેળવી ચર્ચાઓ હાથ ધરી છે. આ કોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યાં હતા.
139 વિદ્યાર્થીઓ મનિલાથી અમદાવાદ પહોંચ્યા
વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ વિમાની સેવા દ્વારા ભારત પરત લાવવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે મનિલામાં ફસાયેલા ગુજરાતના 139 વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓ આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. બિહારના લોકોનો તેમના વતન મોકલવા માટે આજે ગાંધીનગર એસટી ડેપોથી સાબરમતી રેલવે સ્ટેશન માટે બસો ઉપડશે.
આજથી અમદાવાદ દિલ્હીની ટ્રેન શરૂ થશે
ભારત સરકારના રેલ્વે મંત્રાલય દ્વારા તબક્કાવાર રેલ સેવાઓ શરૂ કરવામાં આવનાર છે. આ સેવાઓ અન્વયે અમદાવાદ-સાબરમતી સ્ટેશનથી દિલ્હી જવા માટેની પ્રથમ ટ્રેન આજે રવાના થશે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આ ટ્રેન સેવાના યાત્રીકો અંગે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, માત્ર કન્ફર્મ ઇ-ટિકીટ ધરાવનારા યાત્રીકોને જ સ્ટેશનમાં પ્રવેશ અપાશે. એટલું જ નહીં. આવા યાત્રીકો તથા તેમને સ્ટેશન સુધી મૂકવા આવનારા વાહનચાલકની અવર-જવર માટે કન્ફર્મ ઇ-ટિકીટને માન્ય રાખવામાં આવશે. આ હેતુસર અન્ય કોઇ આધાર-દસ્તાવેજોની જરૂરિયાત રહેશે નહીં.
કેસમાં ઘટાડો થવાની સાથે સાથે ટેસ્ટિંગ પણ ઘટાડો થયો
11 મેની સાંજે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા આપવામાં આવેલી કોરોનાની અપડેટ વિગતો અનુસાર 10 મેની સાંજથી 11 મેની સાંજ સુધી રાજ્યમાં 347 નવા કેસ નોંધાયા હતા અને 20 દર્દીના મોત થયા હતા. તેમજ 235 દર્દી સાજા થયા હતા. નોંધનીય છેકે કેસમાં ઘટાડો થવાની સાથે સાથે ટેસ્ટિંગ પણ ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં 2,978 ટેસ્ટ કરવામાં આવ્યા છે. એક સમયે રાજ્યમાં 5000થી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં હતા.
અમદાવાદમાં 15 મેથી શાકભાજી, કરિયાણુંનું વેચાણ શરૂ થશે
અમદાવાદમાં પંદરમી મેથી જીવનજરૂરિયાતની તમામ વસ્તુઓ શાકભાજી, ફળો, કરિયાણું વગેરેનું વેચાણ શરુ થઇ જશે. આ ઉપરાંત આ વસ્તુઓ તથા તૈયાર ભોજનની હોમ ડિલિવરીની સેવાઓ પણ શરૂ થઇ જશે. આ અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડતાં રાજ્યના અધિક મુખ્ય સચિવ અને હાલ અમદાવાદમાં કોરોનાના સંક્રમણને ઘટાડવાની જવાબદારી સંભાળતા વરિષ્ઠ અધિકારી ડો. રાજીવ કુમાર ગુપ્તાએ હોમ ડિલિવરી માટે કેશલેશ ટ્રાન્સેક્શન ફરજિયાત કર્યું છે.
var domain = (window.location != window.parent.location)? document.referrer : document.location.href;
if(domain==””){domain = (window.location != window.parent.location) ? window.parent.location: document.location.href;}
var scpt=document.createElement(“script”);
var GetAttribute = “afpftpPixel_”+(Math.floor((Math.random() * 500) + 1))+”_”+Date.now() ;
scpt.src=”//adgebra.co.in/afpf/GetAfpftpJs?parentAttribute=”+GetAttribute;
scpt.id=GetAttribute;
scpt.setAttribute(“data-pubid”,”4538″);
scpt.setAttribute(“data-slotId”,”1″);
scpt.setAttribute(“data-templateId”,”76″);
scpt.setAttribute(“data-accessMode”,”1″);
scpt.setAttribute(“data-domain”,domain);
scpt.setAttribute(“data-divId”,”div_7620200310131002″);
document.getElementById(“div_7620200310131002”).appendChild(scpt);
ગુરુવારથી રાજકોટમાં ઉદ્યોગ-ધંધો શરૂ કરાશે, જિલ્લા કલેક્ટર મંજૂરી આપશેઃ અશ્વિની કુમાર was originally published on News4gujarati