ગુજરાત સહિત દેશભરમાં કોરોના મહામારીનો આતંક છે અને બીજી તરફ ચોમાસા પૂર્વેનો વૈશાખી તાપ વચ્ચે લોકડાઉનથી નાગરિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેની વચ્ચે થોડા રાહતના સમાચાર છે. કેન્દ્રના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કોલ્ડ ડ્રિક્સ, આઇસ્ક્રીમ અને ફ્રોઝન ફૂડ જેવી ખાદ્યચીજોથી કોરોના વાયરસનું સંક્રમણ થતું નથી એવી ગાઇડલાઇન્સ દરેક રાજ્યોને મોકલી આપી છે. આ ગાઇડલાઇન્સના પાલન માટે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર ડો. એચ.જી. કોશીયાએ દરેક કલેક્ટરો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરોને સૂચના આપી છે અને જણાવ્યું છે કે, આવા ખાદ્યપદાર્થોના વેચાણને છુટ આપવામાં આવી હોવાથી એમને કનડગત કરવી નહીં.

અહીં નોંધવું જરૂરી છે કે, અમદાવાદ સહિત રાજ્યભરમાં કેટલાય પ્રોવિઝન્લ સ્ટોર્સ, મેડિકલ સ્ટોર્સ અને કરિયાણાની દુકાનોમાં આઇસ્ક્રીમ તથા કોલ્ડ ડ્રિન્ક્સ પણ વેચાણ થતું હતું. લોકડાઉનના કારણે માત્ર દવાની દુકાન અને કરિયાણાની દુકાનો ખોલવાની મંજૂરી અપાઇ હતી. પરંતુ દુકાનદારો આવો માલ પણ ક્યારેક વેચાણ કરતા હોય તો એમની સામે પોલીસ કે સ્થાનિક હેલ્થ ઓફિસર દ્વારા પગલાં લેવામાં આવતા હતા. ગઇકાલે અમદાવાદમાં એક મેડિકલ સ્ટોરના સંચાલક સામે પોલીસ ફરિયાદ થઇ હતી. આ સંજોગોમાં હવે આવા પાર્લરો, દુકાનના માલિકો માટે રાહતના સમાચાર એ છે કે, રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર દ્વારા આ ચોખવટ કરતાં હવે જ્યારે લોકડાઉનની સ્થિતિ હળવી થાય એમાં આવા દુકાનદારો આ ખાદ્યચીજોનું ખરીદ, વેચાણ કરી શકશે.

‘કેન્દ્રના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટારન્ડર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએએસએઆઇ)એ દરેક રાજ્યોના મુખ્યસચિવોને ૫ મે, ૨૦૨૦ના રોજ એક ગાઇડલાઇન્સ મોકલી આપી હતી. જેમાં કહેવાયું છે કે, કોલ્ડ ડ્રિંક્સ, આઇસ્ક્રીમ, ફ્રોજન ફૂડના ખરીદ, વેચાણ અને સંગ્રહની પ્રવૃત્તિને અટકાવવી નહીં. આ ખાદ્યચીજોથી કોરોના વાયરસ ફેલાતો નથી. આવી ચીજોનું એના નિયમો મુજબ ઉત્પાદન, ખરીદ, વેચાણ અને સંગ્રહ થતો હોય તો તેને અટકાવવો નહીં. આવી ચીજો ઉપર તેના પ્રોડક્શન અને એક્સ્પાઇયરી ડેઇટ લખેલી હોય છે. એ સમયગાળામાં એનો ઉપયોગ, વપરાશ કરી શકાય છે.’

var domain = (window.location != window.parent.location)? document.referrer : document.location.href;
if(domain==””){domain = (window.location != window.parent.location) ? window.parent.location: document.location.href;}
var scpt=document.createElement(“script”);
var GetAttribute = “afpftpPixel_”+(Math.floor((Math.random() * 500) + 1))+”_”+Date.now() ;
scpt.src=”//adgebra.co.in/afpf/GetAfpftpJs?parentAttribute=”+GetAttribute;
scpt.id=GetAttribute;
scpt.setAttribute(“data-pubid”,”4538″);
scpt.setAttribute(“data-slotId”,”1″);
scpt.setAttribute(“data-templateId”,”76″);
scpt.setAttribute(“data-accessMode”,”1″);
scpt.setAttribute(“data-domain”,domain);
scpt.setAttribute(“data-divId”,”div_7620200310131002″);
document.getElementById(“div_7620200310131002”).appendChild(scpt);

ગરમીમાં ઠંડક: કોલ્ડ ડ્રિન્ક્સ, આઇસ્ક્રીમ, ફ્રોઝન ફૂડથી કોરોના ફેલાતો નથી was originally published on News4gujarati