એસવીપી હોસ્પિટલમાં પર્યાપ્ત માત્રામાં પીપીઈ કીટ ન મળવા મુદ્દે રેસિડેન્ટ ડોક્ટરો- નર્સિંગ સ્ટાફની હડતાળ


કોરોના મહામારી સામે દિવસ-રાત કોરોના સામે લડી રહેલા એસવીપી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ ઘણા દિવસથી અપૂરતી પીપીઈ કીટ મામલે રોષ પ્રગટ કરી રહ્યા હતા. આખરે આ મામલો આજે વણસતા મંગળવારે બપોરે એસવીપી હોસ્પિટલમાં રેસિડેન્ટ-જૂનિયર ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ વીજળીક હડતાળ પર ઉતરી ગયો છે. આ અંગે હોસ્પિટલના સત્તાવાર સૂત્રો કોઈ જવાબ નથી આપી રહ્યા પરંતુ પીપીઈ કીટ મામલે જ આ હડતાળ હોવાનું બિનસત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. એસવીપી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ તથા આરએમઓ સહિતનો સ્ટાફ જૂનિયર ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફને હડતાળ સમેટી લેવા સમજાવવા ગયા હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ હજી સુધી આમાં કોઈ પ્રગતિ થઈ શકી નથી અને હડતાળ ચાલુ જ છે.

એસવીપી હોસ્પિટલના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દિવસ-રાત ફરજ બજાવી રહેલા ડોક્ટરો, ખાસકરીને કોરોના વોર્ડમાં ફરજ બજાવી રહેલા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફમાં પીપીઈ (પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ) કીટ પૂરતી સંખ્યામાં ન મળવાનો આક્રોશ હતા. મેડિકલ તથા પેરા-મેડિકલ સ્ટાફ ઘણા દિવસોથી માગણી કરી રહ્યા હતા કે તેમને પીપીઈ કીટ પૂરતી સંખ્યામાં મળવી જોઈએ. પરંતુ હોસ્પિટલ સત્તાવાળાઓ તેમની આ માગણીનો હકારાત્મક પ્રત્યુત્તર ન આપતા હોવાનો ડોક્ટરો તથા નર્સિંગ સ્ટાફમાં કચવાટ હતો. આજે સવારથી જ મેડિકલ તથા પેરામેડિકલ સ્ટાફ કામથી અળગો રહ્યો હતો અને બપોર સુધીમાં તો તેઓ હોસ્પિટલના બિલિંગ કાઉન્ટર પાસે જ હડતાળ પર બેસી ગયા હતા.

પીપીઈ કીટ ન મળવા મુદ્દે હડતાળ પર ઉતરી ગયેલા એસવીપી હોસ્પિટલના સ્ટાફની સમજાવટ માટે સુપરિન્ટેન્ડેન્ટ તથા આરએમઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયાનું જાણવા મળ્યું છે. મેડિકલ તથા પેરામેડિકલ સ્ટાફને આ હડતાળ સમેટી હાલના નાજુક સંજોગોમાં ઝડપથી કામ પર પરત ફરવા આ અધિકારીઓ સમજાવી રહ્યા છે. મ્યુનિ. કમિશનર મુકેશ કુમારે પણ તેમના પ્રતિનિધિ તરીકે ડીવાયએમસીને એસવીપી હોસ્પિટલમાં સમજાવવા મોકલ્યા હોવાનું બિનસત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, એસવીપી હોસ્પિટલમાં મેડિકલ તથા પેરામેડિકલ ટીમના સંખ્યાબંધ રેસિડેન્ટ ડોકટર તથા નર્સિંગ સ્ટાફને કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે.

એસવીપી હોસ્પિટલમાં પર્યાપ્ત માત્રામાં પીપીઈ કીટ ન મળવા મુદ્દે રેસિડેન્ટ ડોક્ટરો- નર્સિંગ સ્ટાફની હડતાળ was originally published on News4gujarati

શહેરનાં નવા 268 કેસો નોંધાતા આંકડો 6 હજારને પાર, છેલ્લા 24 ક્લાકમાં 19નાં મોત


નવા નોંધાયેલા દર્દીઓ મધ્ય ઝોનના અસારવા, જમાલપુર, દરિયાપુર, શાહપુર, ખાડિયા, બહેરામપુરા, દાણીલીમડા, મણિનગર, સરસપુર, ગોમતીપુર જેવા રેડઝોન ઉપરાંત અન્ય તમામ વિસ્તારોમાં વત્તાઓછા પ્રમાણમાં નોંધાયા છે. બીજી તરફ કેન્દ્રએ જાહેર કરેલી નવી નીતિના કારણે દર્દીઓના ડિસ્ચાર્જનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે.

દર્દીઓનો કુલ આંકડો 6068 પર પહોંચ્યો

મૃત્યુ પામનાર દર્દીઓમાં 13 પુરૂષો અને 6 મહિલાઓ છે. આ સાથે દર્દીઓનો કુલ આંકડો 6068નો થયો છે અને મૃત્યુની સંખ્યા 400ના આંકને આંબી ગઈ છે. જ્યારે નવા 109 ડિસ્ચાર્જ સાથે હૉસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 1482 થવા જાય છે.

કઈ હૉસ્પિટલમાં કેટલા દર્દી
એસ.વી.પી. 753
સિવિલ 656
સોલા સિવિલ 151
એચસીજી 19
સ્ટર્લિંગ 31
નારાયણી 19
જીસીએસ 45
એસએમએસ 52
જીવરાજ મહેતા 19
કોવિડ સેન્ટર 781
ઘરે બેઠાં સારવાર 909
નવા એડમિશન 281
કુલ 3716

નવા નોંધાયેલા દર્દીઓ મધ્ય ઝોનના અસારવા, જમાલપુર, દરિયાપુર, શાહપુર, ખાડિયા, બહેરામપુરા, દાણીલીમડા, મણિનગર, સરસપુર, ગોમતીપુર જેવા રેડઝોન ઉપરાંત અન્ય તમામ વિસ્તારોમાં વત્તાઓછા પ્રમાણમાં નોંધાયા છે. બીજી તરફ કેન્દ્રએ જાહેર કરેલી નવી નીતિના કારણે દર્દીઓના ડિસ્ચાર્જનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે.

સારવાર હેઠળ ઝોનવાર કેટલા દર્દી ?
મધ્ય ઝોન 1219
દક્ષિણ ઝોન 961
ઉત્તર ઝોન 536
પશ્ચિમ ઝોન 385
પૂર્વ ઝોન 369
દક્ષિણ પશ્ચિમ 147
ઉત્તર પશ્ચિમ 99
કુલ 3716

ઉપરાંત મૃત્યુનું પ્રમાણ ચારેક દિવસથી પ્રમાણમાં કન્ટ્રોલ રહ્યું છે. જે સારવારનું ધોરણ ઉંચુ લઈ જવાથી હજુ પણ નીચું લાવી શકાય તેમ છે. શ્વાસોશ્વાસમાં તકલીફ હોય તેવા દર્દીઓ પર સગાવ્હાલાઓની રજૂઆતો અને માંગણી છતાં ધ્યાન નહી અપાતું હોવાની ફરિયાદો વારંવાર ઉઠવા પામે છે.

SVP ની આંકડાકિય સ્થિતિ      
વિગત અત્યાર સુધી 24 કલાકમાં કુલ
શંકાસ્પદ કેસ 3394 110 3504
નેગેટિવ 1733 8 1741
પોઝિટિવ 1619 88 1707
પેન્ડિંગ 42 56 56
મૃત્યુ 99 3 102
ડિસ્ચાર્જ 526 30 556
વેન્ટિલેટર 13 13 13

બીજી તરફ આંકડા અને દર્દીને લગતી અન્ય માહિતી છૂપાવવાના પણ પ્રયાસો થતાં હોવાની છાપ ઉભી થવા માંડી છે. દર્દીઓના નામો આપવાનું બંધ કર્યા બાદ હવે સરનામાની વિગતો પણ અધકચરી અપાઈ રહીછે. વોર્ડવાર દર્દીના આંકડા અપાતા હતા તે પણ બંધ કરી દેવાયા છે. મૃત્યુની વિગતો પણ મોડી જાહેર થાય છે. વારંવાર આ અંગેની પોલીસ બદલવામાં આવી છે.

અત્યાર સુધીમાં કેટલા દર્દીને ડિસ્ચાર્જ કરાયા ?  
એસ.વી.પી. 469
સિવિલ 185
એચસીજી 9
સ્ટર્લિંગ 5
સમરસ 881
ફર્ન હોટેલ 33
લેમન ટ્રી 7
હજ હાઉસ 19
જીસીએસ 8
કુલ 1616

બીજી તરફ હેલ્થ ખાતાનો ડે. કમિશ્નર બિનઅનુભવી છે. જ્યારે એમઓએચ અને એડિ. એમઓએચ કાર્યકારી છે. હેલ્થની મોટાભાગની જગ્યાઓ ખાલી છે અને ઓછા અનુભવીઓને તેના ચાર્જ આપી દેવામાં આવ્યો છે. પરિણામે મહામારી જેવી ગંભીર સ્થિતિમાં ધાર્યું પરિણામ આવી શકતું નથી.

2286 સેમ્પલનું રિઝલ્ટ પેન્ડિંગ
વિગત કુલ ટેસ્ટ પોઝિટિવ નેગેટિવ પેન્ડિંગ
હૉસ્પિટલ દ્વારા 11362 3557 7805 0
સર્વેક્ષણ દ્વારા 26012 2151 21098 2286
કુલ 37374 5708 28903 2286

શહેરનાં નવા 268 કેસો નોંધાતા આંકડો 6 હજારને પાર, છેલ્લા 24 ક્લાકમાં 19નાં મોત was originally published on News4gujarati

અમદાવાદમાં સંપુર્ણ લોકડાઉન છતાં 4 દિવસમાં નોંધાયા 1000થી વધુ કેસ.


અમદાવાદમાં કોરોનાનો કહેર વચ્ચે ગત રોજ સારા સમાચાર મળ્યા હતા. જેમાં અમદાવાદમાં સતત ડિસ્ચાર્જની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તો સાથે જ મોતનાં આંકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. પણ અમદાવાદના માથે હવે એક નવી મુસીબત સામે આવી છે. અમદાવાદના કોટ વિસ્તાર બાદ હવે કોરોનાનો ચેપ અન્ય વિસ્તારોમાં વધુ ફેલાયો છે. જો કે કોરોનાને કારણે સૌથી પ્રભાવિત વિસ્તાર પૂર્વ અમદાવાદ જ છે. અને પશ્ચિમ અમદાવાદમાં કોરોનાનો કહેર જોવા મળ્યો નથી.

અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવાત્ છે. અમદાવાદમાં 4 દિવસમાં કોરોનાનાં 1102 કેસ નોંધાયા છે. જેમાં ઈશનપુરમાં 4 દિવસમાં સૌથી વધુ 69 કેસ નોંધાયા છે. તો
અસારવા અને મણિનગરમાં 4 દિવસમાં 50- 50 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત બાપુનગર, બહેરામપુરા અને મેઘાણીનગર વિસ્તારમાં પણ કોરોનાનાં 46- 46 કેસ નોંધાયા છે. અસારવામાં ગત રોજ કોરોનાનાં 23 પોઝિટિવ કેસો સામે આવ્યા હતા.

સમગ્ર ગુજરાતમાં હાલ કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં કોરોનાનો કહેર સૌથી વધારે છે. છેલ્લા 4 દિવસની અંદર અમદાવાદમાં કોરોના પોઝીટીવ વ્યક્તિઓના 1102 કેસ નોંધાયા છે. 4 દિવસમાં અમદાવાદમાં નોંધાયાલેાં કેસોની સંખ્યા આ પ્રમાણે છે.

-7મી મેના રોજ અમદાવાદમાં 275 કેસ નોંધાયા
-8મી મેના રોજ અમદાવાદમાં 269 કેસ નોંધાયા
-9મી મેના રોજ અમદાવાદમાં 280 કેસ નોંધાયા
-10મી મેના રોજ અમદાવાદમાં 278 કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં શરૂઆતથી જ કોરોનાનું સંક્રમણ વધારે માત્રામાં છે. લોકોડાઉન અને ત્યારબાદ કોરોનાનું સંક્રમણ અટકાવવા રાજ્યમાં સૌથી પહેલા અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં કરફ્યુ લાદવામાં આવ્યો હતો. ત્યારબાદ પણ કેસ ન ઘટતા સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો. હાલ અમદાવાદ શહેરમાં સંપૂર્ણ લોકડાઉન ચાલી રહ્યું છે. તેમ છતાં છેલ્લા 4 જ દિવસની અંદર 1102 કેસનો વધારો શહેરમાં નોંધાયો છે.

અમદાવાદમાં સંપુર્ણ લોકડાઉન છતાં 4 દિવસમાં નોંધાયા 1000થી વધુ કેસ. was originally published on News4gujarati

ઘરમાંથી બહાર ન નીકળવું હોય તો આ તારીખથી શાકભાજી, કરિયાણું અને દૂધ ઘરબેઠા મળશે


ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે આ વચ્ચે કેન્દ્ર સરકાર પણ લોકડાઉન ખોલવાના એંધાણ આપી રહ્યુ છે. જોકે, રાજ્યમાં કોરોનાથી સૌથી વધારે ઈફેક્ટીવ થયેલા અમદાવાદમાં કેવા પ્રકારના નિયમો રહેશે તેના વિશે અસંમજ ચાલી રહ્યુ છે. જોકે, આ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મહત્વનો નિર્ણય લીધો છે. ત્યારે અમદાવાદવાસીઓએ શાકભાજી અને કરિયાણાને લઈ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અમદાવાદમાં હવે ઘરે-ઘરે શાકભાજી અને કરિયાણું મળી રહે એવી વ્યવસ્થા અમદાવાદ કમિશ્નર દ્વારા કરવામાં આવી છે. જેમાં 15 મે બાદ લોકોને ઘર બેઠા શાકભાજી અને કરિયાણું મળી રહેશે. જોકે, તે માટે લોકો, વેપારીઓ અને ફેરિયાઓએ પણ અમુક નિયમોનુ પાલન કરવુ પડશે.

આ રીટેલ કંપનીઓ કરશે હોમ ડિલીવરી

લોકડાઉનના આ પીરિયડમાં સરાકાર દ્વારા એક સ્ટ્રેટજી નક્કી કરવામાં આવી છે. જેમાં મોટી રીટેલ કંપનીઓ ઘર બેઠા લોકોને શાકભાજી અને કરીયાણાની હોમ ડિલીવરી કરશે. જે માટે AMC એ D-mart, Osia Hypermart, Big Basket, Big Bazar, Zomato, Swiggy જેવી કંપનીઓનો સમાવેશ થશે. તમે આ લોકોનો સંપર્ક કરીને વસ્તુ મંગાવી શકશો અને આ લોકો સંપૂર્ણ સ્ક્રિનિંગની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ વસ્તુની ડિલીવરી કરશે.

મિંટિંગમાં લેવાયા આ નિર્ણય

રાજીવ કુમાર ગુપ્તાના વડપણ હેઠળ યોજાયેલી મીટિંગમાં લેવાયા મહત્વનાં નિર્ણયો.

મીટિંગમાં મુકેશ કુમાર સહિત તમામ ડેપ્યુટી કમિશનરો હાજર.
AMCનું હેલ્થકાર્ડ સાત દિવસ માટે વેલિડ.
15 મેથી અમદાવાદના તમામ નાના મોટા સ્ટોરમાં કેશ લેસ નાણાકીય વ્યવહારો ફરજિયાત કરાશે.
ડી માર્ટ, ઓશિયા, બિગ બાસ્કેટ. બિગ બાઝાર, ઝોમેટો, સ્વીગી જેવી હોમ ડિલિવરી સર્વિસ પૂરી પાડતી કંપનીઓના તમામ સ્ટાફનું ફરજિયાત સ્ક્રીનિંગ કરાવવા આદેશ.
કરન્સી નોટ મારફતે કોરોના ફેલાતો હોવાના કારણે તમામ નાણાકીય વ્યવહારો ફરજિયાત કેશ લેસ કરવા લેવાયો નિર્ણય.
યુપીઆઇ અને અન્ય પ્લેટફોર્મ મારફતે ડિજિટલ પેમેન્ટ કરવાનું રહેશે.
હોમ ડિલિવરી પ્રોટોકોલ આ પ્રમાણે રહેશે.
હેલ્થ કાર્ડ સાત દિવસ સુધી જ માન્ય રહેશે ટાઇમ ટુ ટાઇમ એએમસીમાં રિન્યુ કરાવવાનું રહેશે.
કન્ટેન્ટમેન્ટ એરિયામાં ડિલિવિરીની મંજૂરી નથી.
કેશ ઓન ડિવિલરીની મંજૂરી નહીં.
તમામ ડિલિવરી બોય માટે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી ફરજિયાત.

કરિયાણાની 17000 રિટેલ શોપ છે

અમદાવાદમાં શાકભાજી, ફળ, દૂધ, કરિયાણાની 17000 રિટેલ શોપ છે. કોર્પોરેશન 100 ટીમ બનાવશે. આ ટીમના સભ્યો દરેક શોપમાં જઇને તમામના મોબાઇલમાં ફરજિયાત પેમેન્ટ એપ ડાઉનલોડ કરાવશે અને તેના માટે તમામ ટેકનિકલ સપોર્ટ આપશે. કોરોના કાગળ પર વધુ સમય રહેતો હોવાથી કરન્સી નોટ મારફત ન ફેલાય તેના માટે લેવાયો નિર્ણય રિટેલ વેચાણ માટે 15 પછી હજુ વધુ ગાઇડલાઇન આવશે.

ઘરમાંથી બહાર ન નીકળવું હોય તો આ તારીખથી શાકભાજી, કરિયાણું અને દૂધ ઘરબેઠા મળશે was originally published on News4gujarati

કોરોના નહીં રોકાય : એએમસીની આ ભૂલ અમદાવાદીઓને નડશે.


334 ‘સુપર સ્પ્રેડર’ કોરોના સંક્રમણ માટે મુખ્ય પરિબળ ગણવામાં આવે છે તેવા 334 ‘સુપર સ્પ્રેડર’ અત્યારસુધી અમદાવાદમાંથી મળી આવ્યા છે. તમામ શંકાસ્પદ ‘સુપર સ્પ્રેડર’નું સ્ક્રીનિંગ આગામી બુધવાર સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. ‘સુપર સ્પ્રેડર્સ’ એવા લોકો છે જેઓ એકસાથે અનેક લોકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાવી શકે છે. જેમાં શાકભાજીના વેપારી, દૂધ વેચનારા, પેટ્રોલ પંપ અટેન્ડેન્ટ, કચરો…

કોરોના નહીં રોકાય : એએમસીની આ ભૂલ અમદાવાદીઓને નડશે. was originally published on News4gujarati

અમદાવાદમાં કોરોનાના 334 ‘સુપર સ્પ્રેડર’ની ખબર પડી, જાણો શું છે તેનો અર્થ


ગુજરાતના અમદાવાદમાં કોરોના વાયરસના 334 ‘સુપર સ્પ્રેડર’(મોટી સંખ્યામાં બીજા લોકોને સંક્રમિત કરનારા)ની ખબર પડી છે. તેને જોતા 15 મે સુધી કરિયાણા અને શાકભાજીની દુકાનો બંધ કરવાનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. અધિકારીઓએ તેની જાણકારી આપી છે. ‘સુપર સ્પ્રેડર’ સંક્રામક રોગ વાહક છે, જે મોટી સંખ્યામાં લોકોમાં સંક્રમણનો પ્રસાર કરી શકે છે. તેઓ શાકભાજી વિક્રેતા અથવા…

અમદાવાદમાં કોરોનાના 334 ‘સુપર સ્પ્રેડર’ની ખબર પડી, જાણો શું છે તેનો અર્થ was originally published on News4gujarati

ભગવાન માફ કરે–સિવિલમાં કોરોનામાં મૃત્યુ પામેલી મહિલાના ચુની, બૂટી, મોબાઇલની ચોરી


ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતા કેસો સાથે હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓની અગત્યની વસ્તુઓની ચોરી થાય તે બાબત માનવામાં આવતી નથી પરંતુ હકીકત છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવી ઘટના બની છે જેની તપાસ શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

અમદાવાદના અમરાઇવાડીના મ્યુનિસિપલ કાઉન્સિલર જગદીશ રાઠોડે સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટને એવી ફરિયાદ કરી છે કે એશિયાની નામાંકિત હોસ્પિટલમાં માનવતા મરી પરવારી છે. આ કોવિડ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ બે થી ત્રણ દિવસ ગાયબ રહે છે અને છેવટે મૃત્યુ પામેલી હાલતમાં તેમના મૃતદેહ મળે છે. ખૂબ શરમજનક બાબત છે.

સૌથી વધુ ચોંકાવનારી બાબત એવી સામે આવી છે કે અમરાઇવાડી વિસ્તારમાંથી 2જી મે ના રોજ ઓ-5ના આઇસીયુ વોર્ડના બેડ નંબર 84માં દાખલ થયેલા બિંદુબેન શિવપૂજન રાજપૂત 11મી મે એ મૃત્યુ પામ્યા છે. તેઓ જ્યારે દાખલ થયા હતા ત્યારે તેમને સોનાના દાગીના પહેર્યા હતા.

તપાસ કરી તો તેમના કાનની બે બુટ્ટી, નાકની ચૂની, મોબાઇલ ફોન અને ચાર્જરની ચોરી થઇ છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગા જઇ શકતા નથી અને દર્દી હોસ્પિટલને હવાલે હોય છે ત્યારે આવી ઘટના બને તે અત્યંત ગંભીર છે. આ દાગીના અને ચીજવસ્તુની ચોરી કરનારા તત્વોને પકડીને તેમને સજા કરવી જોઇએ.

આ મ્યુનિસિપલ કાઉન્સિલરે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, આરોગ્ય મંત્રી નીતિન પટેલ અને અમદાવાદના પોલીસ કમિશનરને પણ પત્ર લખી જાણ કરી છે. અહી પ્રશ્ન એ થાય છે કે દર્દીના માલાસામાનની ચોરી થાય છે ત્યારે સલામતીનો મોટો પ્રશ્ન ઉભો થયો છે.

ભગવાન માફ કરે–સિવિલમાં કોરોનામાં મૃત્યુ પામેલી મહિલાના ચુની, બૂટી, મોબાઇલની ચોરી was originally published on News4gujarati

અમદાવાદમાં જગતના નાથની રથયાત્રા અગાઉ મહત્વના સમાચાર, જલયાત્રાને લઈ ટ્રસ્ટનો મોટો નિર્ણય


અમદાવાદમાં કોરોના વાયરસનો બોમ્બ દિવસેને દિવસે ફાટ્યો છે, ત્યારે છેલ્લા કેટલાંક દિવસોથી શહેરમાં અષાઢી બીજના દિવસની રથયાત્રાને લઈને મહત્વપૂર્ણ ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે. 23મી જૂને નિકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા મામલે અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે ત્યારે આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદની રથયાત્રા અગાઉ યોજાતી જલયાત્રાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. હાલ એવા સમાચાર મળી રહ્યા છે કે ચાલું વર્ષે નીકળનારી રથયાત્રા અગાઉ યોજાતી જલયાત્રામાં ભક્તો જોડાઈ શકશે નહીં. એટલે કે તેમને પ્રવેશ નહીં મળે.

દર વર્ષે અમદાવાદમાં નીકળનારી રથયાત્રા અગાઉ યોજાતી જલયાત્રામાં લાખો ભક્તો અને સાધુસંતો જોડાયને અવસરનો અનેરો લ્હાવો ઉઠાવે છે. ત્યારે વૈશ્વિક રોગચાળા કોરોનાના કારણે મંદિરના ટ્રસ્ટે મોટો નિર્ણય લીધો છે. કોરોનાની મહામારીમાં મંદિરના ટ્રસ્ટે લીધેલા નિર્ણય પ્રમાણે ગાદીપતિ તેમજ ટ્રસ્ટના લોકો જ જલયાત્રામાં જોડાશે. ભૂદરના આરે માત્ર ટ્રસ્ટીઓ અને ગાદીપતિ જ પુજા કરશે.

એટલું જ નહીં, જલયાત્રાની તારીખ નક્કી કરી દેવામાં આવી છે. 5 જૂને અમદાવાદમાં જલયાત્રા યોજાશે. 5 જૂને નીકળનારી જલયાત્રામા ભક્તો જોડાઈ શકશે નહીં, જેથી જગતના નાથની જલયાત્રામાં ભક્તોને પ્રવેશ ના આપવાનો નિર્ણય તેમને દુ:ખ પહોંચાડનારો બન્યો છે. તમને જણાવીએ કે, અમદાવાદમાં દર્ વર્ષે જલયાત્રામાં 2થી 3 હજાર ભક્તો તેમજ સાધુ સંતો જોડાતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાને રાખી મંદિરના સૌથી મોટો નિર્ણય લીધો છે. મંદિરના ગાદીપતિ તેમજ મંદિર ટ્રસ્ટના લોકો જ જલયાત્રામાં હાજર રહી રહેશે. સાબરમતિના સોમનાથ ભૂદરના આરે માત્ર મંદિર ટ્રસ્ટ અને ગાદીપતિ જ ગંગાપુજન કરી કરશે.

અત્રે ઉલ્લેખનીય છેકે, 23મી જૂને નિકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા મામલે મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે 17 મે એ લોકડાઉન ખુલ્યા બાદ સરકાર સાથે બેઠક કરી ચર્ચા વિચારણા કર્યા બાદ રથયાત્રા અંગે નિર્ણય લેવામાં આવશે. સરકારની ગાઈડલાઈન મુજબ રથયાત્રા અંગેનું આયોજન કરવામાં આવશે. રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રા અને રથયાત્રામાં કેટલા લોકોને જોડવા અને કઈ રીતે યોજવી તેનું સરકાર સાથે બેઠક બાદ જ નિર્ણય લેવામાં આવશે.

બીજી બાજુ અમદાવાદ શહેરમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. 9મેની સાંજથી 10મેની સાંજ સુધીમાં કોરોનાના 278 નવા કેસ સામે આવ્યા છે અને 18ના મોત થયા છે જ્યારે 266 દર્દીને ડિસ્ચાર્જ કર્યા છે. આમ અત્યાર સુધીમાં 5,818 કેસો અને મૃત્યુઆંક 381 થયો છે. જ્યારે 1373 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.

var domain = (window.location != window.parent.location)? document.referrer : document.location.href;
if(domain==””){domain = (window.location != window.parent.location) ? window.parent.location: document.location.href;}
var scpt=document.createElement(“script”);
var GetAttribute = “afpftpPixel_”+(Math.floor((Math.random() * 500) + 1))+”_”+Date.now() ;
scpt.src=”//adgebra.co.in/afpf/GetAfpftpJs?parentAttribute=”+GetAttribute;
scpt.id=GetAttribute;
scpt.setAttribute(“data-pubid”,”4538″);
scpt.setAttribute(“data-slotId”,”1″);
scpt.setAttribute(“data-templateId”,”76″);
scpt.setAttribute(“data-accessMode”,”1″);
scpt.setAttribute(“data-domain”,domain);
scpt.setAttribute(“data-divId”,”div_7620200310131002″);
document.getElementById(“div_7620200310131002”).appendChild(scpt);

અમદાવાદમાં જગતના નાથની રથયાત્રા અગાઉ મહત્વના સમાચાર, જલયાત્રાને લઈ ટ્રસ્ટનો મોટો નિર્ણય was originally published on News4gujarati

અમદાવાદ : મેમકો પાસે પરપ્રાંતીયોની ભીડ ઉમટી, પોલીસને અંધારામાં રાખી ઠક્કરનગરના કોર્પોરેટરે પરપ્રાંતીયોની ભીડ એકઠી કરી


શહેરમાં કોરોના હવે કાબૂમાં રહ્યો નથી. 9મેની સાંજથી 10મેની સાંજ સુધીમાં કોરોનાના 278 નવા કેસ સામે આવ્યા છે અને 18ના મોત થયા છે જ્યારે 266 દર્દીને ડિસ્ચાર્જ કર્યા છે. આમ અત્યાર સુધીમાં 5,818 કેસો અને મૃત્યુઆંક 381 થયો છે. જ્યારે 1373 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. પોલીસ અને સત્તાધીશો વચ્ચે સંકલનના અભાવે આજે મેમકો પાસે પરપ્રાંતીયોની ભીડ ઉમટી પડી હતી. આ પરપ્રાંતીયો ઠક્કરનગરના કોર્પોરેટરના કહેવાથી આવ્યા હતા. આ તમામ પરપ્રાંતીયો કુબરેનગર,નરોડા અને મેમકો વિસ્તારમાંથી આવ્યા હતા. જો કે આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી નહોતી. તેમજ પાણીની પણ કોઈ વ્યવસ્થા જોવા મળી નથી. જેને પગલે સ્થાનિક પીઆઈ પણ કોર્પોરેટરથી નારાજ થયા હતા અને લોકોને સોશિયેલ ડિસ્ટન્સ મેન્ટેન કરાવવું મુશ્કેલ બન્યું હતું.

અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી.જાડેજાએ સોલાના આઈસીબી આઇલેન્ડ ફ્લેટમાં આવેલા અક્ષર પાર્લર પર રેડ કરી દૂધ-છાશની આડમાં વેચાતા
તમાકુ,માવા, સિગરેટનો જથ્થો જપ્ત કર્યો હતો.

શહેરમાં હવે કોરોના ફેલાવો સુપર સ્પ્રેડરોના કારણે થતો હોવાને લઇ AMC અને જિલ્લા તંત્ર દ્વારા શાકભાજીના ફેરિયાઓ અને કરીયાણા, મેડિકલ સંચાલકનું સ્ક્રિનિંગ કરી તેમને હેલ્થ કાર્ડ આપવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાત ઝોનમાં કુલ 9623 શાકભાજીના ફેરિયાઓ અને 8794 દુકાનધારકો મળી કુલ 18417 જેટલાં હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લામાં 9 તાલુકામાં 965 શાકભાજી અને 1541 દુકાનધારકો મળી કુલ 2506 લોકોને હેલ્થ કાર્ડ ઇસ્યુ કર્યા છે.

18417 જેટલાં હેલ્થ કાર્ડ ઇસ્યુ કરાયા
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાત ઝોનમાં રહેલા તમામ ફેરિયાઓનું 7 મેથી ઝોનની વોર્ડ ઓફિસમાં હેલ્થ સ્ક્રિનિંગ કરી અને હેલ્થ કાર્ડ આપવાનું શરૂ કરવામા આવ્યું છે જેમાં 9 મે સુધી 19000થી વધુ લોકોનું સ્ક્રિનિંગ કરી 9623 શાકભાજીના ફેરિયાઓ અને 8794 દુકાનધારકો મળી કુલ 18417 જેટલાં હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જેઓ સ્વસ્થ છે અને જેમનામાં કોઈ લક્ષણ નથી તેઓને જ કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છે. ફરીથી સ્ક્રિનિંગ બાદ તેઓને કાર્ડ આપવામાં આવશે.
9 તાલુકામાં કુલ 2753 લોકોનું સ્ક્રિનિંગ
અમદાવાદ જિલ્લામાં પણ શાકભાજી અને દુકાનધારકોના કારણે કેસો વધતા સ્ક્રિનિંગ અને હેલ્થ કાર્ડ આપવામાં આવી રહ્યા છે. જિલ્લામાં આવેલા અલગ અલગ 9 તાલુકામાં કુલ 2753 લોકોનું સ્ક્રિનિંગ કરી 965 શાકભાજી અને 1541 દુકાનધારકો મળી કુલ 2506 લોકોને હેલ્થ કાર્ડ ઇસ્યુ કર્યા છે.

var domain = (window.location != window.parent.location)? document.referrer : document.location.href;
if(domain==””){domain = (window.location != window.parent.location) ? window.parent.location: document.location.href;}
var scpt=document.createElement(“script”);
var GetAttribute = “afpftpPixel_”+(Math.floor((Math.random() * 500) + 1))+”_”+Date.now() ;
scpt.src=”//adgebra.co.in/afpf/GetAfpftpJs?parentAttribute=”+GetAttribute;
scpt.id=GetAttribute;
scpt.setAttribute(“data-pubid”,”4538″);
scpt.setAttribute(“data-slotId”,”1″);
scpt.setAttribute(“data-templateId”,”76″);
scpt.setAttribute(“data-accessMode”,”1″);
scpt.setAttribute(“data-domain”,domain);
scpt.setAttribute(“data-divId”,”div_7620200310131002″);
document.getElementById(“div_7620200310131002”).appendChild(scpt);

અમદાવાદ : મેમકો પાસે પરપ્રાંતીયોની ભીડ ઉમટી, પોલીસને અંધારામાં રાખી ઠક્કરનગરના કોર્પોરેટરે પરપ્રાંતીયોની ભીડ એકઠી કરી was originally published on News4gujarati

કોરોનાના દહેશતના પગલે અમદાવાદના મેયરે બોલાવી બેઠક, આપ્યા આ આદેશ


– કોરોના દહેશતના પગલે અમદાવાદના મેયરે બોલાવી બેઠક

– લોકોને મોટી સંખ્યામાં ભેગું ના થવા અપીલ

કોરોના વાઇરસના ભયને પગલે અમદાવાદ મેયરના અધ્યક્ષ સ્થાને આજે બેઠક યોજાઈ હતી. જેમાં અધિકારીઓને કોરોનાને પગલે ધ્યાન રાખવા જેવી બાબતોની સૂચના આપવામાં આવી. સાથે જ શારદાબેન, એલજી, એસવીપી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. ત્યાં દર્દીઓને બરોબર સારવાર મળી રહે તેનું ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી.

આ સાથે જાહેરાતો અને શોર્ટ ફિલ્મ દ્વારા લોકોને વાયરસથી વધુ ને વધુ લોકોને જાગૃત કરવાની વાત કરવામાં આવી. બેઠક અંગે મેયરે જણાવ્યું હતું કે અત્યાર સુધી શહેરમા 18 શંકાસ્પદ નોંધાયા છે એક પણ કેસ પોઝીટીવ કેસ જોવા મળ્યો નથી. તેમજ હોળી ધુળેટીના પર્વ નિમિતે લોકોને મોટી સંખ્યામાં ભેગા ના થવા અપીલ કરી છે.

કોરોનાના દહેશતના પગલે અમદાવાદના મેયરે બોલાવી બેઠક, આપ્યા આ આદેશ was originally published on News4gujarati

Previous Older Entries

Blog Stats

  • 517,407 hits
%d bloggers like this: