મહેસાણા જિલ્લાના વિસનગરમાં આજથી તમામ બજારો ખુલશે, જાણો કંઈ દુકાનો અને બજારો ખોલવાની પરમિશન મળી


કોરોના વૈશ્વિક બિમારી વચ્ચે ગુજરાત સહિત આખા દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉન 3.0 હવે ધીરેધીરે પૂર્ણતાના આરે છે. તો બીજી બાજુ રાજ્યમાં રેડ ઝોનમાં લોકડાઉન હજુ વધવાના એંધાણ દેખાઈ રહ્યા છે, ત્યારે મહેસાણાના વિસનગરમાં એક મોટા સમાચાર મળી રહ્યા છે. મહેસાણા જિલ્લાના વિસનગરમાં આજથી ચાની કીટલી, ગલ્લા હોટલ, મોલ સિવાય તમામ બજારો ખુલશે.

વિસનગરમાં આજથી સવારથી 7થી 1 બજારો ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે. હા પરંતુ કેટલીક શરતોને આધીન બજારો ખોલવાની પરમિશન પ્રાંત અધિકારીએ આપી છે. વિસનગરમાં GIDC સવારે 9થી 5 સુધી ચાલુ રહેશે. ઉધોગોમાં કામ કરનાર લોકોએ ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે.

અત્રે નોંધનીય છે કે, વિસનગર તાલુકા સેવાસદનમાં રવિવારે પ્રાંત અધિકારી સી.સી. પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ધારાસભ્ય ઋષિકેશ પટેલ, ડીવાયએસપી એમ.બી. વ્યાસ, મામલતદાર બી.જે. પરમાર, ચીફ ઓફિસર અશ્વિન પાઠક, તાલુકા અને શહેર પીઆઇ હાજર રહ્યા હતા.

 બેઠકમાં કોપરસીટી મર્ચન્ટ એસોસીએસને કરેલી રજૂઆત અંગે ચર્ચા કરાઇ હતી. જેમા ચર્ચા વિચારણાના અંતે વહીવટી તંત્ર દ્વારા સવારે 7 થી 1 વાગ્યા સુધી ચાની હોટલ, રેસ્ટોરન્ટ, મોલ અને પાનના ગલ્લા સિવાય તમામ બજારો તેમજ જીઆઇડીસીમાં આવેલી ફેક્ટરી અને ઉદ્યોગો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ચીફ ઓફિસર અશ્વિન પાઠકે જણાવ્યું કે, સરકાર દ્વારા પ્રતિબંધિત ન હોય તેવા તમામ ધંધા-ઉદ્યોગ અને વ્યવસાયને બપોરે એક વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય કરાયો છે. ચુસ્ત નિયમોનું પાલન કરવું પડશે નિયમો નહીં પાળનારની દુકાન સીલ કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ICMRએ ડિસ્ચાર્જ પોલિસી રિવાઈઝડ કરીને 10 દિવસમાં દર્દીને ઘરે મોકલવા છુટછાટ આપ્યાના 24 જ કલાકમાં ગુજરાતમાં સારવાર હેઠળ રહેલા 5 ટકાથી વધારે દર્દીઓને ઘરે જવાની રજા મળી છે. રવિવારે સાંજે 24 કલાકનું મેડિકલ બુલેટિન જાહેર કરતા આરોગ્ય અગ્રસચિવ ડો.જંયતિ રવિએ અમદાવાદમાં 278, સુરતમાં 41, વડોદરામાં 25 અને ગાંધીનગરમાં 10 સહિત 17 જિલ્લાઓમાં કુલ 398 પોઝિટિવ રિપોર્ટ મળ્યાનું જાહેર કરતા ગુજરાતમાં કોવિડ-19ના કેસોની સંખ્યા 8195એ પહોંચી હતી.

જો કે, નવી ડિસ્ચાર્જ પોલિસીને કારણે અમદાવાદમાં 226, વડોદરામાં 41, સુરતમાં 33 એમ 29 જિલ્લાઓમાંથી 454 દર્દીઓને ડિસ્ચાર્જ મળતા એક રીતે અત્યાર સુધીમાં સાજા થઈને ઘરે પહોંચનારાઓની સંખ્યા પણ 2545 થઈ છે. શનિવાર બાદ રવિવારે પણ રાજ્યમાં મૃત્યુદરમાં ઘટાડો જોવા મળ્યો હતો. વિતેલા 24 કલાકમાં 21 દર્દીઓના મૃત્યુ થયાનું મેડિકલ બુલેટિનમાં જાહેર કરવામાં આવ્યુ છે.

var domain = (window.location != window.parent.location)? document.referrer : document.location.href;
if(domain==””){domain = (window.location != window.parent.location) ? window.parent.location: document.location.href;}
var scpt=document.createElement(“script”);
var GetAttribute = “afpftpPixel_”+(Math.floor((Math.random() * 500) + 1))+”_”+Date.now() ;
scpt.src=”//adgebra.co.in/afpf/GetAfpftpJs?parentAttribute=”+GetAttribute;
scpt.id=GetAttribute;
scpt.setAttribute(“data-pubid”,”4538″);
scpt.setAttribute(“data-slotId”,”1″);
scpt.setAttribute(“data-templateId”,”76″);
scpt.setAttribute(“data-accessMode”,”1″);
scpt.setAttribute(“data-domain”,domain);
scpt.setAttribute(“data-divId”,”div_7620200310131002″);
document.getElementById(“div_7620200310131002”).appendChild(scpt);

મહેસાણા જિલ્લાના વિસનગરમાં આજથી તમામ બજારો ખુલશે, જાણો કંઈ દુકાનો અને બજારો ખોલવાની પરમિશન મળી was originally published on News4gujarati

ચાણસ્માના મેરવાડા નદીમાંથી રફી માટીનું બારોબારીયું કરાતાં રજૂઆત


ચાણસ્મા મામલતદારને પુછતા જણાવેલ કે આ બાબતે મને કઇ પણ ખબર નથી.ખાણ ખનીજ વાળા રિપોર્ટ આપશે તો હું કાર્યવાહી કરીશ.

પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના મેરવાડા ગામે સરપંચ અને કોન્ટ્રકટર સાથે મળી નદીમાંથી રફી માટીનું બારોબારીયું કરતાં ગામના જાગૃત નાગરીક અને ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા પાટણ ખાણ ખનીજ અને મામલતદારને લાખો રૂપિયાની રોયલ્ટીની ચોરી કરવામાં આવી હોવાની લેખીત ફરીયાદ કરવામાં આવતા હડકંપ મચ્યો છે.  

તંત્રના જવાબદારો સ્થળ ઉપર જઇ અરજદારોને ખબર ના પડે તેવી રીતે ખાનગી તપાસ કરી જતા રહેતાં અરજદારો ગ્રામજનોમાં તંત્રના જવાબદારો વિરુદ્ધ ફિટકારની લાગણી પ્રસરી જવા પામી છે. ત્યારે ખુલે આમ હજારો મેટ્રિક ટન માટીની રોયલ્ટીની ચોરી કરતા ખનન માફીયા અને મળતિયા સરકારી તિજોરીને લાખોનો ચુનો લગાડતા હોવાની રજુઆતો જાગૃત નાગરિકો કરતા હોવા છતાં જવાબદાર તંત્રને સાચી તપાસો કરતા ક્યાં રાજકીય ગ્રહો નડી રહ્યા છે. તેવી ચર્ચાઓ જોર પકડયું છે. ચાણસ્મા મામલતદારને પુછતા જણાવેલ કે આ બાબતે મને કઇ પણ ખબર નથી.ખાણ ખનીજ વાળા રિપોર્ટ આપશે તો હું કાર્યવાહી કરીશ.

ચાણસ્માના મેરવાડા નદીમાંથી રફી માટીનું બારોબારીયું કરાતાં રજૂઆત was originally published on News4gujarati

મહેસાણાના માલ ગોડાઉનમાંથી 959 કિલો પતાસાંનો જથ્થો સીઝ


હોળીના પર્વને લઈને મહેસાણા ફૂડ વિભાગની છ સ્થળે તપાસ કરી

હોળીના તહેવારને મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમોએ ગુરુવારે મહેસાણા અને વિસનગરમાં કુલ છ સ્થળે ઓચિંતી તપાસ હાથ ધરી શંકાસ્પદ ચીજોના આઠ નમૂના લીધા હતા. મહેસાણા માલગોડાઉનમાંથી ૯૫૯ કિલો પતાસાનો જથ્થો સીઝ કરાયો હતો.

આ કાર્યવાહી દરમિયાન મહેસાણાના માલગોડાઉનમાં મીઠા માસ્તરની ચાલીમાં આવેલી મે. ઉમિયા સુગર કેન્ડી વર્ક્સ નામની ફેક્ટરીમાં પતાસા બનાવવામાં અખાદ્ય કલરનો ઉપયોગ થતો હોવાની શંકાના આધારે પતાસા અને સાકરના નમૂના લેવાયા હતા તેમજ રૂ.૪૩,૧૫૫ના ૯૫૯ કિલો પતાસાનો જથ્થો સીઝ કરાયો હતો. મહેસાણાની ભાગ્યોદય સોસાયટીની બાજુમાં આવેલી મે.હરેશ સુગરકેન્ડી વર્ક્સમાંથી શંકાસ્પદ લૂઝ પતાસાંનો નમૂનો લેવાયો હતો. 

મહેસાણાના પાંચલીમડી વિસ્તારમાં ભાવેશ ટ્રેડિંગ કંપનીમાંથી ૫૦૦ ગ્રામ ખજૂરનું પેકેટનું સેમ્પલ અને ઓમ સાંઈ શિંગ-ચણા સ્ટોર્સમાંથી પણ ૫૦૦ ગ્રામ ખજૂરના પેકેટનું સેમ્પલ લેવાયું હતું. જ્યારે વિસનગરમાં મે.વિમલ ટ્રેડર્સમાંથી ૫૦૦ ગ્રામ ખજૂરનું પેકેટ, શ્રી ઉમિયા કિરાણા સ્ટોર્સમાંથી બે અલગ અલગ કંપનીનાં ૫૦૦ ગ્રામ ખજૂરનાં બે પેકેટ નમૂનારૂપે લેવાયાં હોવાનું ડેઝીગ્નેટેડ ઓફિસર બી.એમ.ગણાવાએ જણાવ્યું હતું. 

મહેસાણાના માલ ગોડાઉનમાંથી 959 કિલો પતાસાંનો જથ્થો સીઝ was originally published on News4gujarati

મહેસાણામાં ધાણી-ખજૂરના ભાવમાં રૂ. 20થી 30નો ભાવવધારો


હોળીના બે દિવસ બાકી હોય ત્યારે ધરાકી ફુલ ઉગડતી હોય છે અને લોકો ખરીદી કરતા હોય છે.

હોળી ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મહેસાણાના બજારોમાં ધાણી, ખજૂર, હારડાના વેચાણની ભારે બોલબાલા જોવા મળી રહી છે. ધાણી ખજૂરના ભાવમાં ગત વર્ષની સરખામણીએ આ વખતે રૂા. ૨૦થી ૩૦નો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. ઇરાકથી આયાત કરવામાં આવતી ખજૂરનો જથ્થો ન આવવાના કારણે તેમજ આ વર્ષે સતત વરસેલા વરસાદના કારણે ધાણી અને મકાઇના પાકમાં પણ ભારે નુકસાન થવા પામ્યું હતું. જેને પગલે ધાણી અને ખજૂરના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. 

હોળીના તહેવારને હવે માત્ર બે દિવસ બાકી રહયા છે. રંગોનું પર્વ એટલે ધુળેટી અને અનિષ્ટોનો નાશ કરતી હોળીના પર્વને લોકો શ્રધ્ધાભેર ઉજવણી કરે છે. શહેરના વેપારીઓ દ્વારા હોળીના તહેવારને લઇ બજારમાં ખજુર, ધાણી અને હારડા સહિતનો માલ બજારમાં ખડકી દેવામાં આવ્યો છે. જો કે હાલ તો બજારમાં ઘરાકીની શરૂઆત થઇ ચૂકી છે. આ અંગે રાજમહેલ રોડ પર આવેલી દુકાનમાં હોલસેલ વેપાર કરતા ધર્મેન્દ્રસિંહ રાજપૂત અને રાધનપુર સર્કલ પાસે સીંગચાણાની દુકાન ઘરાવતા ભરતભાઇ પાધ્યાએ જણાવ્યું હતુ કે હોળીના બે દિવસ બાકી હોય ત્યારે ધરાકી ફુલ ઉગડતી હોય છે અને લોકો ખરીદી કરતા હોય છે.

જો કે ગત વર્ષની સાપેક્ષમાં મકાઇ- જુવાર ધાણી અને ખજૂરમાં કિલોએ ૨૦ થી 30 રૂપિયા સુધીનો ભાવ વધારો છે. બાળકો માટે પણ બજારમાં વિવિધ વેરાઇટી સાથેની પિચકારીઓ પણ જોવા મળી રહી છે. આ વખતે બજારમાં દિલ્હીની સ્વદેશી બનાવટની પિચકારીઓની બોલબાલા જોવા મળી રહી છે. બજારમાં રુપિયા ૨૦ થી લઇને ૫૦૦ રુપિયા સુધીની પિચકારીઓ છે. હોળીના દિવસે લગ્નના પ્રથમ વર્ષ નવયુગલ હોય તે હોળીના દર્શન કરશે. પૌરાણિક માન્યતાઓ મુજબ હોળી પ્રગટાવ્યા બાદ તેની જવાળાઓની દિશા ઊંચાઇ સહિતના આશરો લઇને વરસાદનો વરતારો જોવામાં આવશે. 

ચોમાસાની સિઝનમાં વધુ વરસાદથી પાકને નુકસાન 

હોળી અને ધૂળેટીના પર્વમાં મકાઇ- જારની ધાણી અને ખજૂરની વિશેષ ખરીદી જોવા મળે છે. પરંતુ  ગત વર્ષની સરખામણીએ ખજૂર, મકાઇ – જુવારની ધાણીમાં કિલોએ ૨૦ થી 3૦ રૂપિયાનો ભાવ વધારો થયો છે. આ અંગે રાધનપુર સર્કલ પાસે સિંગચણા દુકાન ઘરાવતા ભરતભાઇ પાધ્યાએ જણાવ્યું હતું કે આ વખતે ચોમાસા દરમિયાન દિવાળી સુધી વરસાદ રહેતા મકાઇ- જુવાર પાકોમાં નુકશાની થવા પામી હતી આથી ઉત્પાદનમાં ઘટાડો થયો હતો જેના કારણે બજારમાં મકાઇ અને જુવારની આવક ઓછી હોવાથી આ વખતે મકાઇ- જુવારની ધાણીમાં ભાવ વધારો થયો છે. જયારે ઇરાકથી ખજૂરની આયાતમાં ઘટાડો થવાથી ભાવ વધારો થયો છે.  

વસંતઋતુમાં ખજૂર, ધાણી ખાવી હિતાવહ

શિવરાત્રી બાદ વાતવરણમાં ફેરફાર જોવા મળે છે. વસંતઋતુની સીઝનમાં ઠંડી અને ગરમી એમ બેવડી ઋતુ જોવા મળી છે. બેવડીઋતુને લઇ શરીદી, ખાસી અને કફની બીમારી જોવા મળતી હોય છે. ત્યારે વસંત ઋતુમાં ધાણી અને ખજૂરમાં શરદી, ખાસી અને કફની બિમારી નાથવા માટે ઉત્તમ ઓષધિ તરીકે પણ ગુંણકારી ગણવામાં આવે છે. 

મહેસાણામાં ધાણી-ખજૂરના ભાવમાં રૂ. 20થી 30નો ભાવવધારો was originally published on News4gujarati

ડીસા પાલિકા પ્રમુખને પદ છોડવા પાર્ટીનો આદેશ


ભાજપ શાસિત નગરપાલિકામાં આખરે સંગઠનની જીત થઇ : સત્તાધારીઓની હાર

ભાજપ શાસિત ડીસા પાલિકામાં ભાજપના 11 અને અપક્ષના 2  સભ્યોએ હોદ્દા પરથી રાજીનામું આપ્યા બાદ દોડી આવેલ ભાજપ મોવડી મંડળ દ્વારા ડેમેજ કંટ્રોલ માટે બેઠક યોજાઇ હતી. જેમાં ભાજપના મોવડી મંડળના સભ્યોએ બંને પક્ષોની રજુઆતો સાંભળી હતી. જોકે, ત્યારબાદ પ્રમુખ બુધવારે એકાએક અનિશ્ચિત મુદ્દતની રજા ઉપર ઉતારી દેતા રાજકિય ગરમાવો આવી જવા પામ્યો છે.

ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી આંતરિક વિખવાદ બહાર આવ્યો હતો. સત્તાધારીઓ અને સંગઠનની લડાઈ ચાલી રહી હતી. જેના કારણે આંતરિક વિખવાદ સપાટી ઉપર આવી જતા  ડીસા નગરપાલિકા પ્રમુખ શિલ્પાબેન માળી ભાજપના જ સભ્યોની રજૂઆત ન સાંભળતા તેમના વિસ્તારમાં વિકાસના કામો ન થતા અને મનસ્વીપણે વહીવટ ચલાવતા હોવાના આક્ષેપો સાથે ભાજપના 11 અને અપક્ષના 2 મળી કુલ 13 સભ્યોએ શહેર ભાજપ પ્રમુખને રાજીનામા ધરી દીધા હતા.

તે બાદ ભાજપ મોવડી મંડળ દ્વારા ત્રણ દિવસ અગાઉ  ડીસા એપીએમસી ખાતે નારાજ સભ્યોને મનાવવા માટે બેઠક યોજાઇ હતી. જેમાં મહેસાણા જિલ્લા ભાજપ મહામંત્રી અશોક ચૌધરી અને સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ જે. ડી. પટેલે બન્ને પક્ષની રજુઆત સાંભળી આંતરિક અસંતોષ ડામવાની કવાયત હાથ ધરી હતી. જો કે, ત્યાર બાદ ગૂંચવાયેલા કોકડા વચ્ચે બુધવારે ફરી ભાજપના નેતાઓ ડીસા દોડી આવ્યા હતા. અને બાદમાં પ્રમુખને પદ પરથી ખસી જવા આદેશ કરતા પાલિકા પ્રમુખ શિલ્પાબેન માળીએ પોતે અનિશ્ચિત મુદતની રજાનો રિપોર્ટ ચીફ ઓફિસરને આપી દીધો હતો. પાલિકા પ્રમુખ આ રીતે એકાએક રજા ઉપર જવાની બાબતને લઈ સમગ્ર શહેરમાં વિવિધ ચર્ચાએ જોર પકડ્યું છે .જેથી પાલિકા ફરી એકવાર વિવાદોમાં સપડાઈ છે. ડીસા પાલિકામાં સભ્યોને મહોરું બનાવી ચાલી રહેલા રાજકીય દાવપેચમાં આખરે સત્તાધારીઓની હાર અને સંગઠનની જીત થઈ છે.

ચીફ ઓફિસર વહીવટ સંભાળશે

ડીસા પાલિકા પ્રમુખ પર રજા  ઉતરી ગયા છે. ત્યારે હવે પ્રમુખનો ચાર્જ ઉપપ્રમુખ કાંતિલાલ સોનીને સોપાશે. જોકે, કાંતિલાલ સોની 11 માર્ચએ ચાર્જ સંભાળશે. ત્યાં સુધી ચિફ ઓફિસર વહીવટ કરશે.

ડીસા પાલિકા પ્રમુખને પદ છોડવા પાર્ટીનો આદેશ was originally published on News4gujarati

વડગામ – હાઇસ્કૂલ શિક્ષકે સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિકમાંથી બનાવ્યું ઘર


સ્કૂલમાં 25000 પ્લાસ્ટિકની બોટલો અને 50 કિલો પ્લાસ્ટિકની થેલીઓથી પ્લાસ્ટિક હાઉસ બનાવ્યું

વડગામની શ્રી વી.જે.પટેલ હાઈસ્કૂલના શિક્ષક એસ.વી.રહેવર દ્વારા સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિકને વાપરવાની અનોખી પહેલ શરૂ કરી હતી અને જાતે હાઈસ્કૂલમાં 25000 પ્લાસ્ટિકની બોટલો અને 50 કિલો પ્લાસ્ટિકની થેલીઓથી પ્લાસ્ટિક હાઉસ બનાવ્યું છે.

વડગામની શ્રી વી.જે.પટેલ હાઈસ્કુલના શિક્ષક એસ.વી રહેવર દ્વારા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાના ભાગરૂપે એક અનોખી પહેલ કરી હતી. જેમાં વડગામ તાલુકાના તમામ ગામોમાંથી પ્લાસ્ટિકની વેસ્ટ બોટલથી અને વેસ્ટ પ્લાસ્ટિક એકઠો કરી પોતાના સ્વખર્ચે શાળામાં ભણતા વિદ્યાર્થી તેમજ શિક્ષકના ઘરે તેમજ પોતે આખા તાલુકાના વિવિધ ગામોમાં ફરી લગભગ 25000 પ્લાસ્ટિકની બોટલો તેમજ 50 કિલો પ્લાસ્ટિકની થેલીઓ તેમજ પ્લાસ્ટિકની અન્ય વસ્તુઓ એકઠી કરી હાઈસ્કૂલમાં પ્લાસ્ટિક હાઉસ બનાવ્યું છે. 

ગાંધીજીની 150મી જન્મ જયંતી અંતર્ગત વી.જે.પટેલના શિક્ષકે  સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન પર અમલ કરીને સમાજ અને શિક્ષણ જગતને અલગ રાહ બતાવી હતી. ત્યારે આં અંગે શિક્ષકે જણાવ્યું હતું કે, છેલ્લા ચાર મહિનાથી પ્લાસ્ટિકની બોટલો તથા પ્લાસ્ટીકના કાગળ એકઠા  કરવાનું કામ મે કર્યું છે. હાઈસ્કૂલમાં પ્લાસ્ટિક હાઉસ બનાવી તેના નુકસાન અંગે બાળકોને જણાવ્યું છે અને આગળ પણ આ કાર્ય કરતો રહીશ. 
પ્લાસ્ટિક વાપરવાનું કેટલું ખતરનાક છે તે શાળાના આચાર્ય  રાકેશભાઈ પ્રજાપતિએ સમજાવ્યું હતું આ કાર્યક્રમમાં વડગામ મામલતદાર આર.સી.ઠાકોર, ટીડીઓ એ.એચ.પરમાર તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કો-ઓર્ડીનેટર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ રાકેશભાઈ  અને સ્ટાફ અને બાળકો હાજર રહ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્લાસ્ટીક મુક્ત ભારતની પહેલને આવકારી છે.  

વડગામ – હાઇસ્કૂલ શિક્ષકે સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિકમાંથી બનાવ્યું ઘર was originally published on News4gujarati

સિદ્ધપુરમાં હોળી-ધુળેટીના પર્વને લઇ નાગરિકો દ્વારા ધાણી-ખજૂરની ખરીદી


હોળી પર્વ નજીક આવતાં સિદ્ધપુરના બજારમાં ધાણી, ખજૂર, હારડા, શીંગ, ચણાની ખરીદીનો માહોલ જામી રહ્યો છે. રંગોત્સવનું પર્વ હોળીનો તહેવાર નજીક આવતાં ધાણી,ખજૂરના વેચાણમાં ઘરાકી જામી છે. સિદ્ધપુરના સિંગ ચણાના વેપારી રમેશભાઈ પોહાણીયે જણાવ્યું હતું કે અત્યારે ધાણી અને ખજુરની ખરીદીમાં ઘરાકી જામી છે. હોળીના પર્વ નજીક આવતા સવારથી જ ઘરાકીમાં વધારો થયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ધાણી અને ખજૂર તેમજ હારડાના સ્ટોલો તેમજ લારીનો જમાવડો જામી ગયો છે. વસંતઋતુમાં ધાણી અને ખજૂરથી ઔષધિય ફાયદા થાય છે.

આયુર્વેદિક ડોક્ટરના જણાવ્યા મુજબ વસંતઋતુમાં ઘર ઘરમાં શરદી-ખાંસી અને કફની બીમારી જોવા મળે છે. આ ઋતુમાં શરદી, ખાંસી, કફ અને ખંજવાળના પ્રકોપ વધી જાય છે. જેથી ખાંસી, કફ મટાડવાનું કામ ચણા અને ધાણી કરે છે. ખજૂર લોહી અને વજન વધારે છે. ચક્કર બળતરા કે ઊલટીના પ્રકોપ વધ્યા હોય તો ધાણી તેમજ ખજૂરનું પાણી પીવાથી ફાયદો થાય છે. આ ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. જેથી શરદીના રોગ વધી જાય છે.

આ સમય દરમિયાન દૂધનો ઉપયોગ ઓછો કરી ખજૂર, મગ, મધ અને કારામરીનો ઉપયોગ કરવો હિતાવહ છે. હોળીનો પર્વ જેમ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ સિદ્ધપુરના બજારોમાં હોળીની ખરીદીનો માહોલ જામી રહ્યો છે. બજારમાં પીચકારીઓ અને રંગોની લારીઓ અને દુકાનોમાં મંડાઈ રહી છે.

કિલોના ભાવ

મકાઈની ધાણી કિલોના  140 રૂ.
જુવારની ધાણી કિલો        80રૂ.
હારડા કિલોના              100રૂ.
ખજૂર કિલોના               120રૂ.
સિંગ કિલોના                120રૂ.
ચણા કિલોના                120રૂ.

સિદ્ધપુરમાં હોળી-ધુળેટીના પર્વને લઇ નાગરિકો દ્વારા ધાણી-ખજૂરની ખરીદી was originally published on News4gujarati

કોંગ્રેસ-ભાજપને રીમોટ કંટ્રોલથી ચાલે તેવા પાલિકા પ્રમુખની શોધ !


– મહેસાણામાં ટોક ઓફ ધ ટાઉન પાલિકામાં નવા પ્રમુખ કોણ બનશે ?

– સત્તા પક્ષ કોંગ્રેસ પાસે સંખ્યાબળ હોવા છતાં વિપક્ષ ભાજપ પ્રમુખપદ લઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું

મહેસાણા નગરપાલિકામાં પ્રમુખપદ માટે હવે બરાબરનો ખેલ શરૃ થયો છે. બન્ને પાર્ટી નબળા ઉમેદવારને પ્રમુખપદ આપવા માગે છે. જેથી આઠ મહિના સુધી મોવડીઓ પાલિકા આરામથી ચલાવી શકે. હાલની સ્થિતિ જોતા ભાજપ પ્રમુખ પદ લઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

મહેસાણા પાલિકામાં ૪૪માંથી એકનું મોત થતા ૪૩ નગરસેવકો છે. જેમાં કોંગ્રેસ પાસે ૨૮ અને ભાજપ પાસે ૧૫નું સંખ્યાબળ છે. સત્તા હાલ કોંગ્રેસ  પાસે છે પરંતુ ચાર વર્ષમાં ચાર પ્રમુખોને બદલી નાખ્યા છે. જેથી કોંગ્રેસમાં એકતા નથી. હાલ પણ ૨૮ નગરસેવકો બે ગુ્રપોમાં વહેંચાયેલા જોવા મળી રહ્યા છે જેથી પ્રમુખપદ કોંગ્રેસ પાસે જળવાઈ રહે તેવી કોઈ શક્યતા દેખાઈ રહી નથી. સામે પક્ષે ભાજપમાં વિરોધ છે પણ પાર્ટી સામે બળવો કરે તેવી કોઈ નગરસેવકોમાં હિમ્મત નથી. જેથી પાર્ટી જેને મેન્ડેડ આપશે તે ઉમેદવાર પ્રમુખપદે બેસી જશે તે નક્કી છે. હજુ ત્રણ દિવસ પ્રમુખ પાસે ચાર્જ છે. ત્યારબાદ ફરી પ્રમુખની ચૂંટણી થશે. હાલ સત્તા પક્ષ કોંગ્રેસના બે ગુ્રપો એક થાય તેવું લાગતું નથી કોંગ્રેસના વ્હીપનો અનાદર કર્યો હોવાથી તમામ નગરસેવકો સામે પક્ષાંતર ધારા હેઠળનો કેસ કરવાનું પાર્ટીએ મન બનાવી લીધું છે.

જો આ તમામ બાગી નગરસેવકો માફી માંગી કોંગ્રેસ જેને મેન્ડેડ આપે તેની ફેવરમાં મતદાન કરે તો ફરી કોંગ્રેસનો પ્રમુખ બને તેમ છે. પરંતુ હાલ તેવી કોઈ શક્યતા દેખાતી નથી. બંનેને પક્ષ રીમોટથી ચાલે તેવા પ્રમુખની શોધ કરી રહ્યા છે.

ભાજપમાં બે ઉમેદવારો વચ્ચે જંગ

મહેસાણા પાલિકાની હાલની પરિસ્થિતિ જોઈએ તો ભાજપ પાસે પણ પ્રમુખ બનવા માટેના રસ્તા ખુલ્લા છે. ભાજપમાં બે ઉમેદવાર કોકિલાબેન ચાવડા અને નવીન પરમાર એસસી સમાજમાંથી આવે છે પરંતુ પક્ષના મોટાભાગના નગરસેવકો નવીન પરમાર પ્રમુખ બને તે પક્ષમાં છે પરંતુ નીતિન પટેલ જેના ઉપર કળશ ઢોળશે તે ઉમેદવાર પ્રમુખ બનવા માટે સૌથી આગળ હશે. બીજી વાત એવી પણ છે કે ભાજપમાં અમુક નેતાઓ એવું ઈચ્છી રહ્યા છે કે રીમોટ કન્ટ્રોલથી ચાલે તેવા જ પ્રમુખ આવવા જોઈએ. જેથી તેમના રોટલા પણ શેકાતા રહે. આગામી ત્રણ દિવસમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

કોંગ્રેસમાં ચારમાંથી એક ઉમેદવાર પાર્ટી સાથે રહ્યા

સત્તાપક્ષ કોંગ્રેસમાં શારદાબેન પરમાર, હિરેન મકવાણા, ગાયત્રીબેન ચાવડા, ઘનશ્યામ સોલંકી અને મંજુલાબેન ચૌહાણ એસસી સમાજમાં આવે છે. જેમાં ઘનશ્યામ સોલંકી સામે બળવો થતા અવિશ્વાસની દરખાસ્ત આવી હતી. હવે બાકીના ઉમેદવારોમાં શારદાબેન, હરેન, ગાયત્રીબેને કોંગ્રેસ પક્ષના વ્હીપનો અનાદર કરતા પાર્ટીની વિરુધ્ધમાં મતદાન કર્યું હતું. જેથી હવે માત્ર મંજુલાબેન ચૌહાણ જ પ્રમુખપદ માટે પ્રબળ દાવેદાર છે. પાર્ટીના સભ્યો પણ મંજુલાબેનને જ પ્રમુખપદ માટે દાવેદાર માને છે પણ કોંગ્રેસ પક્ષ જેને અંતિમ ઘડીએ મેન્ડેડ આપે તે જ પ્રમુખ બનશે તેવી પ્રબળ સંભાવના છે.

નિયમ વિરુધ્ધ મારી સહીઓ લીધી, નગરસેવિકાનો બળાપો

કોંગ્રેસના નગરસેવિકા પટેલ ચેતનાબેને લેખિતમાં મુખ્ય અધિકારીને ફરિયાદ કરી છે કે પાલિકા પ્રમુખ વિરુધ્ધ કલમ ૩૬ હેઠળ અવિશ્વાસની દરખાસ્ત બાબતે અમારી પાસે અયોગ્ય રજુઆત કરી ગેરમાર્ગે દોરી સહીઓ કરાવી લીધી છે. કલમ ૩૬(૧) ની જોગવાઈ મુજબની કાયદેસર રીતની દરખાસ્ત રજુ કરી નથી. જેથી આ કાર્યવાહી મુલતવી રાખવી જોઈએ તેવી અમારી માંગ છે. આમ ખુદ કોંગ્રેસના નગરસેવિકાની લેખિત રજુઆત છતાં પ્રમુખને ઘરભેગા કર્યા હતા.

પાર્ટીએ પ્રદેશ મહામંત્રી બનાવ્યા છતાં વ્હીપનો અનાદર કર્યો !

મહેસાણા પાલિકાના ઉપપ્રમુખ પુરીબેન પટેલે કોંગ્રેસ પાર્ટીએ જે દિવસે પ્રદેશના મહામંત્રી બનાવ્યા હતા તે જ દિવસે તેમણે પાર્ટીના વ્હીપનો અનાદર કરી કોંગ્રેસના પ્રમુખ વિરુધ્ધ વોટીંગ કર્યું હતું. આમ જે દિવસે પાર્ટીએ તેમને બિરદાવ્યા તે જ દિવસે કોંગ્રેસ વિરુધ્ધ વોટ આપ્યો હતો. હવે ૩ દિવસ બાદ જો કોઈ પ્રમુખ ના બને તો  ઉપપ્રમુખનો ચાર્જ પણ મળી જશે. પરંતુ હાલના સંજોગોમાં તેવું થાય તેમ લાગતું નથી.

કોંગ્રેસ-ભાજપને રીમોટ કંટ્રોલથી ચાલે તેવા પાલિકા પ્રમુખની શોધ ! was originally published on News4gujarati

ડીસામાં અદાવતમાં દુકાન પર રાત્રે ટોળાનો હુમલો,ત્રણને ઈજા


ઇજાગ્રસ્તો વ્યકિતઓને સારવાર માટે અર્થે ખસેડાયા, હોસ્પિટલમાં લોકો ઊમટ્યા

ડીસામાં એક સપ્તાહ અગાઉ નકલી બિયારણ ના મુદ્દે થયેલ મારામારીની અદાવતમાં રવિવારે રાત્રીના આઠેક વાગયાના સુમારે ટોળાએ માધવી સ્વીટ પર હુમલો કરતાં ત્રણ વ્યક્તિઓને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

ડીસા શહેરના જલારામ મંદિર સામે આવેલ માધવી ડેરી ઉપર એક સપ્તાહ અગાઉ નકલી બિયારણ મુદ્દે હંગામો મચ્યો હતો. જેમાં બન્ને પક્ષોએ સામસામે ફરિયાદ નોધાવી હતી. જો કે, રવિવારે મોડી રાત્રે ફરીથી માધવી ડેરી ઉપર હંગામો મચ્યો હતો. જેથી હુમલામાં મહેશ હરીભાઇ ચૌધરી, મનિષ ગોવિંદભાઇ ચૌધરી અને રમેશ આહજીભાઇ ચૌધરીને માથા તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક ડીસા સિવિલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અન્યત્ર ખસેડવામાં આવ્યા હતાં. આ અંગેની ની જાણ થતાં જ ડીસા શહેર ઉત્તર પીઆઇ જે.વાય.ચૌહાણ સ્ટાફ સાથે સિવિલ મા દોડી આવ્યાં હતાં. માધવી ડેરી અને સિવિલ ખાતે લોકોના ટોળેટોળા ઉમટી પડયાં હતા.

આ અંગે માધવી ડેરીના માલિક ગોવિંદભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, મારા પુત્ર સહિત ત્રણ વ્યક્તિઓ દુકાન ઉપર હતાં તે દરમ્યાન જુની અદાવત રાખી અચાનક જ ટોળાએ હિસંક હુમલો કરવામા આવ્યો છે.

ડીસામાં અદાવતમાં દુકાન પર રાત્રે ટોળાનો હુમલો,ત્રણને ઈજા was originally published on News4gujarati

જોટાણાના તેલાવીપુરાની પ્રાથમિક શાળાનું નવું મકાન બનાવવાની માંગ બુલંદ


– વિરમગામના કોંગી ધારાસભ્યની રજુઆત

– બિલ્ડીંગ જર્જરીત બનતાં દોઢ વર્ષથી અસુવિધાસભર મકાનમાં શિક્ષણકાર્ય ચાલે છે

જોટાણા તાલુકાના છેવાડાના વિસ્તારમાં આવેલા તેલાવીપુરા ગામની પ્રાથમિક શાળાનું મકાન અત્યંત જર્જરીત બની જતા છેલ્લા દોઢેક વર્ષથી આ શાળાનું શિક્ષણ કાર્ય અસુવિધાસભર ખાનગી મકાનમાં ચલાવવામા ંઆવી રહ્યું છે. જેના કારણે શાળામાં ભણતા ૧૧૦ જેટલા વિદ્યાર્થીઓનું ભાવી અંધકારમય બની ગયું છે. આ મુદ્દે વિરમગામના કોંગી ધારાસભ્યોએ મહેસાણાના શિક્ષણાધિકારી સમક્ષ રજુઆત કરીને શાળાનું નવું મકાન બનાવવા માંગણી કરી છે.

જોટાણાના તેલાવીપુરા ગામમાં મહેસાણા જિલ્લા પંચાયત હસ્તકની સરકારી પ્રાથમિક શાળા કાર્યરત છે. અહીં ચાલતા ધોરણ ૧ થી ૮ સુધીના વર્ગોમાં ૧૧૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.જોકે શાળાનું મકાન ખુબ જ જર્જરીત બની જતાં બાળકો માટે જોખમી બન્યું છે. જેના કારણે દોઢેક વર્ષથી શાળાનું તેલાવીપુરામાં આવેલ એક ખાનગી રહેણાંક મકાનમાં ના છુટકે સ્થળાંતર કરવામાં આવે છે. અગાઉ શાળાના શિક્ષકો અને ગ્રામજનો દ્વારા જર્જરીત બનેલા પ્રાથમિક શાળાના મકાનને તોડી નવું બિલ્ડીંગ બનાવવા શિક્ષણતંત્ર સમક્ષ રજુઆતો કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઇ નિવેડો આવ્યો નથી. દરમિયાન વિરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડે પોતાના મતવિસ્તામાં આવતા તેલાવીપુરા ગામની પ્રાથમિક શાળાનું નવું મકાન બનાવવાની મંજુરી મળે તે માટે મહેસાણાના જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજુઆત કરી છે.

જોટાણાના તેલાવીપુરાની પ્રાથમિક શાળાનું નવું મકાન બનાવવાની માંગ બુલંદ was originally published on News4gujarati

Previous Older Entries

Blog Stats

  • 517,407 hits
%d bloggers like this: