ગરમીમાં ઠંડક: કોલ્ડ ડ્રિન્ક્સ, આઇસ્ક્રીમ, ફ્રોઝન ફૂડથી કોરોના ફેલાતો નથી


ગુજરાત સહિત દેશભરમાં કોરોના મહામારીનો આતંક છે અને બીજી તરફ ચોમાસા પૂર્વેનો વૈશાખી તાપ વચ્ચે લોકડાઉનથી નાગરિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેની વચ્ચે થોડા રાહતના સમાચાર છે. કેન્દ્રના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કોલ્ડ ડ્રિક્સ, આઇસ્ક્રીમ અને ફ્રોઝન ફૂડ જેવી ખાદ્યચીજોથી કોરોના વાયરસનું સંક્રમણ થતું નથી એવી ગાઇડલાઇન્સ દરેક રાજ્યોને મોકલી આપી છે. આ ગાઇડલાઇન્સના પાલન માટે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર ડો. એચ.જી. કોશીયાએ દરેક કલેક્ટરો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરોને સૂચના આપી છે અને જણાવ્યું છે કે, આવા ખાદ્યપદાર્થોના વેચાણને છુટ આપવામાં આવી હોવાથી એમને કનડગત કરવી નહીં.

અહીં નોંધવું જરૂરી છે કે, અમદાવાદ સહિત રાજ્યભરમાં કેટલાય પ્રોવિઝન્લ સ્ટોર્સ, મેડિકલ સ્ટોર્સ અને કરિયાણાની દુકાનોમાં આઇસ્ક્રીમ તથા કોલ્ડ ડ્રિન્ક્સ પણ વેચાણ થતું હતું. લોકડાઉનના કારણે માત્ર દવાની દુકાન અને કરિયાણાની દુકાનો ખોલવાની મંજૂરી અપાઇ હતી. પરંતુ દુકાનદારો આવો માલ પણ ક્યારેક વેચાણ કરતા હોય તો એમની સામે પોલીસ કે સ્થાનિક હેલ્થ ઓફિસર દ્વારા પગલાં લેવામાં આવતા હતા. ગઇકાલે અમદાવાદમાં એક મેડિકલ સ્ટોરના સંચાલક સામે પોલીસ ફરિયાદ થઇ હતી. આ સંજોગોમાં હવે આવા પાર્લરો, દુકાનના માલિકો માટે રાહતના સમાચાર એ છે કે, રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર દ્વારા આ ચોખવટ કરતાં હવે જ્યારે લોકડાઉનની સ્થિતિ હળવી થાય એમાં આવા દુકાનદારો આ ખાદ્યચીજોનું ખરીદ, વેચાણ કરી શકશે.

‘કેન્દ્રના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટારન્ડર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએએસએઆઇ)એ દરેક રાજ્યોના મુખ્યસચિવોને ૫ મે, ૨૦૨૦ના રોજ એક ગાઇડલાઇન્સ મોકલી આપી હતી. જેમાં કહેવાયું છે કે, કોલ્ડ ડ્રિંક્સ, આઇસ્ક્રીમ, ફ્રોજન ફૂડના ખરીદ, વેચાણ અને સંગ્રહની પ્રવૃત્તિને અટકાવવી નહીં. આ ખાદ્યચીજોથી કોરોના વાયરસ ફેલાતો નથી. આવી ચીજોનું એના નિયમો મુજબ ઉત્પાદન, ખરીદ, વેચાણ અને સંગ્રહ થતો હોય તો તેને અટકાવવો નહીં. આવી ચીજો ઉપર તેના પ્રોડક્શન અને એક્સ્પાઇયરી ડેઇટ લખેલી હોય છે. એ સમયગાળામાં એનો ઉપયોગ, વપરાશ કરી શકાય છે.’

var domain = (window.location != window.parent.location)? document.referrer : document.location.href;
if(domain==””){domain = (window.location != window.parent.location) ? window.parent.location: document.location.href;}
var scpt=document.createElement(“script”);
var GetAttribute = “afpftpPixel_”+(Math.floor((Math.random() * 500) + 1))+”_”+Date.now() ;
scpt.src=”//adgebra.co.in/afpf/GetAfpftpJs?parentAttribute=”+GetAttribute;
scpt.id=GetAttribute;
scpt.setAttribute(“data-pubid”,”4538″);
scpt.setAttribute(“data-slotId”,”1″);
scpt.setAttribute(“data-templateId”,”76″);
scpt.setAttribute(“data-accessMode”,”1″);
scpt.setAttribute(“data-domain”,domain);
scpt.setAttribute(“data-divId”,”div_7620200310131002″);
document.getElementById(“div_7620200310131002”).appendChild(scpt);

ગરમીમાં ઠંડક: કોલ્ડ ડ્રિન્ક્સ, આઇસ્ક્રીમ, ફ્રોઝન ફૂડથી કોરોના ફેલાતો નથી was originally published on News4gujarati

રેલ ટિકિટ લેવા રેલ્વે સ્ટેશન પર ન આવવું, ઓનલાઈન ટિકિટ વગર નહીં આપવામાં આવે પ્રવેશઃ DGP


રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરી જણાવ્યું હતું કે, આજે રેલ મંત્રાલય દ્વારા ટ્રેન શરૂ કરવામાં આવેલ છે. આ માટે કેન્દ્ર દ્વારા જાહેર કરેલ ગાઈડલાઈન લોકો પાલન કરે તે જરૂરી છે. ટ્રેનની ટિકિટનું બુકિંગ ઓનલાઈન જ થાય છે. કાઉન્ટર પર ટિકિટ મળતી નથી. જેથી રેલ્વે સ્ટેશન પર ટિકિટ માટે જવું નહીં. અને ઓનલાઈન રેલ્વે ટિકિટ ઉપર જ મુસાફરોને રેલ્વે સ્ટેશનમાં પ્રવેશ આપવામાં આવશે. રેલ્વે સ્ટેશન પર આવતાં દરેક વ્યક્તિએ માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સનો ઉપયોગ કરવો.

લોકડાઉનમાં વિદેશમાં ફસાયેલાં ભારતીયોને પરત લાવવાની શરૂઆત થયેલ છે. ગુજરાતમાં પણ ફ્લાઈટમાં પરત લાવવાની શરૂઆત થઈ ગઈ છે. આ માટે સરકાર દ્વારા જરૂરી નિયમો જાહેર કરવામાં આવેલ છે. પરત આવેલાં લોકોને નિયત સમયમાં ક્વોરન્ટાઈન થવું પડશે. અને તે લોકોને ક્વોરન્ટાઈન સેન્ટર આપવામાં આવેલ છે. અને પોલીસ દ્વારા તેમના પર વોચ રાખવામાં આવશે. અને જો કોઈ વ્યક્તિ ક્વોરન્ટાઈનનો ભંગ કરશે તો તેવા લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે. અને લોકોને પણ અપીલ છે કે, વિદેશથી પરત આવેલ વ્યક્તિઓને ક્વોરન્ટાઈન સમય પહેલાં મળે નહીં.

આવશ્યક ચીજ વસ્તુઓની આડમાં પ્રતિબંધિત વસ્તુઓનાં વેચાણનાં બનાવો પકડી પાડી ગુનો નોંધવામાં આવ્યા છે. અમદાવાદના સોલામાં દૂધ પાર્લરની આડમાં પાન મસાલાના વેચાણનો ગુનો, રાજકોટમાં શાકભાજીના વાહનનો ઉપયોગ કરી તમાકુની હેરફેર મામલે ગુનો નોંધાયો છે. તો તાપીમાં સોનગઢ ચેકપોસ્ટ પર દારૂ લાવવામાં આવી રહ્યો હતો.

var domain = (window.location != window.parent.location)? document.referrer : document.location.href;
if(domain==””){domain = (window.location != window.parent.location) ? window.parent.location: document.location.href;}
var scpt=document.createElement(“script”);
var GetAttribute = “afpftpPixel_”+(Math.floor((Math.random() * 500) + 1))+”_”+Date.now() ;
scpt.src=”//adgebra.co.in/afpf/GetAfpftpJs?parentAttribute=”+GetAttribute;
scpt.id=GetAttribute;
scpt.setAttribute(“data-pubid”,”4538″);
scpt.setAttribute(“data-slotId”,”1″);
scpt.setAttribute(“data-templateId”,”76″);
scpt.setAttribute(“data-accessMode”,”1″);
scpt.setAttribute(“data-domain”,domain);
scpt.setAttribute(“data-divId”,”div_7620200310131002″);
document.getElementById(“div_7620200310131002”).appendChild(scpt);

રેલ ટિકિટ લેવા રેલ્વે સ્ટેશન પર ન આવવું, ઓનલાઈન ટિકિટ વગર નહીં આપવામાં આવે પ્રવેશઃ DGP was originally published on News4gujarati

ગુરુવારથી રાજકોટમાં ઉદ્યોગ-ધંધો શરૂ કરાશે, જિલ્લા કલેક્ટર મંજૂરી આપશેઃ અશ્વિની કુમાર


ભાવનગરના વધુ બે પોઝટિવિ કેસ સાથે રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 8544 થઇ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 513 છે. રાજ્યમાં અત્યારસુધીમાં 2780 દર્દીઓને સાજા થતા રજા આપવામાં આવી છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, 14મી મે, ગુરુવારથી રાજકોટમાં જિલ્લા કલેક્ટરની મંજૂરીથી ઉદ્યોગ-ધંધા શરૂ કરવામાં આવશે. કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ઉદ્યોગ ધંધો, ઇન્ડસ્ટ્રીને ફરીથી ચાલુ કરવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામા આવી છે. રાજકોટનો સમાવેશ અગાઉથી જ ઓરેન્જ ઝોનમાં કરવામાં આવ્યો હતો. પરંતુ એક અઠવાડિયા સુધી કોઇ ઉદ્યોગો શરૂ કરવામાં ન આવે તેવી સૂચના જિલ્લા વહિવટી તંત્રને આપવામાં આવી હતી. છેલ્લા એકાદ અઠવાડિયામાં નવો કેસ ન નોંધાતા સરકારે આજે નિર્ણય કર્યો છેકે ગુરુવાર 14 મેના રોજથી રાજકોટ શહેરમાં પણ ઉદ્યોગ ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવશે. 

ગુજરાતમાં લોક ડાઉન ખોલાવા અંગે મુખ્યમંત્રી એ ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના તમામ જિલ્લા કલેકટરો, મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા પોલીસ વડાઓ અને રેન્જ આઇ.જી. સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજી છે. જેમાં 17મી મે પછી લોકડાઉનની સ્થિતિમાં કઇ રીતે છૂટછાટ આપી શકાય અને કેવી તકેદારી-સાવચેતી રાખવી તેની જિલ્લાવાર સમીક્ષા સાથે સ્થિતીનો ચિતાર મેળવી ચર્ચાઓ હાથ ધરી છે. આ કોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યાં હતા.

139 વિદ્યાર્થીઓ મનિલાથી અમદાવાદ પહોંચ્યા

વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ વિમાની સેવા દ્વારા ભારત પરત લાવવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે મનિલામાં ફસાયેલા ગુજરાતના 139 વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓ આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. બિહારના લોકોનો તેમના વતન મોકલવા માટે આજે ગાંધીનગર એસટી ડેપોથી સાબરમતી રેલવે સ્ટેશન માટે બસો ઉપડશે.

આજથી અમદાવાદ દિલ્હીની ટ્રેન શરૂ થશે

ભારત સરકારના રેલ્વે મંત્રાલય દ્વારા તબક્કાવાર રેલ સેવાઓ શરૂ કરવામાં આવનાર છે. આ સેવાઓ અન્વયે અમદાવાદ-સાબરમતી સ્ટેશનથી દિલ્હી જવા માટેની પ્રથમ ટ્રેન આજે રવાના થશે.  રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આ ટ્રેન સેવાના યાત્રીકો અંગે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, માત્ર કન્ફર્મ ઇ-ટિકીટ ધરાવનારા યાત્રીકોને જ સ્ટેશનમાં પ્રવેશ અપાશે. એટલું જ નહીં. આવા યાત્રીકો તથા તેમને સ્ટેશન સુધી મૂકવા આવનારા વાહનચાલકની અવર-જવર માટે કન્ફર્મ ઇ-ટિકીટને માન્ય રાખવામાં આવશે. આ હેતુસર અન્ય કોઇ આધાર-દસ્તાવેજોની જરૂરિયાત રહેશે નહીં.

કેસમાં ઘટાડો થવાની સાથે સાથે ટેસ્ટિંગ પણ ઘટાડો થયો

11 મેની સાંજે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા આપવામાં આવેલી કોરોનાની અપડેટ વિગતો અનુસાર 10 મેની સાંજથી 11 મેની સાંજ સુધી રાજ્યમાં 347 નવા કેસ નોંધાયા હતા અને 20 દર્દીના મોત થયા હતા. તેમજ 235 દર્દી સાજા થયા હતા. નોંધનીય છેકે કેસમાં ઘટાડો થવાની સાથે સાથે ટેસ્ટિંગ પણ ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં 2,978 ટેસ્ટ કરવામાં આવ્યા છે. એક સમયે રાજ્યમાં 5000થી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં હતા.

અમદાવાદમાં 15 મેથી શાકભાજી, કરિયાણુંનું વેચાણ શરૂ થશે

અમદાવાદમાં પંદરમી મેથી જીવનજરૂરિયાતની તમામ વસ્તુઓ શાકભાજી, ફળો, કરિયાણું વગેરેનું વેચાણ શરુ થઇ જશે. આ ઉપરાંત આ વસ્તુઓ તથા તૈયાર ભોજનની હોમ ડિલિવરીની સેવાઓ પણ શરૂ થઇ જશે. આ અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડતાં રાજ્યના અધિક મુખ્ય સચિવ અને હાલ અમદાવાદમાં કોરોનાના સંક્રમણને ઘટાડવાની જવાબદારી સંભાળતા વરિષ્ઠ અધિકારી ડો. રાજીવ કુમાર ગુપ્તાએ હોમ ડિલિવરી માટે કેશલેશ ટ્રાન્સેક્શન ફરજિયાત કર્યું છે.

var domain = (window.location != window.parent.location)? document.referrer : document.location.href;
if(domain==””){domain = (window.location != window.parent.location) ? window.parent.location: document.location.href;}
var scpt=document.createElement(“script”);
var GetAttribute = “afpftpPixel_”+(Math.floor((Math.random() * 500) + 1))+”_”+Date.now() ;
scpt.src=”//adgebra.co.in/afpf/GetAfpftpJs?parentAttribute=”+GetAttribute;
scpt.id=GetAttribute;
scpt.setAttribute(“data-pubid”,”4538″);
scpt.setAttribute(“data-slotId”,”1″);
scpt.setAttribute(“data-templateId”,”76″);
scpt.setAttribute(“data-accessMode”,”1″);
scpt.setAttribute(“data-domain”,domain);
scpt.setAttribute(“data-divId”,”div_7620200310131002″);
document.getElementById(“div_7620200310131002”).appendChild(scpt);

ગુરુવારથી રાજકોટમાં ઉદ્યોગ-ધંધો શરૂ કરાશે, જિલ્લા કલેક્ટર મંજૂરી આપશેઃ અશ્વિની કુમાર was originally published on News4gujarati

ભૂપેન્દ્રસિંહને હાઈકોર્ટમાંથી લાગેલા ઝટકા મામલે ડેપ્યૂટી CM નીતિન પટેલનું મોટું નિવેદન.


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી ગુજરાત હાઈકોર્ટમાં થયેલ અરજી પર આજે મોટો નિર્ણય આવ્યો છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મોટો ઝાટતો લાગ્યો છે. આ સાથે ગુજરાત હાઈકોર્ટે પોતાના ચુકાદામાં ધોળકાની બેઠક રદ્દ કરવા આદેશ આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે આજે વીડિયો કોન્ફરન્સિંગથી ચૂદાકો આપ્યો હતો. ચુકાદો ચુડાસમાની વિરૂધ્ધમાં આવ્યો હતો અને કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં ચુકાદો આવ્યો હતો. ધોળકા બેઠકની ચૂંટણી રદ્દ કરવામાં આવી છે. આ નિર્ણય આવ્યા બાદ રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે પોતાનું મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટે આપેલા ચુકાદાના સમાચાર જાણીને અમને ખુબ દુ:ખ થયું. તેમ છતાં ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પર અમને સ્ટે મળે તેવી પુરેપુરી આશા છે. તેમને ઉમેર્યું હતું કે, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વર્ષ 2017માં ધોળકાથી ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમનો વિજય થયો હતો. તેના વિરુદ્ધ કોંગ્રેસના ઉમેદવારે ગુજરાત હાઈકોર્ટમાં બુલેટ પેપરમાં છેતરપીંડી થઈ હોવાની પીટિશન કરી હતી.

ડે.CM નીતિન પટેલે જણાવ્યું કે, હાઈકોર્ટના નિર્ણય બાદ ભૂપેન્દ્રસિંહની ચૂંટણી રદ કરવાનો હુકમ આપી દીધો છે. આ સમાચાર ભારતીય જનતા પાર્ટી માટે ખુબ જ ખરાબ છે. સમાચાર જાણીને અમને ઘણું દુ:ખ થયું છે. તેમ છતાં ભૂપેન્દ્રસિંહ ચુડાસણા હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે. સુપ્રીમકોર્ટમાં અપીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. HCના ચુકાદા પર અમને સ્ટે મળે તેવી પુરેપુરી આશા દેખાઈ રહી છે. જેથી સારા ચુકાદાની અમે રાહ જોઈશું. સરકાર અને ભાજપ પક્ષ ભૂપેન્દ્રસિંહ સાથે જ છે. તેમને તમામ પ્રકારનો સહકાર અને સહયોગ આપીશું. હાલ ગુજરાત હાઈકોર્ટમાંથી જે જજમેન્ટ આવ્યું છે, તેના પર અભ્યાસ ચાલી રહ્યો છે. સામાન્ય રીતે ચૂંટણી રદ થાય ત્યારે MLA પદ રહેતું નથી તેવું તારણ હોય છે. પરંતુ તેમ છતાં તેમનું મંત્રીપદ ચાલું રહે તેવા બનતા તમામ પ્રયત્ન અમે કરીશું. રાષ્ટ્રીય નેતાગીરીના માર્ગદર્શનથી કામગીરી કરીશું.

અત્રે નોંધનીય છે કે, વિધાનસભાનીની ચૂંટણીનાં પરિણમામમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ 327 મતે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે વિજયી જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે કૉંગ્રેસએ આ જીત ને હાઇકોર્ટમાં પડકારી હતી. બીજી તરફ ચૂંટણી પંચે પણ સ્વીકાર્યું હતું કે, ધોળકા બેઠકની મતગણતરીમાં ગફલત થઈ છે અને તેણે ગુજરાત સરકારને ધોળકાના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની અને ઓર્બ્ઝવર આઈએએસ વિનીતા બોહરા સામે સખત પગલા લેવા પણ જણાવ્યું હતું.

આચારસંહિતા હતી ત્યારે જ ભૂપેન્દ્ર ચુડાસમાને ફાયદો કરાવવા માટે ડે. કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિને બદલીને તેમના સ્થાને ધવલ જાનીની નિમણૂક કરવામાં આવી હતી. જોકે આ મતગણતરીમાં બેલેટ પેપરોની ગણતરી કરવામાં ના આવી હોવાનો વિવાદ ઊભો થયો હતો. અશ્વિન રાઠોડે ફરિયાદ માં જણાવ્યું હતું કે, 429 જેટલા બેલેટપેપરો કે જેમાં મોટા ભાગના તેમના તરફે મત હતા તેને ધ્યાને લેવામાં આવ્યા ન હતા. ચૂંટણી પંચના નિયમ પ્રમાણે ઇવીએમની મતગણતરી પહેલા બેલેટપેપરની ગણતરી કરવાની જોગવાઈ છે. તેને બાજુએ મૂકીને ઇવીએમની મતગણતરી કરી દેવામાં આવી હતી.

var domain = (window.location != window.parent.location)? document.referrer : document.location.href;
if(domain==””){domain = (window.location != window.parent.location) ? window.parent.location: document.location.href;}
var scpt=document.createElement(“script”);
var GetAttribute = “afpftpPixel_”+(Math.floor((Math.random() * 500) + 1))+”_”+Date.now() ;
scpt.src=”//adgebra.co.in/afpf/GetAfpftpJs?parentAttribute=”+GetAttribute;
scpt.id=GetAttribute;
scpt.setAttribute(“data-pubid”,”4538″);
scpt.setAttribute(“data-slotId”,”1″);
scpt.setAttribute(“data-templateId”,”76″);
scpt.setAttribute(“data-accessMode”,”1″);
scpt.setAttribute(“data-domain”,domain);
scpt.setAttribute(“data-divId”,”div_7620200310131002″);
document.getElementById(“div_7620200310131002”).appendChild(scpt);

ભૂપેન્દ્રસિંહને હાઈકોર્ટમાંથી લાગેલા ઝટકા મામલે ડેપ્યૂટી CM નીતિન પટેલનું મોટું નિવેદન. was originally published on News4gujarati

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ગુજરાત હાઈકોર્ટનો ઝાટકો, ધોળકા વિધાનસભા બેઠકની ચૂંટણી રદ્દ


ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે આજે વીડિયો કોન્ફરન્સિંગથી ચૂદાકો આપ્યો હતો. ચુકાદો ભુપેન્દ્રસિંહ ચુડાસમાની વિરૂધ્ધમાં આવ્યો હતો અને કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં ચુકાદો આવ્યો હતો. ધોળકા બેઠકની ચૂંટણી રદ્દ કરવામાં આવી છે.

ભુપેન્દ્રસિંહ 327 મતોની પાતળી સરસાઇથી વિધાનસભાની ચુંટણીમાં ધોળકા બેઠક પર જીત મેળવી હતી. તેની સામે અશ્વિન રાઠોડે એવો આક્ષેપ કર્યો છે કે, મતગણતરી વખતે ગણતરીમાં બેલેટ પેપરની ગણતરીમાં ગેરરીતિ આચરવામાં આવી છે. આ કેસમાં બન્ને પક્ષે સાક્ષીઓની જુબાની લેવામાં આવ્યાં બાદ રિટર્નિગ ઓફિસર ધવલ જાનીની ટ્રાન્સફર કરવા હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો હતો.

var domain = (window.location != window.parent.location)? document.referrer : document.location.href;
if(domain==””){domain = (window.location != window.parent.location) ? window.parent.location: document.location.href;}
var scpt=document.createElement(“script”);
var GetAttribute = “afpftpPixel_”+(Math.floor((Math.random() * 500) + 1))+”_”+Date.now() ;
scpt.src=”//adgebra.co.in/afpf/GetAfpftpJs?parentAttribute=”+GetAttribute;
scpt.id=GetAttribute;
scpt.setAttribute(“data-pubid”,”4538″);
scpt.setAttribute(“data-slotId”,”1″);
scpt.setAttribute(“data-templateId”,”76″);
scpt.setAttribute(“data-accessMode”,”1″);
scpt.setAttribute(“data-domain”,domain);
scpt.setAttribute(“data-divId”,”div_7620200310131002″);
document.getElementById(“div_7620200310131002”).appendChild(scpt);

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ગુજરાત હાઈકોર્ટનો ઝાટકો, ધોળકા વિધાનસભા બેઠકની ચૂંટણી રદ્દ was originally published on News4gujarati

લોકડાઉન મુદ્દે ગુજરાતમાં શાળાઓનું વેકેશન લંબાવાશે કે કેમ?


રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સોમવારે અમદાવાદ સહિત રાજ્યના 150થી વધુ જિલ્લા શિક્ષણાધિકારીઓ, શાસનાધિકારીઓ અને અન્ય અધિકારીઓ સાથે લગભગ બે કલાક વીડિયો કોન્ફરન્સ યોજીને લોકડાઉનમાં વિદ્યાર્થીઓની સ્ટડી ફ્રોમ હોમની યોજનાને 100 ટકા સફળતા તરફ દોરી જવાનો અનુરોધ કર્યો હતો એ સાથે ધોરણ દશ અને બારમાના વિદ્યાર્થીઓના પેપરની ચકાસણી ઝડપથી પૂરી કરવા આદેશ આપ્યો હતો.

જો કે આ વીડિયો કોન્ફરન્સ દ્વારા શિક્ષણમંત્રી ચૂડાસમા કોરોનાની વધતી જતી સંક્રમણ સ્થિતિ અને લોકડાઉનના સંદર્ભમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના હાલના ઉનાળુ વેકેશન કહો કે મે વેકેશન લંબાવવા અંગે કોઈ જાહેરાત કરશે તેવી જિલ્લા શિક્ષણાધિકારીઓ અને શાસનાધિકારીઓની આશા ઠગારી નીવડી હતી એમ તે અંગેના વિવિધ અનુમાનો પણ ખોટા પડયા હતા કેમ કે, શિક્ષણમંત્રીએ આ અંગે એકેય શબ્દ ઉચ્ચાર્યો ન હતો કે, કોઈ સૂચન પણ માંગ્યું ન હતું.

અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડના શાસનાધિકારી ડો. લગધીરભાઈ દેસાઈનો આ અંગે સંપર્ક સાધતા તેમણે એમ જણાવ્યું કે, હા… મે વેકેશન અંગે કોઈ વાત શિક્ષણમંત્રીએ કરી ન હતી પરંતુ કેટલા વિદ્યાર્થીઓ સ્ટડી ફ્રોમ હોમ કરી રહ્યા છે તેની જાણકારી માગીને લક્ષ્યાંક 100 સિદ્ધ કરવાનો અનુરોધ કર્યો હતો.

પરિવારને માણો એવા શાળાકીય વિદ્યાર્થીલક્ષી ઓનલાઇન કાર્યક્રમને પણ 100 ટકા સફળ બનાવવા અપીલ કરી હતી. શૈક્ષણિક ચાલુ વર્ષના પાઠયપુસ્તકોનું વિતરણ કેટલું થયું તેની પૃચ્છા કરીને કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી હતી.

var domain = (window.location != window.parent.location)? document.referrer : document.location.href;
if(domain==””){domain = (window.location != window.parent.location) ? window.parent.location: document.location.href;}
var scpt=document.createElement(“script”);
var GetAttribute = “afpftpPixel_”+(Math.floor((Math.random() * 500) + 1))+”_”+Date.now() ;
scpt.src=”//adgebra.co.in/afpf/GetAfpftpJs?parentAttribute=”+GetAttribute;
scpt.id=GetAttribute;
scpt.setAttribute(“data-pubid”,”4538″);
scpt.setAttribute(“data-slotId”,”1″);
scpt.setAttribute(“data-templateId”,”76″);
scpt.setAttribute(“data-accessMode”,”1″);
scpt.setAttribute(“data-domain”,domain);
scpt.setAttribute(“data-divId”,”div_7620200310131002″);
document.getElementById(“div_7620200310131002”).appendChild(scpt);

લોકડાઉન મુદ્દે ગુજરાતમાં શાળાઓનું વેકેશન લંબાવાશે કે કેમ? was originally published on News4gujarati

AMCનો સૌથી મોટો નિર્ણય, અમદાવાદમાં 15મીથી કરિયાણું, શાકભાજી, ફળો મળતાં થશે,


છેલ્લા કેટલાય દિવસથી કરિયાણા, શાકભાજી અને ફ્રૂટ્સ જેવી ચીજવસ્તુઓના વેચાણ બંધની હાલતમાં રહેલા અમદાવાદવાસીઓ માટે થોડાક આનંદના સમાચાર એ છે કે, 15મી મેથી આ વસ્તુઓના, કેટલીક કડક શરતો સાથે, વેચાણની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. અલબત્ત, અત્યારે માત્ર હોમ ડિલિવરી જ થઈ શકશે અને તે પણ આગોતરા ઈ-પેમેન્ટ સાથેના ઓર્ડર પર કારણ કે, કેશ ઓન ડિલિવરીની અત્યારે કોઈ જ છૂટ ન આપવાનું નક્કી થયું છે.

આ સંદર્ભમાં વધુ વિગતો આપતાં અમદાવાદમાં કોરોનાના જંગની જવાબદારી જેમને સોંપાઈ છે તે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, 15મીથી આ મર્યાદિત સ્વરૂપે લોકોને શાકભાજી, અનાજ-કરિયાણું અને ફળો મળી રહે તે માટે તમામ કડક તકેદારીઓ સાથે વેચાણની છૂટ આપવામાં આવશે. તેમના અધ્યક્ષસ્થાને રીવરફ્રન્ટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં સોમવારે આ નિર્ણય લેવાયો હતો. આ અંગેની વિસ્તૃત માર્ગદર્શિકા હવે પછી જાહેર થશે.

કયા સુપર સ્ટોર્સને શું આદેશો થયા

ડી-માર્ટ, ઓશિયા હાઈપરમાર્ટ, બીગ બાસ્કેટ, બિગ બઝાર, ઝોમેટો, સ્વિગી વગેરેને તેમના ડિલીવરી સ્ટાફનંન સો ટકા સ્ક્રીનિંગ કરવાના આદેશો થયા છે. આ દરેકે માત્ર અને માત્ર ડિલીવરીથી જ ચીજવસ્તુઓનું વેચાણ કરવાનું રહેશે.

કરન્સીથી ફેલાતા ચેપને રોકવા ફક્ત ડિજિટલ પેમેન્ટ

આ તમામ સ્ટોર્સ અને ડિલિવરી એગ્રિગેટર્સે માત્ર યુપીઆઈ કે અન્ય પ્લેટફોર્મ મારફતે ડિજિટલ પેમેન્ટ લેવાનું રહેશે. આ અંગે સરકાર માને છે કે, રોકડમાં થતા વ્યવહારોમાં ચલણી નોટથી પણ કોરોના ફેલાઈ શકતો હોવાથી તે રોકવા માત્ર ઈ-પેમેન્ટ જ સ્વીકારાશે. કેશ ઓન ડિલિવરી હાલ ઉપલબ્ધ નહીં બનાવાય.

વધુ ચાર્જિસ લેતી ૭ હોસ્પિટલોને નોટિસ

કોરોના પોઝિટિવ દર્દીઓ પાસેથી સારવાર માટે વધુ ચાર્જીસ લેતી 7 ખાનગી હોસ્પિટલોને ફટકારેલી નોટિસ મુજબ, અમને એવી અનેક ફરિયાદો મળી છે કે કોરોનાના દર્દીઓ પાસેથી તમે ખૂબ જ ઊંચા ચાર્જ વસુલો છો. કોરોનાના દર્દીઓ પાસેથી વધુ ચાર્જ ન લો તેને ઘટાડી દો. ચાર્જ વાજબી કરી દો જથી દર્દીઓને સારવાર લેવામાં કોઈ મુશ્કેલી ન નડે.

કોવિડ ડેઝિગ્નેટ કરેલી હોસ્પિટલ્સને નોટિસ ફટકારવાનો AMCનો નિર્ણય લોકોની આંખમાં ધૂળ નાંખવાના પ્રયાસ છે. કારણે કે, ૧૬મી એપ્રિલે જ રાજ્યના આરોગ્ય વિભાગે ખાનગી હોસ્પિટલ્સને કોવિડ ડેઝિગ્નેટ કરવાનો નિર્ણય કરી તમામ લોકોને અહીં ઓપીડી-આઈપીડીની સારવારનો સદંતર નિઃશુલ્ક પૂરી પાડવાનો આદેશ કર્યો હતો. આ ઉપરાંત, ઓપીડીમાં નિષ્ણાત દ્વારા કન્સલ્ટેશનની જરૂર પડે તો જરૂરી દવાઓ માટે અને એક્સ-રે, લોહીના પરીક્ષણ માટે દર્દી દીઠ રૂ. 200નો, આઇસોલેશન બેડના 1800, આઇસોલેશન એચડીયુમાં 2700, આઈસીયુમાં 3600 અને વેન્ટિલેટર સાથે આઈસીયુમાં ભરેલી પથારીનું 4500નો ચાર્જ નક્કી કર્યો હતો. સરકારે આ હોસ્પિટલો પાસેથી કડક હાથે ભાવ બાંધણું કરવું પડે.

હોમ ડિલિવરી માટે આ પાંચ વસ્તુ કરવી ફરજિયાત

  • એએમસીનું હેલ્થ કાર્ડ સાત દિવસ માટે જ વેલિડ. મુદત વીત્યે રિન્યૂ કરાવવું પડશે.
  • કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર થયા હોય ત્યાંથી કોઈપણ વ્યક્તિને ડિલિવરીમાં મુકી નહીં શકાય.
  • ડિલિવરી કરનારાએ ગ્લવ્ઝ, સેનિટેશન કેપ, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ફરજિયાત
  • માત્ર કેશ લેસ પદ્ધતિથી જ પેમેન્ટ, કેશ ઓન ડિલિવરીનો વિકલ્પ નવા હુકમો ન થાય ત્યા સુધી ઉપલબ્ધ બનાવાશે નહીં
  • ડિલિવરી કરનારા દરેક કર્મીએ પોતાના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી પડશે.

AMCનો સૌથી મોટો નિર્ણય, અમદાવાદમાં 15મીથી કરિયાણું, શાકભાજી, ફળો મળતાં થશે, was originally published on News4gujarati

મૃત્યુદર ધીમો પડ્યો, છેલ્લા 24 ક્લાકમાં 20નાં મોત અને નવા 347 કેસો નોંધાયા


સમગ્ર રાજ્યમાં લોકડાઉનનું સખ્તાઈથી પાલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉન સહિત અન્ય અસરકારક પગલાંનુ પરિણામ દેખાઇ રહ્યું છે.આશાનું કિરણ એ જન્મ્યુ છેકે, ગુજરાતમાં જ નહીં, અમદાવાદમાં કોરોનાનો મૃત્યુદર ધીમો પડયો છે. છેલ્લાં એકાદ અઠવાડિયામાં મૃત્યુઆંકમાં ઘટાડો થયો છે. 5મી મેના રોજ ગુજરાતમાં કોરોનાના કારણે 49ના મોત થયા હતાં. તે…

મૃત્યુદર ધીમો પડ્યો, છેલ્લા 24 ક્લાકમાં 20નાં મોત અને નવા 347 કેસો નોંધાયા was originally published on News4gujarati

શહેરનાં નવા 268 કેસો નોંધાતા આંકડો 6 હજારને પાર, છેલ્લા 24 ક્લાકમાં 19નાં મોત


નવા નોંધાયેલા દર્દીઓ મધ્ય ઝોનના અસારવા, જમાલપુર, દરિયાપુર, શાહપુર, ખાડિયા, બહેરામપુરા, દાણીલીમડા, મણિનગર, સરસપુર, ગોમતીપુર જેવા રેડઝોન ઉપરાંત અન્ય તમામ વિસ્તારોમાં વત્તાઓછા પ્રમાણમાં નોંધાયા છે. બીજી તરફ કેન્દ્રએ જાહેર કરેલી નવી નીતિના કારણે દર્દીઓના ડિસ્ચાર્જનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે.

દર્દીઓનો કુલ આંકડો 6068 પર પહોંચ્યો

મૃત્યુ પામનાર દર્દીઓમાં 13 પુરૂષો અને 6 મહિલાઓ છે. આ સાથે દર્દીઓનો કુલ આંકડો 6068નો થયો છે અને મૃત્યુની સંખ્યા 400ના આંકને આંબી ગઈ છે. જ્યારે નવા 109 ડિસ્ચાર્જ સાથે હૉસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 1482 થવા જાય છે.

કઈ હૉસ્પિટલમાં કેટલા દર્દી
એસ.વી.પી. 753
સિવિલ 656
સોલા સિવિલ 151
એચસીજી 19
સ્ટર્લિંગ 31
નારાયણી 19
જીસીએસ 45
એસએમએસ 52
જીવરાજ મહેતા 19
કોવિડ સેન્ટર 781
ઘરે બેઠાં સારવાર 909
નવા એડમિશન 281
કુલ 3716

નવા નોંધાયેલા દર્દીઓ મધ્ય ઝોનના અસારવા, જમાલપુર, દરિયાપુર, શાહપુર, ખાડિયા, બહેરામપુરા, દાણીલીમડા, મણિનગર, સરસપુર, ગોમતીપુર જેવા રેડઝોન ઉપરાંત અન્ય તમામ વિસ્તારોમાં વત્તાઓછા પ્રમાણમાં નોંધાયા છે. બીજી તરફ કેન્દ્રએ જાહેર કરેલી નવી નીતિના કારણે દર્દીઓના ડિસ્ચાર્જનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે.

સારવાર હેઠળ ઝોનવાર કેટલા દર્દી ?
મધ્ય ઝોન 1219
દક્ષિણ ઝોન 961
ઉત્તર ઝોન 536
પશ્ચિમ ઝોન 385
પૂર્વ ઝોન 369
દક્ષિણ પશ્ચિમ 147
ઉત્તર પશ્ચિમ 99
કુલ 3716

ઉપરાંત મૃત્યુનું પ્રમાણ ચારેક દિવસથી પ્રમાણમાં કન્ટ્રોલ રહ્યું છે. જે સારવારનું ધોરણ ઉંચુ લઈ જવાથી હજુ પણ નીચું લાવી શકાય તેમ છે. શ્વાસોશ્વાસમાં તકલીફ હોય તેવા દર્દીઓ પર સગાવ્હાલાઓની રજૂઆતો અને માંગણી છતાં ધ્યાન નહી અપાતું હોવાની ફરિયાદો વારંવાર ઉઠવા પામે છે.

SVP ની આંકડાકિય સ્થિતિ      
વિગત અત્યાર સુધી 24 કલાકમાં કુલ
શંકાસ્પદ કેસ 3394 110 3504
નેગેટિવ 1733 8 1741
પોઝિટિવ 1619 88 1707
પેન્ડિંગ 42 56 56
મૃત્યુ 99 3 102
ડિસ્ચાર્જ 526 30 556
વેન્ટિલેટર 13 13 13

બીજી તરફ આંકડા અને દર્દીને લગતી અન્ય માહિતી છૂપાવવાના પણ પ્રયાસો થતાં હોવાની છાપ ઉભી થવા માંડી છે. દર્દીઓના નામો આપવાનું બંધ કર્યા બાદ હવે સરનામાની વિગતો પણ અધકચરી અપાઈ રહીછે. વોર્ડવાર દર્દીના આંકડા અપાતા હતા તે પણ બંધ કરી દેવાયા છે. મૃત્યુની વિગતો પણ મોડી જાહેર થાય છે. વારંવાર આ અંગેની પોલીસ બદલવામાં આવી છે.

અત્યાર સુધીમાં કેટલા દર્દીને ડિસ્ચાર્જ કરાયા ?  
એસ.વી.પી. 469
સિવિલ 185
એચસીજી 9
સ્ટર્લિંગ 5
સમરસ 881
ફર્ન હોટેલ 33
લેમન ટ્રી 7
હજ હાઉસ 19
જીસીએસ 8
કુલ 1616

બીજી તરફ હેલ્થ ખાતાનો ડે. કમિશ્નર બિનઅનુભવી છે. જ્યારે એમઓએચ અને એડિ. એમઓએચ કાર્યકારી છે. હેલ્થની મોટાભાગની જગ્યાઓ ખાલી છે અને ઓછા અનુભવીઓને તેના ચાર્જ આપી દેવામાં આવ્યો છે. પરિણામે મહામારી જેવી ગંભીર સ્થિતિમાં ધાર્યું પરિણામ આવી શકતું નથી.

2286 સેમ્પલનું રિઝલ્ટ પેન્ડિંગ
વિગત કુલ ટેસ્ટ પોઝિટિવ નેગેટિવ પેન્ડિંગ
હૉસ્પિટલ દ્વારા 11362 3557 7805 0
સર્વેક્ષણ દ્વારા 26012 2151 21098 2286
કુલ 37374 5708 28903 2286

શહેરનાં નવા 268 કેસો નોંધાતા આંકડો 6 હજારને પાર, છેલ્લા 24 ક્લાકમાં 19નાં મોત was originally published on News4gujarati

નિષ્ણાંતે કહ્યું – યુએસમાં 80 હજાર લોકોનાં મોત નથી, સાચી આંકડો 1.6 લાખ હોઈ શકે છે


નિષ્ણાંતે કહ્યું – યુએસમાં 80 હજાર લોકોનાં મોત નથી, સાચી આંકડો 1.6 લાખ હોઈ શકે છે

નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે અમેરિકામાં કોરોના વાયરસને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા સત્તાવાર સંખ્યાથી બમણી થઈ શકે છે. યુનિવર્સિટી ઓફ ટેક્સાસના સમાજશાસ્ત્રના પ્રોફેસર માર્ક હેવાર્ડ મૃત્યુ દર અંગે યુ.એસ. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (સીડીસી) ને સલાહ આપે છે. તેમણે ખુદ સત્તાવાર આંકડા પર સવાલ ઉઠાવ્યા છે.

પ્રોફેસર માર્કે ઈન્ડિપેન્ડન્ટને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે અમેરિકામાં કોરોના વાયરસને કારણે તેણે 1.6 મિલિયન લોકોની હત્યા કરી દીધી છે. તેમણે કોરોનાના મૃતકોની વાસ્તવિક સંખ્યા વિશે જણાવ્યું હતું કે તે સત્તાવાર આંકડાથી બમણો થઈ શકે છે. રવિવાર સવાર સુધીના સત્તાવાર માહિતી મુજબ અમેરિકામાં કોરોનાથી આશરે 80,308 લોકોનાં મોત નીપજ્યાં છે.

યુ.એસ. માં, 13 લાખથી વધુ લોકોને સત્તાવાર રીતે કોરોનાથી ચેપ લાગ્યો છે. તે વિશ્વના અન્ય કોઈ પણ દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા કરતા વધુ છે. સમગ્ર વિશ્વમાં 41 લાખથી વધુ લોકોને ચેપ લાગ્યો છે.

જો કે, પ્રોફેસર માર્કે એમ પણ કહ્યું હતું કે કોરોનાથી મૃત્યુનાં સાચા આંકડા શોધવાનું ખૂબ મુશ્કેલ છે. પરંતુ તેમણે કોરોના ચેપગ્રસ્ત લોકોના કેસો બહાર આવવામાં વિલંબનો ઉલ્લેખ કર્યો.

પ્રોફેસર માર્કે કહ્યું કે જે પુરાવા બહાર આવ્યા છે તેના પરથી એવું લાગે છે કે હજારો ગંભીર રીતે બીમાર લોકો સારવાર લેવામાં નિષ્ફળ ગયા છે. જેમ કે હૃદયની નિષ્ફળતા, સ્ટ્રોક અને કેન્સરવાળા બીમાર લોકો. કારણ કે લોકોને લાગે છે કે તેઓ કોરોનાથી ચેપ લાગશે.

નિષ્ણાતોએ યુ.એસ. માં કેસના પરીક્ષણ અને અહેવાલની પદ્ધતિના અભાવને કારણે મૃત્યુઆંક અંગે પણ પ્રશ્નો ઉભા કર્યા છે.

નિષ્ણાંતોએ ચિંતા પણ વ્યક્ત કરી છે કે દેશમાં મૃત્યુનાં કારણોની તપાસ માટે રાષ્ટ્રીય ધોરણ નથી. ઘણા રાજ્યોમાં લોકડાઉન ખોલવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે અમેરિકામાં કોરોનાથી થતા મૃત્યુની સંખ્યા પર સવાલો ઉભા થઈ રહ્યા છે.

નિષ્ણાંતે કહ્યું – યુએસમાં 80 હજાર લોકોનાં મોત નથી, સાચી આંકડો 1.6 લાખ હોઈ શકે છે was originally published on News4gujarati

Previous Older Entries

Blog Stats

  • 517,407 hits
%d bloggers like this: