વિનરને મળનાર ટ્રોફીનો ફર્સ્ટ લુક લીક થયો, 15 ફેબ્રુઆરીના રોજ ફિનાલે એપિસોડ


‘બિગ બોસ 13’ હવે પૂરી થવા પર છે. 15 ફેબ્રુઆરીના રોજ ફિનાલે એપિસોડ યોજવાનો છે. વિનરની ટ્રોફીનો ફોટો સોશિયલ મીડિયા પર લીક થયો છે. આ ટ્રોફી લાલ રંગની છે.

હોસ્ટ સલમાન ખાનના આ શોમાં હાલ શેહનાઝ ગિલ, સિદ્ધાર્થ શુક્લા, પારસ છબરા, માહિરા શર્મા, અસીમ રિયાઝ, આરતી સિંહ અને રશ્મિ દેસાઈ છે. આ સીઝન લાંબી ચાલવાને કારણે કન્ટેસ્ટન્ટને ચાર મહિના જેટલા સમય માટે બિગ બોસના ઘરમાં રહેવું પડ્યું છે.

વિનરને મળનાર ટ્રોફીનો ફર્સ્ટ લુક લીક થયો, 15 ફેબ્રુઆરીના રોજ ફિનાલે એપિસોડ was originally published on News4gujarati

રાજમૌલી ફિલ્મમાં આલિયા ભટ્ટ માટે વિશેષ ગીત ઉમેરશે


– આલિયા જેવી હિરોઇનને માત્ર કેમિયોને બદલે સારું મહત્ત્વ આપવા દિગ્દર્શકે આવો નિર્ણય લીધો

આલિયા ભટ્ટ એસ એસ રાજમોલીની ફિલ્મમાં કામ કરી રહી છે, તે સહુ જાણે છે. આ ફિલ્મમાં તે કેમિયો કરી રહી છે. આલિયાને રાજમોલી સાથે કામ કરવાની ઇચ્છા હોવાથી તે આ ફિલ્મમાં કામ કરવા રાજી થઇ હતી. પરંતુ આલિયા જેવી અભિનેત્રી પાસે મહેમાન ભૂમિકા કરાવવાનું દિગ્દર્શને ખૂચ્યું હતુ.ં  રાજમૌલીને લાગ્યું હતું કે ફિલ્મમાં આલિયા ફક્ત નાનકડું પાત્ર ભજવે એ તેને અન્યાય કર્યા જેવું છે. તેથી તેણએ આ ફિલ્મમાં આલિયા ભટ્ટ માટે એક ગીત ઉમેરવાનો નિર્ણય લીધો છે. ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યું હતુ ંકે, ” આરઆરઆરમાં આલિયાનો રોલ ડેકોરેટિવ છે. તેના સ્ટેટસને જોતાં આ તેને અન્યાય કરવા જેવું છે. આલિયા અને રાજમૌલીને સાથે કામ કરવાની ઇચ્છા હોવાથી તેઓ આ ફિલ્મ સાથે જોડાયા. 

પરંતુ હવે દિગ્દર્શકને આલિયાનો ફક્ત નાનકડો રોલ ખૂંચી રહ્યો છે. તેથી તેણે આલિયાના પાત્ર માટે એક સુંદર ગીત ઉમેર્યું છે. ”

આલિયા રાજમોલીની ફિલ્મમાં આ ગીત કરવા માટે ઉત્સાહિત અને રોમાચિંત છે. 

રાજમૌલી ફિલ્મમાં આલિયા ભટ્ટ માટે વિશેષ ગીત ઉમેરશે was originally published on News4gujarati

Blog Stats

  • 517,407 hits
%d bloggers like this: