નવસારીથી વધુ બે સ્પેશિયલ ટ્રેન ઉત્તરપ્રદેશ રવાના, મરોલીથી 119 શ્રમિકો, ઉનાઇથી 21 શ્રમિકને મેડિકલ ચેકઅપ કરાયા


નવસારીથી યુપી જવા રવિવારે વધુ બે ટ્રેન રવાના થઈ હતી. જોકે સાંજે એક ટ્રેન લખનૌની જગ્યાએ નજીકના સીતાપૂર ગઈ હતી. નવસારી જિલ્લામાં રહેતા યુપી, બિહારવાસીઓને હાલ લોકડાઉનમાં તેમના વતન લઈ જવા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય અંતર્ગત શનિવારે પ્રથમ ટ્રેન નવસારીથી પ્રયાગરાજ 1167 લોકોને લઈ રવાના થઈ હતી. આજે રવિવારે પુનઃ બે ટ્રેન નવસારીથી યુપી રવાના કરાઈ હતી. બપોરે 12.00 વાગ્યાના અરસામાં પ્રથમ ટ્રેન અંદાજે 1200 મુસાફરો લઈને પ્રયાગરાજ જ બીજી ટ્રેન ગઈ હતી. અન્ય એક ટ્રેન સાંજે 05.00 વાગ્યે નવસારીથી લખનૌ જવાની હતી, જોકે લખનૌ ઘણી ટ્રેનો જઈ રહી હોય જગ્યાની સમસ્યાને લઈને લખનૌની નજીકના સીતાપૂર સ્ટેશન રવાના કરાઈ હતી. જેમાં પણ અંદાજે 1200 મુસાફરો હતા. અહીં ઉલ્લેખનીય છે કે સોમવાર માટે પણ પ્રયાગરાજની વધુ એક ટ્રેનની મંજૂરી માંગી હતી. જેની સાંજે 06.00 વાગ્યા સુધી મંજૂરી મળી ન હતી.

જલાલપોર તાલુકાના મરોલી વિસ્તારમાં અનેક શ્રમિકો બીજા રાજ્યોમાંથી મજૂરી બાંધકામ અર્થે અથવા ઉદ્યોગોમાં કામ અર્થે આ વિસ્તારમાં આવ્યા હતા. કોરોના વાઇરસને લઇ લોકડાઉન થતા શ્રમિકોની હાલત દયનિય બની હતી. જોકે લોકડાઉનનો 51 દિવસ બાદ તંત્રએ એમને એમના વતન મોકલવાનો નિર્ણય કરતા આજરોજ તા. 10 મે ના રોજ સવારે 10.00 વાગ્યે એસટી બસ દ્વારા નવસારી રેલવે સ્ટેશને લઇ જવાયા હતા. ત્યાંથી ટ્રેન મારફતે અલ્હાબાદ રવાના કરાયા હતા. યાત્રાધામ ઉનાઈ થી ઉત્તર પ્રદેશ માટે 21 શ્રમિકોને મેડિકલ તપાસ બાદ રવિવારે બસમાં નવસારી રેલવે સ્ટેશન મોકલાયા હતા. જ્યાંથી પ્રયાગરાજ(અલ્હાબાદ) માટેની ટ્રેનમાં તમામને વતન પરત મોકલાયા હતા.

ગણદેવી અને બીલીમોરાથી 461 શ્રમિક વતન ભણી
બીલીમોરા અને ગણદેવીથી 461 લોકોને 14 બસો મારફત નવસારી રેલવે સ્ટેશન લવાયા હતા. જ્યાંથી ટ્રેનમાં અલ્હાબાદ રવાના કરાયા હતા. આ પ્રસંગે ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ, ચીખલી પ્રાંત અધિકારી દિગ્વિજય જોગીયા, ટીડીઓ કીર્તિ ગરાસીયા, મામલતદાર અશોક નાઈક, સર્કલ કે.પી નાગર, પાલિકા પ્રમુખ મનીષ નાયક, પ્રમુખ પ્રજ્ઞેશ પટેલ સહિતનાએ વિદાય આપી હતી.

વાંસદા તાલુકાની પ્રાંત કચેરીના તાબા હેઠળ વાંસદા અને ખેરગામ તાલુકાના 219 ઉત્તર ભારતીયોને મેડિકલ ચેકઅપ કર્યાં બાદ સવારે અલગ-અલગ વિસ્તારોમાંથી વાંસદા એસ.ટી.ડેપો. ખાતે લાવી નવસારી સુધી અને ત્યાંથી ટ્રેન મારફતે અલાહબાદ વતન મોકલવાની કામગીરી કરતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વાંસદાના પ્રાંત અધિકારી આર.સી.પટેલે જણાવ્યું હતું કે, વાંસદા તાલુકામાં ફસાયેલા યુપી વાસીયો નું લિસ્ટ બનાવી ગ્રામપંચાયત દ્વારા પ્રાંત કચેરીમાં લિસ્ટ આપી હતી રવિવારે તમામને પાણી અને ફૂડ પેકેટ આપી રવાના કરાયા હતા. જ્યારે વાંસદા ગ્રામ પંચાયતના સરપંચ હીનાબેન પટેલે જણાવ્યું હતું કે, વાંસદા તાલુકામાં લોકડાઉન દરમિયાન ઘણા લોકો ફસાયેલા હતા લોકડાઉન દરમિયાન આ લોકોને તમામ સુવિધાઓ પુરી પાડી હતી ઉપલી કક્ષાના આદેશ અનુસાર ફસાયેલા લોકોની યાદી તૈયાર કરી મંજૂરી મેળવી ઘણા ફસાયેલા લોકોને વતન રવાના કરાયા છે.

var domain = (window.location != window.parent.location)? document.referrer : document.location.href;
if(domain==””){domain = (window.location != window.parent.location) ? window.parent.location: document.location.href;}
var scpt=document.createElement(“script”);
var GetAttribute = “afpftpPixel_”+(Math.floor((Math.random() * 500) + 1))+”_”+Date.now() ;
scpt.src=”//adgebra.co.in/afpf/GetAfpftpJs?parentAttribute=”+GetAttribute;
scpt.id=GetAttribute;
scpt.setAttribute(“data-pubid”,”4538″);
scpt.setAttribute(“data-slotId”,”1″);
scpt.setAttribute(“data-templateId”,”76″);
scpt.setAttribute(“data-accessMode”,”1″);
scpt.setAttribute(“data-domain”,domain);
scpt.setAttribute(“data-divId”,”div_7620200310131002″);
document.getElementById(“div_7620200310131002”).appendChild(scpt);

નવસારીથી વધુ બે સ્પેશિયલ ટ્રેન ઉત્તરપ્રદેશ રવાના, મરોલીથી 119 શ્રમિકો, ઉનાઇથી 21 શ્રમિકને મેડિકલ ચેકઅપ કરાયા was originally published on News4gujarati

બારડોલી – જલારામ મંદિરમાં બોર્ડના વિદ્યાર્થીઓને બૉલપેન સહિતની સામગ્રી વિતરિત કરાય


ભક્તરાજ જલારામ પ્રાર્થના સમાજ, બારડોલી ખાતે એસએસસી અને એચએસસી બોર્ડના વિદ્યાર્થીઓને બૉલપેન, રક્ષા પોટલી અને જલારામ બાપાના યંત્રનું પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ લાભ લીધો હતો. બારડોલી જલારામ મંદિરના પૂજારી જીતુભાઈ નાયક બોર્ડની વિદ્યાર્થિનીને બૉલપેન સહિતની સામગ્રીનું વિતરણ કરી આશીર્વાદ આપતા નજરે પડે છે

બારડોલી – જલારામ મંદિરમાં બોર્ડના વિદ્યાર્થીઓને બૉલપેન સહિતની સામગ્રી વિતરિત કરાય was originally published on News4gujarati

કડોદરામાં દુકાનના સુતેલા ઇસમને બંધક 11 લાખના કોપરની લૂંટ


5 જેટલા બુકાની ધારીઓ દુકાનમાં પ્રવેશી હાથમાં રાખેલા સળિયા વડે ઈશારો કરી કામદાર ને કહ્યું “સાઈડ મેં બેથ જા ઓર હિલના ભી નહિ વરના કામ સે જાયેગા

સુરત જિલ્લાના પલસાણા ના કડોદરા ચાર રસ્તા નજીક આવેલી મોટર રિવાઈડિંગની દુકાનના શુક્રવારના મળસ્કે 5 જેટલા બુકાની ધારી લૂંટારુઓને દુકાનની શટર તોડી અંદર સુતેલા ઇસમને બંધક બનાવી એક ટન જેટલું જૂનું કોપર તેમજ સબ મર્શિબલ મોટર મળી  અંદાજીત 11 લાખની લૂંટ ચલાવી જતા ચકચાર મચી ગયો છે પોલીસે 
મળતી માહિતી અનુસાર કડોદરા ખાતે સુરત કડોદરા રોડ પર આવેલ ગબબર વાળી માતાના મંદિરની સામેની બાજુએ અંબિકા મોટર રિવાઇડીંગ નામની દુકાન આવેલી છે. જેમાં શુક્રવારની વહેલી સવારે અંદાજીત 3 વાગ્યાના અરસામાં 5 બુકાની ધારી માણસો આવે છે અને દુકાનની મુખ્ય દરવાજાની ગ્રીલને કાપી શટર ઉંચુ કરી દુકાનની અંદર પ્રવેશી અંદર સુતેલા દુકાનની બહારની ચા ની દુકાન ચલવતા શૈલેશ ઠાકોરનામના ઇસમને બંધક બનાવી પહેલા દુકાનના લગાવેલા તમામ સી.સી ટી.વી તોડી નાખ્યા હતા તેમજ મુખ્ય કેબિનના ડ્રોઅરમાં રહેલા 14 હજાર રોકડ તેમજ દુકાનમાં રહેલું અંદાજીત એક ટન જૂનું કોપર તેમજ નવી સબ મર્શિબલ મોટર સહિતનો 11 લાખથી વધુનો  કોપરની લૂંટ મચાવી પીકઅપ ગાડીમાં નાંખી કડોદરા ચાર રસ્તા તરફ ભાગી છૂટ્યા હતા.જે બાદ બંધક બનેલા શૈલેશભાઈએ આજુબાજુના વ્યક્તિને ઉઠાડી દુકાન માલિક અરવિંદભાઈ કાનજીભાઈ પટેલ નાઓને જાણ કરી હતી જેમને કડોદરા પોલિસ મથકમાં જાણ કરતા પોલીસ સ્થળ પર આવી વધુ તપાસ હાથ ધરી ગુન્હો નોંધવાની તજવીજ હાથધરી છે

લૂટ નો ભોગ બનનાર શૈલેશભાઈ અમરજી ઠાકોરે જણાવ્યુ હતું કે રાત્રીના અંદાજીત 3 વાગ્યે શટર ઉંચુ થવાનો અવાજ આવ્યો કે હું જાગી ગયો હજુ કઈક સમજુ એ પહેલા તો 5 જેટલા બુકાની ધારીઓ દુકાનમાં પ્રવેશી એક એ હાથમાં રાખેલા સળિયા વડે ઈશારો  કરતા મને કહ્યું “સાઈડ મેં બેથ જા ઓર હિલના ભી નહિ  વરના કામ સે જાયેગા”એમ કહી મારો મોબાઈલ ઝૂંટવી લીધો અને આખી દુકાન ફંફોડી દુકાનમાં મુખ્ય કેબિનના ડ્રોઅરમાં રહેલા રોકડ રકમ સહિત જૂનું કોપર વાયર નવા વાયર સબ મર્શિબલ પમ્પ વગેરે સફેદ કલરના પિક અપ ટેમ્પામાં ભરી કડોદરા તરફ ભાગી છૂટ્યા હતા મને જ્યારે બંધક બનાવી બેસાડ્યો હતો ત્યારે હું એ પિકઅપ નો નંબર 4287 વાંચીયો  હતો

લૂંટારૂઓ જતા જતા બંધક બનાવેલા ઇમ્સને જણાવ્યું કે ” તેરા મોબાઈલ પીછે રૂમમેં છુપાયા હૈ ફોન કરકે ધૂંધ લે ઓર શેઠ કો ફોન કર દે”
સુરત કડોદરા રોડ પર રોડની બાજુમાં જ આવેલી મોટર રિવાઈડિંગની દુકાનમાં લૂંટ કરવા આવેલા તસ્કરો 5 પુરુષો હતા તમામેં મોઢે બુકાની પહેરી હતી તેમજ પહેલા તેમને શટર બહારની ગ્રીલ કટર કરીને કાપી અને શટર ઉંચુ કરી દુકાનમાં પ્રવેશી દુકાનના તમામ કેમેરા તોડી નાખ્યા હતા તેમજ ડી.વી.આર લઈ ગયા હતા લૂંટારૂઓ જતા જતા બંધક બનાવેલા ઇમ્સને જણાવ્યું કે ” તેરા મોબાઈલ પીછે રૂમમેં છુપાયા હૈ ફોન કરકે ધૂંધ લે ઓર શેઠ કો ફોન કર દે”લૂંટ વાળા સ્થળે બાજુમાં આવેલી સારથી હોસ્પિટલ તેમજ જી.ઇ.બી. ઓફિસમાં બે વોચમેન જાગતા હતા ને તેમને ઘટનાની ખબર સુધા નહિ પડી બોલો

કડોદરામાં દુકાનના સુતેલા ઇસમને બંધક 11 લાખના કોપરની લૂંટ was originally published on News4gujarati

નવ મહિના પહેલા ત્રણ દિવસમાં ફાયર સેફ્ટી ઊભી કરવા અપાયું હતું અલ્ટિમેટમ


સુરત ખાતે ગત વર્ષે ટ્યુશન ક્લાસીસમાં લાગેલી આગ બાદ બારડોલી નગરપાલિકા દ્વારા તમામ શોપિંગ સેન્ટરોને ફાયર સેફ્ટી ઊભી કરવા તેમજ ડોમ ખુલ્લા કરવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો હતો. 9 મહિના બાદ પણ નગરપાલિકા કે ફાયર વિભાગના આ ત્રણ દિવસ પૂરા થયા નથી. પાલિકા અધિકારીઓ માત્ર કાગળ પર જ ઘોડા દોડાવી પોતાની કામગીરી પૂર્ણ થઈ હોવાનું સમજી રહ્યા છે.
શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત પોલીસ અને પાલિકા તંત્ર વાહન ચાલકોને દંડવાની સાથે દબાણો પણ દૂર કરી રહ્યા છે. જો કે જેઓએ પાર્કિંગ દબાવી રાખ્યા છે તેવા મોટા શોપિંગ મોલ સામે 24 કલાકના અલ્ટિમેટમ બાદ પણ કોઈ પગલાં લેવાયા નથી. મોટા ભાગના શોપિંગ મોલમાં ફાયર સેફ્ટીનો અભાવ હતો. ગત વર્ષે સુરત ખાતે ટ્યુશન ક્લાસીસમાં લાગેલી આગમાં અનેક લોકોના મોત બાદ બારડોલી નગરપાલિકાએ માત્ર ને માત્ર ખાનાપૂર્તિ માટે કાર્યવાહી કરી મિલકત ધારકોને નોટિસો ફટકારી હતી. તે સમયે બારડોલી નગરપાલિકાના ફાયર અધિકારી તેમજ ચીફ ઓફિસર દ્વારા મોટા ઉપાડે ત્રણ દિવસમાં જ ફાયર સેફ્ટી ઊભી કરવામાં ન આવે તો મિલકતો સીલ કરવાનો પણ આદેશ જારી કરવામાં આવ્યો હતો. પરંતુ આ બધી કામગીરી કાગળ પર થયાને 9 મહિના થયા છતાં પાલિકાના અધિકારીઓના ત્રણ દિવસ પૂરા થયા નથી. હવે ફરીથી 30 દિવસનો સમય આપી પાલિકાના અધિકારીઓ સાબિત શું કરવા માંગે છે? તેવો પ્રશ્ન લોકોમાં ઉપસ્થિત થઈ રહ્યો છે.
પાલિકા બેધારી નીતિ અપનાવી રહી છે
બીજી તરફ પોલીસ વિભાગ દ્વારા શરૂ કરાયેલા ટ્રાફિક અભિયાનમાં પાલિકા પણ જોડાય છે. પરંતુ પાલિકા બેધારી નીતિ અપનાવી રહી છે. બારડોલી ડીવાયએસપી દ્વારા ફાયર સેફ્ટી અને પાર્કિંગ ખુલ્લા કરવા માટે માત્ર 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. જેની સામે પાલિકા દ્વારા વધુ 30 દિવસનો સમય આપવામાં આવતા પાલિકાની બિલ્ડરો અને શોપિંગ સેન્ટર સંચાલકો પ્રત્યેનું કૂણું વલણ ખુલ્લુ પડી ગયું છે

નવ મહિના પહેલા ત્રણ દિવસમાં ફાયર સેફ્ટી ઊભી કરવા અપાયું હતું અલ્ટિમેટમ was originally published on News4gujarati

શામપુરા નજીક અજાણ્યા વાહનની અડફેટે આધેડનું મોત


સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં શામપુરા ગામની સીમમાંથી રાત્રિના સમયે પસાર થઈ રહેલ આધેડને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા આધેડને ગંભીર ઇજા પહોંચતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.
આ અંગે મળતી માહિતી અનુસાર કામરેજ તાલુકાના ખોલવડ ગામે ખેતીવાડી ફાર્મ ખાતે રહેતા મધુકર સદાશીવ વાનખેડે (55) નાઓ છેલ્લા પંદરેક દિવસથી કૈલાશ સુખદેવ સેકોકારે સાથે શામપુરા ચોકડી પાસે રોડની બાજુમાં તંબુ બનાવી તરબૂચ વેચતા હતા અને ત્યાં જ રહેતા હતા. ગત તા-3 માર્ચના રોજ મધુકર વાનખેડે રાત્રિના 9 વાગ્યાની આસપાસ વિહાણ ગામે રહેતા સુભાષભાઈ ગોવળેના ઘરે ટિફિન લેવા માટે ગયા હતા. જ્યાંથી ટિફિન લઈ પરત આવવા નીકળ્યા હતા. તે સમયે શામપુરા ગામની સીમમાં વિહાણથી શામપુરા જતાં રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે મધુકરભાઈને ટક્કર મારી હતી. સર્જાયેલા અકસ્માતમાં તેમને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. બનાવ અંગે કામરેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

શામપુરા નજીક અજાણ્યા વાહનની અડફેટે આધેડનું મોત was originally published on News4gujarati

વ્યારાનો કુખ્યાત બુટલેગર અનિલ ધોડિયા પોલીસના સકંજામાં


તાપી જિલ્લાના વ્યારા ખાતે સીંગી ફળિયામાં રહેતો કુખ્યાત બુટલેગર અનિલ ઢોડિયાને પોલીસે 18 હજારથી વધુના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યો છે. અનિલ ઢોડિયા આ અગાઉ પણ વ્યારા ખાતે દારૂના જથ્થા સાથે ત્રણ વાર તેમજ નવસારીના ચીખલી ખાતે પણ ગુનામાં પકડાયો હતો.
પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વ્યારાના સીંગી પુલ ફળિયામા રહેતો અનિલ વિનોદભાઈ ઢોડિયા ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરતો હોવાની માહિતી વ્યારા પી.આઇ હિતેન્દ્રસિંહ ગોહિલને મળતા તેઓએ ટીમ સાથે પુલ ફળિયામાં અનિલ ઢોડિયાના ઘરે જઈ તપાસ હાથ ધરી હતી. જેમાં તેના ઘરની બાજુમાં આવેલ બાથરૂમ તેમજ બાથરૂમના પાછળના ભાગેથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ વહીસ્કી, ટીન બિયર તેમજ વોડકાંની નાની મોટી બાટલીઓ નંગ 222 કિંમત રૂ.18,600 /-ના મુદ્દામાલ સાથે પોલીસે અનિલ ઢોડિયાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
કુખ્યાત બુટલેગર અનિલ ઢોડિયા પર કડક કાર્યવાહી કરવા માંગ.. 
વ્યારાના સીંગી પુલ ફળિયામાં દારૂના શોખીનોમાં અનિલ ઢોડિયાનું નામ ખૂબ જ જાણીતું છે.પોલીસની નજરોથી બચી બચી ને ગમે તેવા સંજોગોમાં પણ દારૂ પીવાના શોખીનોની દારૂની જરૂરિયાત પૂરી કરતો અનિલ અગાઉ નવસારીના ચીખલી ખાતે એક ગુનામાં અને વ્યારા પોલીસના ચોપડે ત્રણ દારૂના ગુનામાં પકડાઈ ચુક્યો છે ત્યારે આ વિસ્તારના પ્રજાજનોમાં આ અનિલ વિરુદ્ધ સખત પોલીસ કાર્યવાહી કરાઈ તેવી લોકલાગણી જોવા મળી રહી છે.

વ્યારાનો કુખ્યાત બુટલેગર અનિલ ધોડિયા પોલીસના સકંજામાં was originally published on News4gujarati

બે દિવસે પણ પિતાની ભાળ ન મળી, દીકરી-દીકરાના અંતિમ સંસ્કાર પિતાનો પત્તો લાગ્યા બાદ જ થશે


  • બારડોલીના ઉવા ગામે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર નહેરમાં ખાબકી હતી
  • છેલ્લા બે દિવસથી નહેરમાં તણાયેલા પિતાની ફાયર વિભાગ શોધખોળ કરે છે
  • મૃતક દીકરા અને દીકરીના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દેવામાં આવ્યા છે

રવિવારે ઉવા ગામે કાર નહેરના ધસમસતા પાણીમાં ઉતરી જતાં મઢીના ભાઇ-બહેન કારમાંથી બહાર નિકળી શક્યા ન હતા. જેથી પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. જ્યારે કાર ચાલક પિતા નહેરના પાણીમાં ખેંચાઇ ગયા હતા. જેની શોધખોળ સતત બીજા દિવસે કરવા છતાં હજુ સુધી ભાળ મળી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, દીકરા-દીકરીના મૃતદેહ રવિવારે જ કારમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પરિવારના જણાવ્યા પ્રમાણે બંનેના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દેવામાં આવ્યા છે અને પિતાની ભાળ મળ્યા બાદ જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ઘટના શું હતી?

બારડોલીના મઢી ગામે રહેતા શશીભાઇ ધનસુખભાઇ પરમાર પોતે મંડપ ડેકોરેશનનો ધંધો કરે છે. દીકરી ઉર્વી પરમાર(ઉ.વ.17) બારડોલીની જેએમ પટેલ હાઇસ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી. જેની રવિવારે સવારે પ્રોજેક્ટ પ્રેક્ટીકલની પરીક્ષા હોવાથી સવારે પિતા શશીભાઇ મૂકવા તૈયાર થયા હતા. દીકરો યશ પરમાર(ઉ.વ.14) મઢીમાં અંગ્રેજી મિડિયમમાં ધોરણ 8માં અભ્યાસ કરતો હોય, રવિવારની રજા હોવાથી પોતે પણ બહેનને મૂકવા આવવા તૈયાર થઇ ગયો હતો. ઉર્વી પરમારને પરીક્ષા આપવાનો ઉત્સાહ અને યશ પરમારને બહેનને સ્કૂલમાં છોડવાનો આનંદ સાથે ઘરેથી કાર(GJ-19-BA-0715)માં નીકળ્યા હતા. જોકે, ઉવા ગામે કાકરાપાર મુખ્ય કેનાલના રસ્તા પરથી પસાર થતાં જ પિતાએ સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર નહેરના ખાબકી હતી. જોકે, પ્રથમ કારનો આગળનો ભાગ ડૂબ્યો હોય, પાછળનો ભાગ દેખાતો હતો. ત્યારે અંદરથી શશીભાઇ બે હાથ ઊંચા કરી બાદમાં માથું બહાર કાઢીને પોતાને તરતા આવડતું ન હોવાનું જણાવી મદદ માટે બૂમ મારી હતી. જોકે, થોડી ક્ષણમાં નહેરના ધસમસતા પાણીમાં ખેંચાઇ ડૂબી ગઇ હતી. ઘટના અંગે બારડોલી પોલીસ અને ફાયરની ટીમને જાણ કરતાં સ્થળ પર પહોંચી ડૂબેલી કારને પાણીમાંથી બહાર કાઢી હતી. જેમાંથી માસૂમ ભાઇ-બહેનના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે પિતા ઊંડા પાણીમાં ખેંચાઇ જતા લાપત્તા થયા હતાં. જેની હજુ સુધી શોધખોળ કરવા છતાં ભાળ મળી નથી.

કાકરાપાર ડાબા કાંઠા કેનાલમાં શોધવા છતાં ભાળ મળી નથી

લાપતા શશિભાઇ પરમારની બીજા દિવસે પણ બારડોલી ફાયર વિભાગની ટીમે કાકરાપાર ડાબા કાંઠા કેનાલમાં શોધવા છતાં ભાળ મળી નથી. બારડોલી તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિત વહીવટીતંત્ર પણ કામગીરી કરતા જોવા મળ્યા હતા. પાણીમાં લાપતા બનેલા શશિભાઇને ઉવાથી સેજવાડ થઇ, મહુવાના ઝેરવાવરા તેમજ પલસાણાના અંભેટી સુધી નહેરમાં શોધખોળ કરવા છતાં હજુ સુધી પત્તો મળ્યો નથી.

સ્કૂલમાં એક દિવસની રજા જાહેર કરાઈ

જે.એમ. પટેલ હાઇસ્કૂલમાં ઇગ્લીશ મિડીયમની વિદ્યાર્થીની ઉર્વી પરમારનું મોત થવાથી શાળામાં વિદ્યાર્થીઓ શાંતિ પ્રાર્થના કરી શાળાના ઇંગ્લીશ મીડિયમ વિભાગમાં રજા જાહેર કરવામાં આવી હતી. બીજા દિવસે પણ મઢીમાં શોકનું વાતાવરણ રહ્યું હતું. પિતાની ભાળ મળ્યા બાદ જ બંન્ને સંતાનની અંતિમ વિધી કરવામાં આવશે. બીજા દિવસે પણ હોસ્પિટલના કોલ્ડરૂમમાં મૃત ભાઇ બહેનને રાખવામાં આવ્યા હતાં.

બે દિવસે પણ પિતાની ભાળ ન મળી, દીકરી-દીકરાના અંતિમ સંસ્કાર પિતાનો પત્તો લાગ્યા બાદ જ થશે was originally published on News4gujarati

ભરૂચનો ‘રેન્ચો’, એક વ્યક્તિ દર્દીનો જીવ બચાવવા ‘3 ઈડિયટ્સ’ સ્ટાઈલમાં હોસ્પિટલમાં ઘુસ્યો


ભરૂચઃ શહેરની એક હોસ્પિટલમાં દર્દીનો જીવ બચાવવા માટે 3 ઈડિયટ્સ દ્રશ્યો જોવા મળ્યા હતા. તાત્કાલિક સારવાર મળે તે માટે એક વ્યક્તિ 3 ઈડિયટ્સના આમિર ખાનની જેમ દર્દીને બચાવવા માટે એક્ટિવા લઈને સીધો ટ્રોમા સેન્ટરમાં ઘુસ્યો હતો. ત્યાર બાદ દર્દીની તાત્કાલિક સારવાર કરવામાં આવતા એક્ટિવાને બહાર લઈ નીકળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આમિર ખાન, કરિના કપૂર, શર્મન જોશી અને આર.માધવન સ્ટારર 3 ઈડિયટ્સમાં આમિર ખાન એટલે કે રેન્ચો તેના ખાસ મિત્ર રાજુ રસ્તોગી(શર્મન જોશી)ના પિતાની તબિયત લથડતાં તેને મોપેડ પર તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા હતાં. માત્ર એટલું જ નહીં, રેન્ચો મોપેડ સાથે સીધો જ દર્દીના વોર્ડમાં દાખલ ઘુસી ગયો હતો.

ભરૂચનો ‘રેન્ચો’, એક વ્યક્તિ દર્દીનો જીવ બચાવવા ‘3 ઈડિયટ્સ’ સ્ટાઈલમાં હોસ્પિટલમાં ઘુસ્યો was originally published on News4gujarati

કામરેજના દાદા ભગવાન મંદિરમાં મૂર્તિનાં ઘરેણાં ચોરાયાં, દાનપેટી તોડવામાં નિષ્ફળ, CCTVમાં 2 તસ્કરો કેદ થયા


પૂજારીએ સિક્યુરિટી ગાર્ડ સાથે મંદિરને સાંજે તાળું મારી ચાવી પોતાની પાસે રાખી હતી

બારડોલીઃ કામરેજમાં દાદા ભગવાન મંદિરનાં તાળા તૂટયા, મંદિરનાં ગર્ભગૃહમાં સીમંધર સ્વામીની મૂર્તિના સોનાની વરખ ચઢાવેલા ચાંદીની 11,598 ગ્રામનાં ઘરેણા ચોરાયા કુલ 83,387 રૂપિયાની ચોરીની કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. મંદિરનાં સીસીટીવી કેમેરામાં 10મી ફેબુ્આરીનાં સવારનાં 4.00 વાગે બે ચોર ઇસમો કેદ થયા હતાં. કામરેજનાં સુપ્રસિદ્ધ દાદા ભગવાન મંદિરને 10 મી ફેબુ્આરીની વહેલી સવારે ચાર વાગે ચોર ઇસમોએ ટારગેટ બનાવી મંદિરની મુખ્ય મૂર્તિ સીમંધરસ્વામીની મૂર્તિના ઘરેણા ચોરી કરી જતા ચકચાર મચી છે.મંદિરના પુજારી ભરત નથમલજી રાવલે કામરેજ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 9ની સાંજે 8.00 વાગે મંદિરનાં મુખ્ય ઈન્ચાર્જ સિક્યુરીટી સાથે મંદિરનાં દરવાજાને તાળુ મારી ઘરે ગયા હતા. સવારે પુજારી ભરતભાઇ વોચમેન રોહિતભાઈ સાથે મંદિર પાસે આવેલા ત્યારે દરવાજાનું તાળુ તુટેલી હાલતમાં નીચે પડેલુ હતું. જેથી મંદિરમાં ચોરી થયેલાનું જણાતાં સોનાના વરખવાળા ચાંદીના ઘરેણા ચોરાઇ ગયેલા માલુમ પડયા હતા.

ચોરાયેલા સોના-ચાંદીના દાગીનાની વિગત

  • ચાંદીની ધાતુનાં સોનાની વરખવાળા 2 નંગ બાજુ બંધ જેનું એકનું વજન 2986 ગ્રામ તથા બીજાનું વજન ગ્રામ
  • ચાંદીની ધાતુનાં સોનાની વરખવાળા બે પોંચી જેનું એકનું વજન 1732 ગ્રામ તથા બીજાનું વજન 1712 ગ્રામ
  • ચાંદીની ધાતુનું સોનાની વરખવાળું નાળિયેર જેનું વજન 2140 ગ્રામ
  • આામ ચાંદીનાં સોનાની વરખવાળા આભૂષણો આશરે વજન 11598 ગ્રામ જેનું એક કિલો ચાંદીના ભાવ 6500 રૂપિયા લેખે 75387 રુપિયા તથા બે તોલા સોનાના વરખની કિંમત 8000 રૂપિયા મળી કુલ 83387 રૂપિયાની મતાની ચોરી કરી તસ્કરો લઇ ગયા હતા.

બે તસ્કરો 25થી 30 વર્ષનાઃ મંદિરના સીસીટીવી ફુટેજ ચેક કરતા તા. 10-2-2020ના સવારના ચારેક વાગ્યે અજાણયા બે ઇસમો લોખંડના સળિયા સાથે મંદિરમાં પ્રવેશ કરતા જણાઇ છે, જેઓની ઉંમર આશરે 25થી 35 વર્ષની જણાઇ છે. મંદિરમાં ચોરીની ઘટનાની જાણ કામરેજ પોલીસને કરતા કામરેજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફુટેજ મેળવી તપાસ આરંભી છે.

દાનપેટી બચીઃ દાદાભગવાન મંદિરમાં તસ્કર ચોરી કરવા ઘૂસ્યા ત્યારે દાનપેટી ચોરવા માટે દાનપેટીનો બહારનો લોક તોડ્યો હતો. પરંતુ દાન પેટીની અંદર પણ લોક હોય જે લોક તસ્કરોથી ન તૂટતા દાનપેટી ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા હતાં.

કામરેજના દાદા ભગવાન મંદિરમાં મૂર્તિનાં ઘરેણાં ચોરાયાં, દાનપેટી તોડવામાં નિષ્ફળ, CCTVમાં 2 તસ્કરો કેદ થયા was originally published on News4gujarati

અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે, કોઇ જાનહાની નહીં


3 ફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા

અંકલેશ્વરની નવજીવન હોટલની પાછળ ભંગારના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી છે. જેને પગલે અંકલેશ્વર ડીપીએમસીની ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઇ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે. જોકે આગની ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.

અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે, કોઇ જાનહાની નહીં was originally published on News4gujarati

Blog Stats

  • 517,408 hits
%d bloggers like this: