હિન્દી પિક્ચર માં હિરોઈન ની એક્ટિંગ ના જલવા


ચાલો આપણે જાણીએ એવી ફિલ્મો વિશે કે જેમાં અભિનેત્રીઓએ
સિતારાઓને હરાવીને પ્રશંસા મેળવી હતી . અભિનેત્રીઓની અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

આજની મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરુષોને કડક સ્પર્ધા આપી રહી છે. બોલીવુડમાં પણ અભિનેત્રીઓ અભિનેતાઓને ઢાંકી દે છે. તેની અભિનય, તેના પરફેક્શન વિશે ઘણી ચર્ચાઓ છે. આજે અમે તમને તે ફિલ્મો વિશે જણાવી રહ્યા છીએ જેમાં અભિનેત્રીઓએ સિતારાઓને હરાવીને પ્રશંસા મેળવી હતી.

પરિણીતા

પરિણીતા એક્ટ્રેસ વિદ્યા બાલનની ડેબ્યૂ ફિલ્મ હતી. આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને સંજય દત્ત પણ મહત્વની ભૂમિકામાં હતા. વિદ્યા બાલને તેની પહેલી ફિલ્મના લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. વિદ્યા બાલનનું નામ દરેકની જીભ પર હતું.

બાજીરાવ મસ્તાની

ફિલ્મમાં બાજીરાવ રણવીર સિંહ અને મસ્તાની દીપિકા પાદુકોણની ઘણી ચર્ચા થઈ હતી. ફિલ્મની બંને અભિનયને ખૂબ પસંદ આવી હતી. પરંતુ અભિનેત્રી પ્રિયંકા ચોપડા બંને પર ભારે પડી ગઈ. તેની અભિનયની બધે ચર્ચા થઈ હતી.

અંધાધૂન

શ્રીરામ રાઘવનની ફિલ્મ અંધધૂને ઘણી બધી હેડલાઇન્સ બનાવી હતી. આયુષ્માન ખુરનાને ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો હતો. શરૂઆતથી જ આયુષ્માન ખુરાના વિશે ઘણી ચર્ચાઓ થઈ હતી. પરંતુ જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તબ્બુએ બધા વખાણ લૂંટી લીધાં. આ ફિલ્મમાં તબ્બુની એક્ટિંગ ખૂબ પસંદ આવી હતી.

કોકટેલ

ક Cકટેલ ફિલ્મમાં ડાયના પentyંટી, દીપિકા પાદુકોણ અને સૈફ અલી ખાન હતાં. આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો છે. દીપિકા પાદુકોણ ફિલ્મની અભિનય માટે તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

વેક અપ

કોંકણા સેન ફિલ્મ વેક અપ સિડમાં રણબીર કપૂર પર ભારે દેખાઈ હતી. કોંકણાની અભિનયની ખૂબ પ્રશંસા થઈ.

હિન્દી પિક્ચર માં હિરોઈન ની એક્ટિંગ ના જલવા was originally published on News4gujarati

અજયની આગામી ફિલ્મ કેન્સર પીડિત ફૂટબોલ કોચ પર હશે


અજય દેવગણે તાજેતરમાં પોતાની એક નવી ફિલ્મનું પોસ્ટર બહાર પાડયું છે. આ ફિલ્મ ૨૭ નવેમ્બર ૨૦૨૦ના રોજ  રિલીઝ થવાની છે. ફિલ્મ ‘મેદાન’ ફૂટબોલ ટીમ પર આધારિત છે. આ ફુટબોલ ટીમે ૧૯૫૬ની સમર ઓલિમ્પિક સુધી પહોંતી હતી અને ૧૯૬૨માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ટીમની વાર્તાને રૂપેરી પડદે ફિલ્માવવામાં આવશે. આ ફિલ્મમાં અજય દેવગણ ફૂટબોલના કોચ સૈય્યદ અબ્દુલ રહીમનું પાત્ર નિભાવતો જોવા મળશે. સૈય્યદ અબ્દુલ રહીમ ભારતના ફુટબોલનો સફળ કોચ તરીકે જાણીતો છે. 

સૈય્યદ અબ્દુલ રીમે ફુટબોલ કોચની કારકિર્દી હૈદરાબાદ સિટી પોલીસની ફૂટબોલ ટીમ સાથે શરૂ કરી હતી. એ પછી ૧૯૫૦માં તે ફૂટબોલ ફેડરેશન સાથે જોડાયો અને ટીમ ઇન્ડિયાનો કોચ અને મેનેજર બન્યો હતો. 

૧૯૫૨માં સૈય્યદની ટીમ હેલસિન્કીમાં ઓલમ્પિકમાં વગર જોડા પહેરીને રમી હતી. જ્યારે આકરી હાર મળી હતી. આ પછી તેની ટીમ જોડા પહેરીને ૧૯૫૬માં મેલબર્નમાં રમી જ્યાં તેણે સેમીફાઇનલ સુધી પહોંચી. એ સમયે ફુટબોલ ઇતિહાસનો  આ એક ઉત્તમ સફળતા હતી. 

૧૯૬૨માં તેણે એશિયન ગેમ્સ જાકાર્તામાં ભારતીય ટીમને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ સમયે તે કેન્સરનો ભોગ બની ચુક્યો હતો. રમત-ગમતના મેદાન પર જીત અપાવનાર કોચ સૈય્ય્દ ૧૯૬૩માં કેન્સર સામેનો જંગ હારી ગયો અને અવસાન પામ્યો. 

અજયની આગામી ફિલ્મ કેન્સર પીડિત ફૂટબોલ કોચ પર હશે was originally published on News4gujarati

મેં દ્રઢ આત્મવિશ્વાસથી બોલીવુડમાં સફળતા મેળવી છે: વિદ્યા બાલન


વિદ્યા બાલનના શરૂઆતનાં બીજા કે ત્રીજા વરસે મને ખ્યાલ આવ્યો  હતો કે હાલ હું જે ભૂમિકાઓ ભજવું છું તે મારે ન ભજવવી જોઇએ.ખરું કહું તો મેં જે ક્ષણે આવો મક્કમ નિર્ણય કર્યો.

હિન્દી ફિલ્મ જગતમાં અમુક કલાકારો એવાં પણ છે જેઓ  તેમનાં રૂપરંગથી નહીં પણ ફક્ત પોતાની અભિનય પ્રતિભાથીલોકપ્રિય બન્યાં હોય.વિદ્યા બાલન આવી અભિનેત્રી છે. સામાન્ય રીતે બોલીવુડની અભિનેત્રી દેખાવમાં રૂપકડી  હોય છે.આજથી થોડાં વરસો પહેલાં બોલીવુડના નિર્માતા અને દિગ્દર્શકો તેમની ફિલ્મની અભિનેત્રીઓ સુંદર, નમણી, નાજુક, હસમુખી અને નૃત્યાંગના હોય તેવોઆગ્રહ રાખતા હતા.

આજે સમયના પરિવર્તન સાથે બોલીવુડના આવા આગ્રહમાં પણ ફેરફાર થયો અને વિદ્યા બાલન જેવી પ્રતિભાશાળી અભિનેત્રી મળી.

પરિણીતા(૨૦૦૫) ફિલ્મથી બોલીવુડમાં પા પા પગલી કરનારી વિદ્યા બાલન તેના સ્વતંત્ર વિચારધારા માટે પણ જાણીતી છે.સાથોસાથ વિદ્યાએ વિશિષ્ટ અને પડકારરૂપ વિષયવાળી ફિલ્મોમાં અદભૂત અભિનય કરીને પોતાની અભિનય પ્રતિભાનો પરિચય પણ આપી દીધો છે.પુરુષપ્રધાન એટલે કે હીરોનું વર્ચસ ધરાવતા ફિલ્મ જગતમાં વિદ્યા બાલને નવતર પાત્રો ભજવીને નવો ચીલો પણ પાડયો છે.

થોડા સમય પહેલાં જયપુરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં વિદ્યા બાલને અભિનેત્રીના શારીરિક દેખાવ,ભારતીય સિનેમા,પોતાની પસંદગીની ભૂમિકા તથા લીંગભેદ વગેરે મુદ્દા વિશે પોતાના સ્વતંત્ર વિચારો વ્યક્ત કર્યા હતા.

હિન્દી ફિલ્મો પહેલાં હમપાંચ નામની ટેલિવિઝન સિરિયલમાં મજેદાર ભૂમિકા ભજવનારી વિદ્યાબાલન કહે છે, જુઓ, બોલીવુડમાં હીરોનું વર્ચસ હોય કે આ દુનિયામાં પુરુષોનું પ્રભુત્વ હોય તેનાથી મને જરાય ફેર નથી પડતો.હું આવા બાબતોને ગણકારતી પણ નથી. હું મારા મક્કમ મનોબળથી મારાં સપનાં કે ઇચ્છા પૂરી કરી શકું તેમ છું.

આ જ આત્મવિશ્વાસ મને મારા પરિવારે આપ્યો છે.હા,હું આ દુનિયાના કોઇ નિયમો કે પરંપરા તોડવા નથી ઇચ્છતી કે કોઇને  પડકાર ફેંકવા પણ નથી ઇચ્છતી.બસ,હું મારામાં રહેલી હિંમતથી મારી જિંદગીમાં અને કારકિર્દીમાં આગળ વધું છું.

વિદ્યા બાલન પોતાની અભિનય કારકિર્દીના અનુભવો વિશેકહે છે,શરૂઆતનાં બીજા કે ત્રીજા વરસે મને ખ્યાલ આવ્યો  હતો કે હાલ હું જે ભૂમિકાઓ ભજવું છું તે મારે ન ભજવવી જોઇએ.ખરું કહું તો મેં જે ક્ષણે આવો મક્કમ નિર્ણય કર્યો ત્યારબાદ મને મનપસંદ પાત્રો મળવા લાગ્યાં.જાણે કે મારી અદમ્ય ઇચ્છાનો પડઘો આખા બ્રહ્માંડમાં પડયો હોય.આ નિર્ણય બાદ મેં જે જે ફિલ્મોમાં મજેદાર ભૂમિકાઓ ભજવી તે બધી સફળ થઇ.મને એક પછી એક ફિલ્મમાં સફળતા મળવા લાગી.

   આમ છતાં વિદ્યા બાલન એવી સ્પષ્ટતા પણ કરે છે કે શરૂઆતના તબક્કે મેં જે જે ફિલ્મો સ્વીકારી હતી તેની પસંદગી વિશે ઘણી ઘણી  ટીકા પણ થઇ હતી.જોકે હું આવી ટીકા કે ટીપ્પણીને બહુ ગણકારતી નથી કે તેનો જરાય અફસોસ પણ નથી.હે બેબી અને કિસ્મત કનેક્શન એ બંને ફિલ્મો વિશે મારી બહુ ટીકા થઇ હતી.

ખરેખર તો આ બંને ફિલ્મોને દર્શકોનો બહોળો આવકાર મળ્યો હતો.રોકડું સત્ય તો એ છે કે મેં આ બંને ફિલ્મોમાં કામ ન કર્યું હોત તો આજે હું બોલીવુડમાં ન હોત.એક અભિનેત્રી તરીકે મારું અસ્તિત્વ ખતમ થઇ ગયું હોત.આટલું જ નહીં,હું બોલીવુડની પરંપરાગત હીરોઇન જેવી નથી એ સત્ય પણ સ્વીકારુવું જરૂરી છે.મારે મારી જાત સાથે ન્યાય કરવો જ રહ્યો.

આશ્ચર્યની બાબત તો એ છે કે આ બંને ફિલ્મોનીસફળતા બાદ મારા માટે ખાસ પ્રકારની  વાર્તાઓ ભૂમિકાઓ તૈયાર થતી ગઇ.મને એકથી એક વિશિષ્ટ અને બીનપરંપરાગત કહી શકાય તેવાં પાત્રો મળવાં શરૂ થયાં.મને આવી ઉજળી તક આપનારા બધા નિર્માતા અને દિગ્દર્શકોનો હૃદયપૂર્વક આભાર પણ માનું છું. પરિણીતા, ભૂલભૂલૈયા, લગે રહો મુન્નાભાઇ, કહાની, અને મિશન મંગલ વગેરે જેવી સફળ અને,મજેદાર ફિલ્મોમાં વિવિધ પ્રકારનાં પાત્રો ભજવનારી વિદ્યા બાલન બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે,મારી કારકિર્દીમાં ડર્ટી પિક્ચર અનેતેની ભૂમિકાએ બહુ મહત્વનું યોગદાન આપ્યું છે.

ડર્ટી પિક્ચર દરમિયાન હું સતત વિચારતી કે આ ફિલ્મ મારી સમગ્ર કારકિર્દી માટે સીમાચિહ્નરૂપ બની રહેશે.મારે મનમાં એક સેક્સી અભિનેત્રીનો ભાવ પેદા કરવાનો છે અને તો જ દર્શકોપણપડદા પર મને સેક્સી અભિનેત્રીના રૂપમાં નિહાળશે.મારો આ પ્રયોગ ખરેખર સફળ થયો હતો અને દર્શકોએ તે ફિલ્મને બહોળો આવકાર આપ્યો હતો. મુંબઇના સામાન્ય તમિળ કુટુંબમાં જન્મેલી અને ઉછરેલી વિદ્યા બાલન એકાદ-બે મજેદાર પ્રસંગો વિશે કહે છે, અમે ૨૦૦૭માં  જયપુરમાં ભૂલભૂલૈયા ફિલ્મનું શૂટિંગ કરતાં હતાં.હું દરરોજ જયપુરના પ્રસિદ્ધ આમ્બેર કિલ્લા પાસેથી પસાર થતી અને ત્યાંના એક હાથીને એકાદ ફળ ખવડાવતી.હું વિશાળ કદના હાથીને બહુ ધ્યાનથી જોતી રહેતી.ખરું કહું તો આવા દરરોજના નિયમથી તે હાથી પ્રત્યે મારા હૃદયમાં પ્રેમ ઉભરી આવ્યો.

થોડા દિવસ બાદ મેં મુંબઇ મારાં માતાપિતાને ટેલિફોન કરીને સીધું જ પૂછી લીધું કે આપણે હાથી ખરીદી શકીએ કે કેમ ? મારા પિતાજીએ જબરી જોક કરતાં કહ્યું,એક બસ નથી કે શું?આમ છતાં હું તેમને દરરોજ ફોન કરીને હાથી ઘરે લઇ આવવા  અને તમે મારી આ વાત વિશે શું વિચારો છો ?એવું  પૂછતી રહેતી.બસ,પછી તો મારાં માતાપિતાએ મારી સાથે ફોન પર વાત કરવાનું જ બંધ કરી દીધું.મને પણ ખ્યાલ આવ્યો કે અમે મુંબઇના બહુમાળી ઘરમાં હાથીને તો ન જ રાખી શકીએ. 

  બીજો પ્રસંગ મારી મોટી બહેન પ્રિયા મારા માટે માતા સમાન છે.એટલે કે પ્રિયા એક મા ની જેમ મારું ધ્યાન રાખે છે.પ્રિયાને એક મિત્ર હતો.સાવ સાચું કહું તો પ્રિયાના તે મિત્ર પ્રત્યે ભીની ભીની અને લીલીછમ લાગણી પાંગરી હતી.જોકે મેં મારી આવી લાગણી મનમાં જ રાખી હતી.સમય જતાં મને મારી બહેન અને તેના મિત્ર વચ્ચેના સાચા પ્રેમ સંબંધ વિશે જાણ થઇ ત્યારે મેં મારી પેલી લાગણીને કાયમ માટે ધરબી દેવાનો નિર્ણય કર્યો.

બોલીવુડમાં એક વિચારશીલ અભિનેત્રી ગણાતી વિદ્યા બાલન ભારતમાં બનતી બળાત્કારની ઘટનાઓ વિશે કહે છે,આપણા દેશમાં આવી શરમજનક ઘટનાઓ કાંઇ આજકાલની નથી. ૧૦-૨૦ વરસ પહેલાં પણ બનતી પણ તેની જાણ આખા સમાજને નહોતી થતી.આમ છતાં હમણાં હમણાં બળાત્કારની જે ઘટનાઓ બની છે તેનાથી મારાં મન-હૃદયમાં રોષ-આક્રોશનો જ્વાળામુખી ભભૂકી ઉઠયો છે.આવી ઘટનાઓ ન બને તે માટે દેશમાં અતિ કડક કાયદા હોવા જોઇએઅને તેનું પાલન પણ લોખંડી રીતે થવું જરૂરી છે.

મેં દ્રઢ આત્મવિશ્વાસથી બોલીવુડમાં સફળતા મેળવી છે: વિદ્યા બાલન was originally published on News4gujarati

આ છે દુનિયાની સૌથી સુંદર 10 મહિલાઓ, જુઓ તસવીર


ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ફોર્બ્સ જેવી સંસ્થાઓ દુનિયાની કોઈ પણ 10 શ્રેષ્ઠ વસ્તુઓની સરખામણી કરીને એક યાદી બનાવે છે પરંતુ આ સંસ્થાએ તાજેતરમા દુનિયાની 10 સુંદર મહિલાઓની યાદી બહાર પાડી છે. જે વિશે જાણીને આપને આશ્ચર્ય થશે કે, કોઈ વ્યક્તિ કઈ રીતે કોઈ સ્ત્રીની સુંદરતાને માપી શકે છે.

લંડનમા સેન્ટર ફોર એડવાન્સ ફેશિયલ કોસ્મેટિક એન્ડ પ્લાસ્ટિક સર્જરીના એમડી સર્જન જુલિયન ડી સિલ્વાએ સૌથી સુંદર ચહેરા શોધવા માટે એક ફોર્મ્યુલા બનાવી છે. જેને ફાઈ રેશિયો કહેવામા આવે છે. જે એક ગ્રીક કોન્સેપ્ટ છે. જેમા કમ્પ્યુટરાઇઝડ ફેશિયલ મેપિંગની મદદથી પરફેક્ટ ફેસ રેશિયો વિશે જાણી શકાય છે અને સુંદરતાને પણ માપી શકાશે.

જુલિયને આ રેશિયોને ગોલ્ડન રેશિયો સ્કોર્સ નામ આપ્યુ છે. જે ચહેરાના આકારના આધારે દુનિયાની સૌથી સુંદર સ્ત્રીઓ વિશે જાણકારી આપે છે. આવો જાણીએ કે જુલિયનનો ગોલ્ડન રેશિયો સ્કોર્સ કોને દુનિયાની સૌથી સુંદર સ્ત્રી માને છે.

કારા ડેલેવિંગ

આ લિસ્ટમા 10મા રેન્ક પર બ્રિટનની મોડેલ, એકટ્રેસ અને સિંગર કારા ડેલેવિંગનું નામ આવે છે. જુલિયનના ગોલ્ડન રેશિયો સ્કોર્સ મુજબ તેણીને 89.99% સ્કોર મળ્યો છે.

કેટી પેરી

‘રોર’ અને ‘ડાર્ક હોર્સ’ જેવા ગીતમા ફેન્સનું દિલ જીતનારી અમેરિકી સિંગર કેટી પેરી આ લિસ્ટમા 9મા સ્થાને છે. જેને ગોલ્ડન રેશિયો મુજબ 90.08% સ્કોર મળ્યો છે.

નતાલી પોર્ટમેન

અમેરિકા અને ઈઝરાયલની નાગરિકતા મેળવનાર અમેરિકી એકટ્રેસ નતાલી પોર્ટમેનનું નામ 8મા સ્થાન પર છે. જેનો ગોલ્ડન રેશિયો 90.51% છે.

સ્કારલેટ જોહન્સન

‘એવેન્જર્સ’ અને ‘લુસી’ જેવી ફિલ્મોમા પ્રભાવશાળી એક્ટિંગની મિશાલ ઉભી કરનાર અમેરિકાની એકટ્રેસ સ્કારલેટ જોહન્સન આ લિસ્ટમા 7મા સ્થાન પર છે. જેને ગોલ્ડન રેશિયોમા 90.91% સ્કોર મળ્યા છે.

કેટ મોસ

મોડેલિંગ પછી બિઝનેસમા પોતાનું નામ બનાવનાર બ્રિટેનની કેટ મોસ 91.05% સ્કોર સાથે આ લિસ્ટમા 6 સ્થાન પર છે.

ટેલર સ્વિફ્ટ

અમેરિકાની પ્રસિદ્ધ સિંગર ટેલર સ્વિફ્ટ પણ સુંદરતાની બાબતમા આ બધા લોકોથી આગળ છે, જે લિસ્ટમા 5મા સ્થાન પર છે. સુંદરતાના રેશિયામા તેણીને 91.64% મળ્યા છે.

એરિયાના ગ્રાન્ડ

અમેરિકાની વધુ એક લોકપ્રિય સિંગર એરિયાના ગ્રાંડેને આ લિસ્ટમા 4થુ સ્થાન મળ્યુ છે. જેનો ગોલ્ડન રેશિયો 91.81% સ્કોર છે.

એમ્બર હર્ડ

અમેરિકાની મોડલ-એકટ્રેસ એંબર હર્ડને ગોલ્ડન રેશિયોમા 91.85% સ્કોર મળ્યો છે. જે સુંદર સ્ત્રીઓના લિસ્ટમા ત્રીજા સ્થાને છે.

બિયોન્સ

અમેરિકાની સિંગર બિયોન્સને 92.44% સ્કોર મળ્યો છે. જે આ લિસ્ટમા બીજા સ્થાને છે.

બેલા હદીદ

ગોલ્ડન રેશિયો સ્કોરમા અમેરિકાની મોડેલ બેલા હદીદ દુનિયાની સૌથી સુંદર મહિલા ગણવામા આવે છે. આ લિસ્ટમા તેણીને 94.35% સ્કોર મળ્યો છે.

આ છે દુનિયાની સૌથી સુંદર 10 મહિલાઓ, જુઓ તસવીર was originally published on News4gujarati

Google Chrome પર કામ કરતા કરતા જુઓ YouTube વીડિયો, આ સ્ટેપ કરો ફોલો


ટેક જાયન્ટ કંપની પોતાના યુઝર્સને બેસ્ટ એક્સપીરિયન્સ આપવા માટે પોતાના પ્રોડક્ટમાં સતત નવા ફીચર રજુ કરતી રહે છે. ક્રોમ બ્રાઝર ગૂગલની એક પ્રોડક્ટ છે જે કેઇ એડઓન અને હીડન ફીચરની સાથે આવે છે.

સામાન્ય રીતે ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ યુઝર વેબ બ્રાઉઝીંગ માટે કરે છે, પરંતુ કેટલીક હિડન ટ્રીક્સ વડે ક્રોમ એક્સપીરિયન્સને યુઝર્સ મજેદાર બનાવી શકે છે.

આજે ક્રોમના જ એક એડઓન પિક્ચર-ઇન-પિક્ચર (PiP) મોડ અંગે તમને જણાવીએ. આ મોડ વડે તમે ક્રોમ પર કામ કરતી વખતે કોઇ પણ ટેબ સ્વિચ કરી આરામથી વિડિયો જોઇ શકો છો.

કેવી રીતે કરો ઇનેબલ

આ મોડને ઓન કરવા માટે સૌથી પહેલા યુટ્યુબ પર તે વિડિયોને પ્લે કરો જેને તમે પિક્ચર-ઇન-પિક્ચર મોડમાં રાખવા માગો છો. વિડિયો પ્લે થવા પર સ્ક્રીન પર બે વખત રાઇટ ક્લી કરો. બીજી વખત ક્લીક કરવા પર પિક્ચર-ઇન-પિક્ચર મોડ પર વિડિયો પ્લે થવા લાગશે. આ ફીચર ફક્ત યુટ્યુબ માટે જ છે.

મર્યાદિત કન્ટ્રોલ

પિક્ચર-ઇન-પિક્ચર (PiP) મોડ તમને વધારે કન્ટ્રોલ નહીં મળે. આ મોડમાં તમે ફક્ત પોઝ અને બે ટૂ ફુલ સ્ક્રીનનો જ ઓપ્શન મળશે. કેટલાક યુઝર્સને અહીં વિડિયો ફોરવર્ડ, વોલ્યુમ કન્ટ્રોલ કે વિડિયો રીપ્લે કરવા જેવા ફીચર્સની ખોટ વર્તાશે.

Google Chrome પર કામ કરતા કરતા જુઓ YouTube વીડિયો, આ સ્ટેપ કરો ફોલો was originally published on News4gujarati

Blog Stats

  • 517,407 hits
%d bloggers like this: