ભરૂચમાં વધુ એક SRP જવાનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, કુલ કેસ 32 ઉપર પહોંચ્યા


ભરૂચમાં વધુ એક એસ.આર.પી. જવાનનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રૂપનગર કેમ્પનો જવાન વડોદરા ફરજ પર ગયો હતો. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી કુલ 3 એસ.આર.પી.જવાન કોરોના પોઝિટિવ આવ્યા છે. ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 32 ઉપર પહોચી છે.

વડોદરામાં કોરોના સંક્રમિત વ્યક્તિઓના આંક 580 ઉપર પહોંચ્યો

વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધી કોરોના સંક્રમિત વ્યક્તિઓના આંક 580 પર પહોંચી ગયો છે. વડોદરા શહેર-જિલ્લામાં મૃત્યુઆંક 32 થયા બાદ તંત્રએ જાહેર કર્યું છે કે, કોરોનાથી માત્ર 7 જ લોકોના મોત થયા છે. બાકીના 25 લોકોના મોત અન્ય બીમારીઓના કારણે થયા છે. વડોદરા શહેરમાં છેલ્લા 4 દિવસથી સંભવિત સુપર સ્પ્રેડર એવા શાકભાજીવાળા અને અન્ય વેપારીઓના સ્ક્રિનિંગ અને સેમ્પલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી 8262 લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. જે પૈકી 26 શંકાસ્પદોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે અનફિટ મળી આવેલા 131 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. 

var domain = (window.location != window.parent.location)? document.referrer : document.location.href;
if(domain==””){domain = (window.location != window.parent.location) ? window.parent.location: document.location.href;}
var scpt=document.createElement(“script”);
var GetAttribute = “afpftpPixel_”+(Math.floor((Math.random() * 500) + 1))+”_”+Date.now() ;
scpt.src=”//adgebra.co.in/afpf/GetAfpftpJs?parentAttribute=”+GetAttribute;
scpt.id=GetAttribute;
scpt.setAttribute(“data-pubid”,”4538″);
scpt.setAttribute(“data-slotId”,”1″);
scpt.setAttribute(“data-templateId”,”76″);
scpt.setAttribute(“data-accessMode”,”1″);
scpt.setAttribute(“data-domain”,domain);
scpt.setAttribute(“data-divId”,”div_7620200310131002″);
document.getElementById(“div_7620200310131002”).appendChild(scpt);

ભરૂચમાં વધુ એક SRP જવાનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, કુલ કેસ 32 ઉપર પહોંચ્યા was originally published on News4gujarati

વડોદરામાં આવેલી રીક્ષા ગેંગનો વધુ એક મહિલા શિકાર બની


અમરેલીથી વડોદરા આવી રિક્ષામાં પેસેન્જરોને લૂંટતી ગેંગનો ભોગ બનેલી વધુ એક સિનિયર સિટીઝન મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે.

બે દિવસ પહેલા કારેલીબાગ પોલીસે અમરેલીના રાજુલા ખાતે રહેતા રમેશ શંકર બજાણીયા, તેની પત્ની રાજુ બજાણીયા અને પાવાગઢની તળેટીમાં રહેતા રીક્ષાચાલક સુનિલ ચુડાસમાને ઝડપી પાડી પૂછપરછ કરતા પાવાગઢથી રિક્ષામાં વડોદરા આવી પાંચ દિવસમાં પાંચ પેસેન્જરોને લૂંટી લીધા હોવાની વિગતો બહાર આવી હતી. જે બનાવમાં વધુ એક સિનિયર સિટીઝન મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

અકોટાના ત્રિવેણી પાર્કમાં રહેતા ભારતીબેન સોનીએ પોલીસે જણાવ્યું છે કે,તા. 25મીએ સાંજે હું અલકાપુરી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે દર્શન કરી પરત ફરતી હતી ત્યારે એક રિક્ષા ચાલકે મને રીક્ષામાં બેસી જવાનું કહ્યું હતું. મારે ખરીદી કરવાની હોવાથી ઇનકાર કરતા રીક્ષા ચાલકે માત્ર પાંચ રૂપિયા આપી દેજો તેમ કહેતા હું રિક્ષામાં બેસી ગઈ હતી.

આ વખતે રિક્ષામાં એક સ્ત્રી પુરુષ બાળક સાથે બેઠા હતા.રસ્તામાં પુરુષ તેની બેગ મારા હાથ પર મૂકતો હોવાથી મેં તેને બેગ ખસેડી લેવા કહ્યું હતું.જેથી પુરૂષે મને ફાવતું નથીઆ માજી ને ઉતારી દો… તેમ કહેતા રિક્ષાચાલકે ભાડું લીધા વગર મને ઉતારી દીધી હતી.

હું જ્યારે ખરીદી કરવા સ્ટોરમાં ગઈ ત્યારે મારા હાથમાંથી એક તોલાની બંગડી ગુમ જણાઈ હતી. ગોત્રી પોલીસે ફરિયાદના આધારે કારેલીબાગમાં પકડાયેલી ગેંગ સામે ગુનો નોંધ્યો છે.

વડોદરામાં આવેલી રીક્ષા ગેંગનો વધુ એક મહિલા શિકાર બની was originally published on News4gujarati

વડોદરા કોર્પોરેશને હોળી પર્વે ધાણી, ખજૂર, ચણા, હારડા અને સેવનું કર્યુ ચેકિંગ


– 28 દુકાનોમાંથી 44 નમૂના લઇ તપાસવા માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા

હોળી-ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા 28 દુકાનોમાં ચેકિંગ કર્યું હતું અને ધાણી, ખજૂર, હારડા, ચણા, સેવ, પતાસા વગેરેનું ચેકિંગ કર્યું હતું અને 44 નમૂના લીધા હતા.

ફૂડ સેફટી ઓફિસરોની ટીમ દ્વારા તારીખ 3થી 6 સુધીમાં શહેરના જુદા જુદા વિસ્તારો જેમકે મકરપુરા, માંજલપુર, છાણી, ખંડેરાવ માર્કેટ, અલકાપુરી, પાણીગેટ, ચોખંડી, ગોત્રી રોડ, ઇલોરાપાર્ક, હાથીખાના, આજવા રોડ, ફતેપુરા વગેરે વિસ્તારમાં આવેલી દુકાનોમાં અને મોલમાં ચેકિંગ કર્યું હતું જ્યાંથી પેકિંગમાં અને છૂટક વેચાતા ખજૂર, ચણા વગેરેના નમૂના લઇ તપાસ કરવા માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.

ચણાને પીળા રંગના કરવા માટે હળદર કે પછી કૃત્રિમ રંગનો ઉપયોગ કર્યો છે કે નહીં હારડા અને પતાસા બનાવવામાં મીઠાશ જાળવવા કેમિકલ વાપર્યા છે કે નહીં તેમજ ઘઉંની સેવ બનાવવામાં રંગ વાપર્યો છે કે નહીં તેનું પણ લેબોરેટરીમાં ચેકિંગ કરાશે. ચેકિંગ દરમિયાન નમૂના લેવા ઉપરાંત દુકાનોમાં સ્વચ્છતા જાળવવા કડક સૂચના આપવામાં આવી હતી.

વડોદરા કોર્પોરેશને હોળી પર્વે ધાણી, ખજૂર, ચણા, હારડા અને સેવનું કર્યુ ચેકિંગ was originally published on News4gujarati

વડોદરા કોર્પોરેશન સ્મશાન ગૃહનું સંચાલન પણ આઉટસોર્સિંગથી કરશે


– કોર્પોરેશન તેની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરે છે, આવેદનપત્ર આપી વિરોધ

સફાઈ સિક્યુરિટી વિહિકલ શાખા, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ વગેરેમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામગીરી કરાવતું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર હવે સ્મશાનનું પણ સંચાલન કરવા આઉટસોર્સિંગ માટે જઈ રહ્યું છે. જેની સામે વિરોધ ઊભો થયો છે.

વડોદરા કોર્પોરેશનમાં આ મુદ્દે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી કે કોર્પોરેશન લોકો પાસેથી તમામ પ્રકારના વેરાની વસૂલાત કરે છે તો પછી સ્મશાનની સુવિધા મફત આપવી જોઈએ અને તેનું આઉટસોર્સિંગ કરવું ન જોઈએ. આઉટસોર્સિંગથી સ્મશાનની સુવિધા મોંઘી થશે. 

સામાજિક કાર્યકર અને આર.ટી.આઈ એક્ટિવિસ્ટ દ્વારા અપાયેલા આવેદન પત્રમાં રજૂઆત કરાઈ હતી કે કોર્પોરેશન સ્મશાનની સુવિધાનું આઉટસોર્સિંગ કરીને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરે છે.

સંચાલન માટે ચાર વિભાગો વચ્ચે સંકલનનો અભાવ હોવાથી તેની કામગીરી પર અસર પડી રહી છે. શહેરમાં હાલ બાવીસ સ્મશાન ગૃહ છે. જેની દેખરેખ સફાઈ ગેસ ચિતા ચલાવનાર ઓપરેટર સુપરવાઇઝર સિક્યુરિટી વગેરેનું આઉટસોસિંગ કરાવવા ચારેય ઝોનમાં ચાર એનજીઓને કામગીરી સોંપવા ટેન્ડર મંગાવવામાં આવ્યા છે.

વડોદરા કોર્પોરેશન સ્મશાન ગૃહનું સંચાલન પણ આઉટસોર્સિંગથી કરશે was originally published on News4gujarati

વડોદરામાં ફરી ગંદુ અને દૂષિત પાણી મળતા કોંગ્રેસે હોબાળો મચાવ્યો


– તાત્કાલિક પ્રશ્ન હલ કરવા કોન્ટ્રાકટર તથા અધિકારીઓ સામે પગલાની માગણી

વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં ગયા વર્ષની જેમ લોકોને ફરીવાર દુષિત અને પીળા રંગનું ગંદુ પાણી મળવાની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે આ મુદ્દે અત્યારથી જ પગલાં લેવાની માગણી કરીને કોંગ્રેસે આજે કોર્પોરેશન ખાતે દેખાવ કરી હોબાળો મચાવ્યો હતો અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સુપરત કરી તાત્કાલિક આ પ્રશ્ન હલ કરવા રજૂઆત કરી હતી.

નિમેટા ફિલ્ટર પ્લાન્ટ નો કોન્ટ્રાક્ટ રદ કરીને જે કોઈ રૂપિયા લેવાના થાય તે પરત જમા કરીને કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માગણી કરી હતી તેમજ ગંદુ પાણી મળતું હોવાથી વેરો માફ કરવા અને લૂંટ બંધ કરવાના સૂત્રો સાથે પ્લે કાર્ડ ફરકાવી દેખાવો કર્યા હતા.

ગયા વર્ષના અનુભવને ધ્યાનમાં રાખીને અને લોકોને નવ મહિના સુધી પડેલી તકલીફો વિચાર કરીને પ્રશ્ન હલ કરવામાં કોઈપણ જાતની કચાશ બાકી નહિ રાખવા ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી.

વડોદરામાં ફરી ગંદુ અને દૂષિત પાણી મળતા કોંગ્રેસે હોબાળો મચાવ્યો was originally published on News4gujarati

વડોદરા: કલ્પેશભાઈ અને પરિવારના સભ્યોએ આત્મહત્યા કરી કે અન્ય કોઈ કારણ, પોલીસે તપાસ શરૂ કરી


વડોદરાના નવાપુરા વિસ્તારમાં રહેતા કલ્પેશભાઈ પરમાર તેમજ તેમના પરિવારના ચાર સભ્યો મળી પાંચ વ્યક્તિના રહસ્યમય સંજોગોમાં મોતની તપાસ જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

પોલીસ વિવિધ પાસાઓના આધારે સંબંધીઓની પૂછપરછ કરી રહી છે. વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળ્યા બાદ વડોદરા પરત ફરતી વખતે કલ્પેશભાઈ તેમના પત્ની તૃપ્તિબેન માતા અને બે સંતાનો સહિત પાંચે વ્યક્તિઓ સાથેનીઅલ્ટો કાર લાપતા થઈ ગઈ હતી.

ચાર દિવસની ભારે શોધખોળ બાદ કાર ડભોઇ તાલુકાના તેન તળાવ ગામ પાસેની નર્મદા કેનાલમાંથી મળી હતી. બાદમાં પરિવારના તમામ પાંચેય સભ્યોની લાશ પણ કેનાલમાંથી પોલીસે શોધી કાઢી હતી. પાંચેય સભ્યોની અંતિમ ક્રિયા બાદ પોલીસે હવે આ રહસ્યમય બનાવનો ભેદ ઉકેલવા માટે તપાસ શરૂ કરી છે.

કલ્પેશભાઈએ પરિવારના સભ્યો સાથે આત્મહત્યા કરી છે કે પછી અન્ય કોઈ કારણ છે. તે અંગે વિગતો મેળવવા પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે. કલ્પેશભાઈ કોઈ દેવામાં ડૂબેલા હતા કે નહીં તે અંગે પણ પોલીસ વિગતો મેળવી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ સામૂહિક આત્મહત્યાનો બનાવ હોય તેમ બહાર આવ્યું છે.

વડોદરા: કલ્પેશભાઈ અને પરિવારના સભ્યોએ આત્મહત્યા કરી કે અન્ય કોઈ કારણ, પોલીસે તપાસ શરૂ કરી was originally published on News4gujarati

વડોદરા – ડભોઇ રોડના તીર્થક બંગલામાં ચાલતા જુગારધામ પર છાપો, સંચાલક સહિત 10 પકડાયા


વડોદરા રોડ વિસ્તારના એક બંગલામાં જુગારખાનું ધમધમી રહ્યું હોવાની વિગતોને પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી સૂત્રધાર સહિત દસ જુગારીઓને ઝડપી પાડયા છે.

ડભોઇ રોડ પર આવેલા તીર્થક બંગલા માં કૃણાલ પટેલ (રહે.નવનીત વિલા,કોટયાકૅ નગર પાસે,શાસ્ત્રી બાગ,વાડી) જુગાર ધામ ચલાવી રહ્યો  હોવાની વિગતોના પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બંગલાને ઘેરી દરોડો પાડતા સંચાલક કુણાલ પટેલ સહિત 10 જુગારી યા ઝડપાઇ ગયા હતા. પોલીસે જુગારીયાઓ પાસે રોકડા રૂ 42 હજાર,7 મોબાઈલ અને એક સ્કૂટર મળી રૂ. 1.18 લાખની મત્તા કબજે કરી છે.

વડોદરા – ડભોઇ રોડના તીર્થક બંગલામાં ચાલતા જુગારધામ પર છાપો, સંચાલક સહિત 10 પકડાયા was originally published on News4gujarati

વડોદરાના ગુમ પરિવારની કાર ડભોઈ પાસે કેનાલમાંથી મળી, પાંચેયના મોત


છેલ્લા પાંચ દિવસથી ગુમ થયેલી કાર ડભોઇ તાલુકાના તેન તલાવ ગામની નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળી આવી છે. કારમાં સવાર પાંચ લોકો મૃત્યુ પામ્યા હતા

છેલ્લા પાંચ દિવસથી ગુમ થયેલી કાર ડભોઇ તાલુકાના તેન તલાવ ગામની નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળી આવી છે. કારમાં સવાર પાંચ લોકો મૃત્યુ પામ્યા હતા, આ તમામના મૃતદેહો કારમાંથી મળી આવ્યા છે. છેલ્લા પાંચ દિવસથી વડોદરા જિલ્લા પોલીસ આ પરિવારને શોધી રહી હતી.

ઉલ્લેખનીય છે કે, વડોદરાના નવાપુરાનો વેપારી કલ્પેશ પરમાર રવિવારે પત્ની તૃપ્તિ, માતા ઉષાબહેન તેમજ દીકરા અને દીકરીને લઇ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસે ગયો હતો. સાંજે કારમાં પરત વડોદરા જવા નીકળ્યા બાદ ભેદી રીતે ગુમ થઇ ગયો હતો.

પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ નહીં મળતા કલ્પેશના સાળા કિરણે કેવડિયા પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેવડિયા વિસ્તારના સવારથી સાંજ સુધીના સી.સી.ટી.વી ફૂટેજની ચકાસણી કરતાં સાંજે 7 વાગ્યાની આસપાસ કેવડિયાથી વડોદરા તરફ જતી કાર દેખાઇ હતી, અને બાદમાં ગુમ થયેલી કારની શોધખોળ શરૂ કરાઇ હતી.

શોધખોળ દરમિયાન ખબર પડી કે કાર નર્મદાની કેનાલમાં પડી છે અને તમામ પાંચેય લોકોના મોત થયા છે. બાદમાં ક્રેઇનની મદદથી મૃતક પરિવારને બહાર કઢવામાં આવ્યો હતો.

વડોદરાના ગુમ પરિવારની કાર ડભોઈ પાસે કેનાલમાંથી મળી, પાંચેયના મોત was originally published on News4gujarati

વડોદરામાં 70 રૂપિયાના એન-95 માસ્કની કિંમત રૂ. 250


કાળા બજારિયાઓને કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના આશીર્વાદ : રૃ.૨૫૦ ખર્ચવા છતાં માસ્ક મળતા નથી, રૃ.૧૫ની કિંમતના સાદા માસ્ક પધરાવી દેવાતા હોવાની પણ ફરિયાદ

લોકોમાં કોરોનાનો કાલ્પનીક ભય ફેલાયો છે જેનો સૌથી વધુ ગેરલાભ દવાઓના વેપારીઓ ઉઠાવી રહ્યા છે. વડોદરામાં સ્થિતિ એવી છે કે લોકો માસ્ક લેવા માટે પડાપડી કરી રહ્યા છે એટલે ડિસ્ટ્રિબ્યૂટર્સ અને વેપારીઓએ માસ્કની કિંમતમાં ૪૦૦ ટકાનો વધારો કરીને લૂંટ ચલાવી છે. જેની સામે સરકારી તંત્ર અને કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન ચુપચાપ હોવાથી કાળા બજારના આ ધંધામાં તેમના આશીર્વાદ હોવાની શંકા ઉભી થઇ રહી છે.

કોરોનાના ભયના કારણે લોકો માસ્ક લેવા માટે મજબૂર બન્યા છે. વડોદરામાં શું સ્થિતિ છે તે જાણવા માટે વડોદરાના કેટલાક મેડિકલ સ્ટોરના સંચાલકો અને માસ્કની ખરીદી કરવા આવેલા લોકો સાથે વાત કરતા જાણવા મળ્યુ કે વડોદરામાં તો માસ્કના કાળા બજાર થઇ રહ્યા છે. કોઇ પણ પ્રકારના વાયરસને શ્વાસમાં જતા રોકવા માટે ખાસ એન-૯૫ પ્રકારના માસ્કની જરૃર પડે. આ પ્રકારનો માસ્ક અગાઉ બજારમાં ૬૫ થી ૭૦ રૃપિયામાં મળતો હતો પરંતુ કોરોનાના ડરના કારણે માસ્કની ડિમાન્ડ વધતા જ માસ્ક  બનાવતી કંપનીઓે, ડિસ્ટ્રિબ્યૂટર્સે અને વેપારીઓેની સિન્ડિકેટ  બની ગઇ છે અને ગ્રાહકોને લૂંટવાની યોજના બનાવી લીધી છે. હાલમાં વડોદરામાં એન-૯૫ પ્રકારના માસ્ક રૃ.૨૨૫ થી ૨૫૦ની કિંમતમાં મળી રહ્યા છે. 

આટલા રૃપિયા ખર્ચવા છતાં પણ માસ્ક બજારમા સહેલાઇથી મળતા નથી. બીજી તરફ કેટલાક વેપારીઓ રૃ.૧૦ થી ૧૫માં મળતા સાદા માસ્ક પણ એન-૯૫ પ્રકારના માસ્ક હોવાનું બતાવીને અજ્ઞાાની ગ્રાહકોને લૂંટી રહ્યા હોવાની પણ ફરિયાદ વધી છે.

વડોદરામાં 70 રૂપિયાના એન-95 માસ્કની કિંમત રૂ. 250 was originally published on News4gujarati

પત્નીના વિરહમાં થાંભલા પર ચઢી પતિએ વીજ વાયર પકડી લીધો….


પત્ની ગર્ભવતી હતી અને ત્રણ દિવસ પહેલા બિમારીના કારણે મોત થયુ હતું, કરંટ લાગતા યુવક દાઝી ગયો અને નીચે પટકાતા પડોશીઓએ હોસ્પિટલ પહોંચાડયો

શહેરના ગોરવા, લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતો એક યુવક આજે સવારે ઘર નજીક વીજ થાંભલા પર ચઢી ગયો હતો અને વીજ વાયર પકડી લેતા તેને કરંટ લાગ્યો હતો અને તે નીચે પટકાયો હતો. પડોશીઓએ તેને હોસ્પિટલમાં દાખલ કર્યો છે.લક્ષ્મીપુરા ગામમાં રહેતો ભરત પરબતભાઇ પરમાર (ઉ.૨૮)ની પત્ની મયૂરી ગર્ભવતી હતી અને બે દિવસ પહેલા તેનું કોઇ કારણથી મોત થયુ હતું. આથી ભરતને લાગી આવ્યુ હતુ ઉપરાંત ૭ વર્ષની પુત્રીની જવાબદારી પણ આવી જતાં ભરતે ટેન્શનમાં આજે સવારે ઘર નજીકના વીજ થાંભલા પર ચઢી વીજ વાયર પકડીને આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો જો કે વીજ કરંટથી તે દાઝી ગયો હતો પરંતુ બચાવ થયો છે. હાલમાં તેની હાલત ગંભીર છે અને સારવાર હેઠળ છે.

પત્નીના વિરહમાં થાંભલા પર ચઢી પતિએ વીજ વાયર પકડી લીધો…. was originally published on News4gujarati

Previous Older Entries

Blog Stats

  • 517,407 hits
%d bloggers like this: